દલો તરવાડી
દાદીમા
એક હતી કાબર અને એક હતો કાગડો.
બન્ને વચ્ચે દોસ્તી થઈ.
કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી.
કાબરે કાગડાને કહ્યું - કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલોને આપણે ખેતર ખેડીએ ! દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ.
કાગડો કહે - બહુ સારું; ચાલો.
પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યાં.
થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો. જતાં જતાં કાબરને કહેતો ગયો - કાબરબાઈ ! તમે ખેતર ખેડતાં થાઓ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું.
કાબર કહે - ઠીક.
પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈનો પત્તો ન લાગે. એ તો પાછા આવ્યાં જ નહિ.
કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પાં મારવા લાગ્યા.
કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલો ને ! ખેતર તો ખેડાઈ ગયું. હવે આપણે વાવીએ.
કાગડો કહે -
એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને હતી સાત છોડીઓ.
બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય.
એક દિવસ બ્રાહ્મણને વડાં ખાવાનું મન થયું. એણે બ્રાહ્મણીને કહ્યું - આજ તો વડાં ખાવાનું મન થયું છે.
બ્રાહ્મણીએ કહે - પણ બધાંયને થાય એટલો લોટ ઘરમાં નથી. પાંચ-સાત વડાં થાય એટલો લોટ માંડ માંડ નીકળે તો પણ ઘણું.
બ્રાહ્મણ કહે - ત્યારે કંઈ નહિ; વાત માંડી વાળો.
બ્રાહ્મણી કહે - ના, એમ નહીં. પરમ દહાડે ધોળી કાકી થોડાંક વડાં આપી ગયાં હતાં તે મેં ને છોડીઓએ ચાખ્યા છે; એક તમે રહી ગયા છો. છોડીઓને વાળુ કરીને સૂઈ જવા દો. પછી હું તમને પાંચ-સાત પાડી આપીશ. મારે કંઈ ખાવાં નથી એટલે તમે એટલાં વડાં ખાઈને પાણી પીશો તો પેટ ભરાશે.
બ્રાહ્મણ કહે - ભલે, પણ તુંએ એકાદ-બે ચાખજે ને.
બ્રાહ્મણી કહે - સારું.
રાત પડી ને છોડીઓ સૂઈ ગઈ પછી બ્રાહ્મણીએ હળવેથી ઊઠીને ચૂલો સળગાવ્યો. પછી ચૂલા ઉપર લોઢી મૂકીને ઉપર ટીપૂંક તેલ મૂક્યું. પછી વડાંનો લોટ ડોઈને વડાં કરવા બેઠી. જ્યાં પહેલું વડું લોઢીમાં મૂક્યું ત્યાં ‘છમ, છમ’ થયું. આ ‘છમ છમ’નો અવાજ સાંભળી એક છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.
મા કહે - સૂઈ જા, સૂઈ જા, આ લે એક વડું. જોજે બીજી જાગે નહીં. પહેલી છોડી તો એક વડું ખાઈને પાણી પીને સૂતી.
માએ તો બીજું વડું મૂક્યું. ત્યાં તો પાછું ‘છમ છમ’ થયું. બીજી છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.
મા કહે - લે સૂઈ જા, સૂઈ જા. જોજે બીજી બહેન જાગશે. બીજી છોડી વડું ખાઈને સૂઈ ગઈ.
બ્રાહ્મણીએ બ્રાહ્મણની સામે જોયું. બ્રાહ્મણ કહે - હશે, એ તો છોકરાં છે ને !
પછી માએ ત્રીજું વડું મૂક્યું; પણ ત્યાં તો પાછું છમ, છમ, છમ ! ‘છમ છમ’ સાંભળી વળી એક છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.
મા કહે - લે. વળી તું ક્યાં જાગી ! લે આ વડું; ખાઈને સૂઈ જજે. જોજે બીજીને જગાડતી નહિ.
ત્રણ વડાં તો ખવાઈ ગયાં. હવે ચાર વડાંનો લોટ રહ્યો. બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું. વળી પાછું વડું તો ‘છમ છમ છમ’ બોલ્યું. ‘છમ છમ’ થતું સાંભળી ચોથી છોડી જાગી ને એનેય વડું આપીને માએ સુવાડી દીધી. પછી તો પાંચમી છોડી જાગી ને પાંચમું વડું એને આપવું પડ્યું. તે પછી વળી છઠ્ઠી છોડી જાગી ને છઠ્ઠું વડું એના ભાગે ગયું. ને છેવટે સાતમું વડું સાતમી છોકરીએ ખાધું. ત્યાં તો બધો લોટ ખલાસ થઈ ગયો !
બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વડાં ન ખાધાં ને પાણી પીને સૂઈ ગયાં.
એક હતો વાણિયો. વીરચંદ એનું નામ.
ગામડામાં રહે. હાટડી માંડે ને રળી ખાય. ગામમાં કાઠી અને કોળીઓને વઢવાડ; બાપદાદાનું વેર.
એક દિવસ કાઠી કથળ્યા અને કોળી ઉમટ્યા. સામસામી તલવારો ખેંચી બજાર વચ્ચે ઊતરી પડ્યા. કાઠીએ જમૈયો કાઢી કોળી પર ઘા કર્યો. કોળી ખસી ગયો ને કાઠી પર કૂદ્યો; એક ઘાએ કાઠીનું ડોકું હેઠું પડ્યું ને તલવાર લોહીલોહાણ.
વાણિયો તો મારામારી જોઈ હબકી ગયો. હાટડી બંધ કરીને અંદર પેઠો. અંદરથી બધું જોતો હતો ને ધ્રૂજતો હતો. ખૂન થયું, કાઠીનું ખૂન થયું; દોડો રો દોડો ! એવી બૂમ પડી. આમથી તેમથી સિપાઈસપરાં દોડી આવ્યાં; ગામધણી ને મુખી પણ આવ્યા. બધા કહે - આ તો રઘા કોળીનો ઘા. બીજા કોઈની હામ નહિ ! પણ કોરટ-કચેરીનું કામ એટલે શાહેદી વિના કેમ ચાલે ?
કોઈ કહે - આ વીરચંદ શેઠ હાટડીમાં હતા. એ આપણા સાક્ષી. ભાળ્યું ન ભાળ્યું એ જાણે. હાટડીમાં તો હતા ને ?વાણિયાને તો પકડી મંગાવ્યો ને કર્યો હાજર ફોજદાર પાસે. ફોજદારે પૂછ્યું - બોલ વાણિયા ! તું શું જાણે છે ?વાણિયો કહે - બાપજી ! મને તો કશી વાતની ખબર નથી. હું તો હાટડીમાં બેસી નામું લખતો હતો.
ફોજદાર કહે - બસ, તારે જુબાની આપવી જ પડશે. કહેવું પડશે કે બધું મેં નજરોનજર ભાળ્યુ છે.
વાણિયો મૂંઝાણો. ડોકું હલાવી ઘેર ગયો. રાત પડી પણ ઊંઘ આવે નહિ. આમ કહીશ તો કોળી સાથે વેર થશે ને આમ કહીશ તો કાઠી વાંસે પડશે. છેવટે વાણિયે મનમાંને મનમાં કૈંક વિચાર કરી રાખ્યો.
બીજે દિવસે કેસ ચાલ્યો. ન્યાયાધિશ કહે - વાણિયા ! બોલ. ખોટું બોલે એને પરભુ પૂછે. બોલ જોઈએ. ખૂન કેમ થયું ને કોણે કર્યું ?વાણિયો કહે - સાહેબ !
એક હતો જોશી. એનું નામ ટીડા જોશી.
એને જોશ જોતાં ન આવડે પણ ખોટો ખોટો દેખાવ કરી પૈસા કમાઈ લે.
એક દિવસ ટીડા જોશી એક ગામથી બીજે ગામ જવા નીકળ્યા. રસ્તામાં બે ધોળા બળદને એક ખેતરમાં ચરતાં દીઠા. આ વાત એને યાદ રહી ગઈ.
જોશીજી તો ગામમાં ગયા અને એક પટેલને ત્યાં ઉતારો કર્યો. ત્યાં એક કણબી-કણબણ આવ્યાં ને જોશીને કહે - જોશી મહારાજ ! અમારા બે ધોળા બળદ ખોવાયા છે. તે કઈ દિશામાં ગયા હશે તેનું જોશ ઝટ ઝટ જોઈ આપો ને?જોશીએ તો હોઠ ફફડાવી એક જૂના સડી ગયેલા ટીપણામાં જોઈને કહ્યું - પટેલ ! તમારા બળદ આથમણી સીમમાં ફલાણા ખેતરમાં છે, ત્યાંથી લઈ આવો. પટેલ તો બતાવેલા ખેતરે ગયો એટલે તેને બળદ મળી ગયા. તે ઘણો રાજી થયો અને તેણે ટીડા જોશીને સારી ભેટ ધરી ખુશ કર્યા.
બીજે દિવસે રાત્રે ટીડા જોશીની પરીક્ષા કરવા ઘરધણીએ પૂછ્યું - મહારાજ ! તમારું જોશ સાચું હોય તો કહો, આજે ઘરમાં કેટલા રોટલા થયા છે ?
બન્યું એવું કે ટીડા જોશીને કંઈ કામ ન હતું અને ઘરમાં નવરાધૂપ બેઠા હતા એટલે રોટલાના તાવડીમાં નાખતી વખતે થયેલા ટપાકા ગણતા હતા ! જોશીએ તો ટાઈમ પાસ કરવા ટપાકા ઉપરથી ગણી રાખેલું હતું કે કુલ તેર રોટલા થયેલા છે. સવાલ સાંભળી તેમણે જોશ જોવાનો ડોળ કરી કહ્યું - પટેલ આજે તમારા ઘરમાં તેર રોટલા થયા હતા.
પટેલે પટલાણીને પૂછી જોયું તો જોશીની વાત સાવ સાચી નીકળી. પટેલને તો બહુ નવાઈ લાગી.
આ બે બનાવથી જોશી મહારાજની કીર્તિ આખા ગામમાં ફેલાઈ, ને સૌ જોશી મહારાજ પાસે જોશ જોવરાવવા આવવા લાગ્યા. એટલામાં ત્યાંના રાજાની રાણીનો નવલખો હાર ખોવાયો. રાજાએ જોશીની કીર્તિ સાંભળી હતી, એટલે તેણે તેને તેડાવ્યો.
રાજાએ જોશીને કહ્યું - જુઓ, ટીડા મહારાજ ! રાણીનો હાર ક્યાં છે અથવા તો કોણ લઈ ગયું છે તે જોશ જોઈને કહો. હાર જડશે તો તમને ઘણા રાજી કરીશું.
જોશી મૂંઝાયા. જરા વિચારમાં પડ્યા. રાજાએ કહ્યું - આજની રાત તમે અહીં રહો, ને રાત આખી વિચાર કરીને સવારે કહેજો. પણ જોજો, જોશ ખોટું પડશે તો ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ.
ટીડા જોશી તો વાળુ કરીને પથારીમાં પડ્યા પણ ઊંઘ ન આવે. જોશીના મનમાં ભય હતો કે નક્કી સવારે રાજા ઘાણીએ ઘાલીને મારું તેલ કાઢશે. નીંદર નહોતી આવતી એટલે તે નીંદરને બોલાવવા લાગ્યા - નીંદરડી ! આવ; નીંદરડી ! આવ.
હવે વાત એમ હતી કે રાજાની રાણી પાસે નીંદરડી નામની દાસી રહેતી હતી ને તેણે જ હાર ચોર્યો હતો. ટીડા જોશીને નીંદરડી ! આવ; નીંદરડી ! આવ, એવું બોલતાં એણે સાંભળ્યા એટલે તે એકદમ ગભરાઈ ગઈ. એને લાગ્યું કે ટીડા જોશી મારું નામ પોતાના જોશના બળે જાણી ગયા લાગે છે.
નીંદરડીએ બચી જવાનો વિચાર કરી સંતાડેલો હાર બહાર કાઢ્યો અને જોશી પાસે છાનીછપની ગઈ અને બોલી - મહારાજ ! લ્યો આ ખોવાયેલો હાર. હારનું ગમે તે કરજો પણ મારું નામ હવે લેશો નહિ.
ટીડા જોશી મનમાં ખુશ થયા કે આ ઠીક થયું; નીંદરને બોલાવતાં આ નીંદરડી આવી અને સામેથી હાર આપી ગઈ ! ટીડા જોશીએ નીંદરડીને કહ્યું - જો, આ હાર રાણીના ઓરડામાં તેના પલંગ નીચે મૂકી આવ.
સવાર પડી એટલે રાજાએ ટીડા જોશીને બોલાવ્યા. ટીડા જોશીએ તો ઢોંગ કરી એક-બે સાચા ખોટા શ્લોક બોલ્યા અને પછી આંગળીના વેઢા ગણી હોઠ ફફડાવી, લાંબું ટીપણું ઉખેડી બોલ્યા - રાજા ! રાણીનો હાર ક્યાંય ખોવાયો નથી. તપાસ કરાવો. રાણીના ઓરડામાં જ તેના પલંગની નીચે હાર પડ્યો છે, એમ મારા જોશમાં આવે છે.
તપાસ કરાવતાં હાર પલંગ તળેથી જ મળ્યો. રાજા ટીડા પર ખુશ થયો અને તેને સારું ઈનામ આપ્યું.
રાજાએ એક વાર ટીડા જોશીની વધારે પરીક્ષા કરવા એક યુક્તિ રચી. ટીડા જોશીને લઈને રાજા એક વાર જંગલમાં ગયો. જોશીની નજર બીજે હતી એટલી વારમાં રાજાએ પોતાની મૂઠીમાં એક ટીડળું પકડી લીધું, ને પછી પોતાની બંધ મૂઠી બતાવી ટીડાને કહ્યું - કહો ટીડાજી ! આ મૂઠીમાં શું છે ? જોજો, ખોટું પડશે તો માર્યા જશો !
ટીડા જોશી હવે પૂરા ગભરાયા. તેમણે વિચાર કર્યો કે હવે ભરમ ઉઘાડો થશે. હવે તો રાજા જરૂર મારશે. બીકમાંને બીકમાં બધી સાચી વાત રાજાને કહી દેવાને રાજાની માફી માગવા માટે બોલ્યા -
એક હતી ડોશી. તે પોતાની દીકરીની બહુ ચિંતા કરે.
ચિંતામાં ને ચિંતામાં ડોશી દુબળી પડી ગઈ. એક દિવસ પોતાની દીકરીને ત્યાં જવા તે નીકળી. જતાં જતાં રસ્તામાં જંગલ આવ્યું ને તેને સામે એક વાઘ મળ્યો. વાઘ કહે - ડોશી, ડોશી ! તને ખાઉં.
ડોશી કહે -
એક હતું શિયાળ અને એક હતો સસલો.
બંને જણાને એકવાર ભાઈબંધી થઈ. બેઈ જણા એક વાર ગામ ચાલ્યા. રસ્તામાં બે મારગ આવ્યા. એક મારગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો. શિયાળ કહે - હું ચામડાને રસ્તે ચાલું. પછી શિયાળ ચામડાને રસ્તે ચાલ્યું ને સસલો લોઢાને રસ્તે ચાલ્યો.
લોઢાને રસ્તે ચાલતા એક બાવાની મઢી આવી. સસલાને ખૂબ ભૂખ લાગી હતી તેથી તે બાવાજીની મઢીમાં ગયો. મઢીમાં આમ તેમ જોયું ત્યાં તો ભાઈને ગાંઠીયા ને પેંડા હાથ લાગ્યા. સસલાભાઈએ તો ખૂબ ખાધું ને પછી લાંબા થઈને મઢીનાં બારણાં બંધ કરીને સૂતા. એટલામાં બાવો આવ્યો ને મઢીનાં બારણાં બંધ જોઈ બાવાએ પૂછયું - એ, મારી મઢીમાં કોણ છે ? અંદરથી સસલાભાઈ તો ખૂબ રોફથી બોલ્યા -
એક હતો કણબી ને એક હતી કણબણ.
બેય હતા એક એકનું માથુ ભાંગે એવાં; એક એકને પહોંચી વળે એવાં.
સાંજનો વખત હતો. કણબી ખેતરેથી આવી ખાટલે બેઠો બેઠો થાક ખાતો હતો. ત્યાં તો કણબણ રાંધણિયામાંથી બોલી - એ સાંભળ્યું કે ? મારે પિયરથી ઓલ્યો માંડણ ભરવાડ આવ્યો છે. ઈ સમાચાર લાવ્યો છે કે ત્યાં દુકાળ પડ્યો છે ને ખાવા મળતું નથી. કહે કે મારાં મા-બાપ દૂબળાં થઈ ગયાં છે.
કણબીએ આસ્તેથી જવાબ આપ્યો - તે એમાં આપણે શું કરીએ ? આપણે કાંઈ પરભુ છીએ તે મે' આણીએ ? હોય, દુકાળેય પડે !
કણબણને તો માઠું લાગ્યું ને તાડૂકી - લે ! કે' છે, હોય, દુકાળેય પડે ! ખબર પડે દુકાળ વેઠ્યો હોય તો ! જુઓ, હું કહું છું કે આજ ને આજ જાઓ ને ગાડું ભરીને ઘઉં નાખી આવો. વળી તો આપણે તો આ ભગરી ભેંશ દૂઝે છે, માટે આ ટીલડી ગાય પણ લેતા જજો. સમજ્યા ?
કણબી તો વિચારમાં પડી ગયો ને માથું ખંજવાળવા મંડ્યો. ત્યાં તો માથામાંથી એક વાત જડી, ને સડપ કરતો તે ઊભો થયો ને રાંધણિયામાં ગયો. રસોડામાં જઈને કહે - એમાં શું ? તું ભાતું કર. કાલ મળસ્કે જઈશ. સાથે આપણો ગગો પણ આવશે. પાસે ગગો ઊભો હતો. એ તો રાજીના રેડ થઈ ગયો. એ તો કૂદવા માંડ્યો ને દોડવા માંડ્યો - હેઈ, કાલે આપાને ઘેર જવાનું !
કણબીએ ભળકડે ગાડું જોડ્યું. કણબણે ઊઠીને ગાડામાં ઠાંસી ઠાંસીને ઘઉં ભર્યા, મહીં પચાસ રૂપિયાની કોથળી પણ સંતાડી. એના મનમાં એમ થયું કે ઘઉં ભેળી કોથળી પણ બાપાને પહોંચશે. ઘઉં ભરીને ગાડે એક ગાય પણ બાંધી દીધી. ગાયને ગળે સારું મજાનું એક ફૂમકું બાંધ્યુ ને ગાડાને અને કણબી ને રવાના કર્યાં.
ગાડું ચાલ્યું જાય છે ત્યાં બે મારગ ફંટાયા. એક મારગ હતો કણબીના સસરાના ગામનો ને બીજો એની બહેનના ગામનો. કણબીએ હળવેક દઈ રાશ ખેંચીને ગાડું બહેનના ગામને મારગે વાળ્યું.
ગાડામાંથી ગગો બોલ્યો - આતા ! આ મારગ તો ફુઈના ગામનો. ઓલ્યો મામાના ગામનો મારગ. કણબી કહે - બેસ, હવે ડાયો થા મા, ડાયો ! તને મારગની બહુ ખબર પડે તે ! કાલ સવારનું છોકરું ! ગગો મૂંગો થઈ બેસી રહ્યો ને ગાડું ચાલવા માડ્યું.
સાંજ પડી. ગાડું બહેનને ગામ આવ્યું. ત્યાંયે દુકાળ પડેલો. નદી સુકાઈ ગયેલી. મોલ બળી ગયેલા. અન્નપાણીના સાંસા. બહેન તો ભાઈ ને જોઇને રાજીના રેડ થઈ ગઈ. એક તો ઘરે ભાઈ આવ્યો ને સાથે વળી ગાડું ભરીને ઘઉં લાવ્યો. ઉપરિયાણમાં એક દૂઝણી ગાય પણ લાવ્યો !
બહેને ઝટપટ લાપશી કરી ને મગ કર્યાં. ભાઈ ભત્રીજાને ખૂબ ખૂબ હાથ ઠારીને જમાડ્યા ને કેટલીયે પરોણાચાકરી કરી. બાપદીકરો તો બહેનને ત્યાં સારી પેઠે બે ચાર દિવસ રહ્યા ને પછી ગાડું જોડી ઘેર પાછા આવ્યા.
કણબી ઘેર આવ્યો એટલે કણબણ કહે - કાં ઘઉં આપી આવ્યા ? કાં ગાય મારાં માબાપને કેવીક ગમી ? કાં, બધાં સાજાંતાજાં છે ને ?
કણબી કહે – મારે તો ખેતર જવું છે. આ ગગલાને પૂછ. કણબણ કહે - હેં ગગા ! મામા તો સારા છે ને ? ગગો કહે - બા, ત્યાં કોઈ મામા નો'તા. કણબણ કહે - મામા કદાચ ગામ ગયા હશે. મામી તો સારી હતી ને ?
ગગો કહે - પણ બા ! ત્યાં મામીબામી કોઈ નો'તું. ત્યાં તો ફુઈ હતાં, ભાણિયા હતા, ફુવા હતા ને ઈ બધાં હતાં. કણબણ વાત પામી ગઈ. મનમાં કહે......હં.....આ તો બહેનને ત્યાં બધું નાખી આવ્યા લાગે છે ! કણબણે વિચાર કર્યો કે હવે કણબીની પૂરી ફજેતી કરવી.
પછી કણબણ તો માથે ઓઢીને કૂટવા માંડ્યું. કણબણ રોતી જાય અને કૂટતી જાય......
એક હતા ભટજી. કાશીએથી નવાસવા ભણી-ગણીને આવેલા.
ચાર વેદ અને છ શાસ્ત્ર ભણેલા ભટજી એક દિવસ એક નાના ગામડામાં કથા વાંચવા ગયા.
ગામના માણસો તદ્દન કોરા-ધાકોર. કોઈ ગતાગમ નહિ. ખેડ કામ સિવાય કોઈ બાબતની જાણકારી નહિ. છતાં પણ પોતે બહુ જાણે છે એવું બતાવવું બધાંને બહુ ગમે.
ભટજી આવ્યા એટલે બધાં લોકો કહે - ભટજી કથા તો ભલે વાંચે, પણ આપણે પારખાં તો લેવાં જોઈએ ને, કે ભટજી કેવુંક જાણે છે ?સૌએ ભેગા થઈ ભટજીને પૂછ્યું - ભટજી ! અમારા સવાલનો જવાબ આપો તો કથા વાંચો, ને ન આપો તો પુસ્તક અને પોથીનાં પાનાં મૂકીને અહીંથી ચાલ્યા જાઓ.
ભટ કહે - પૂછો ત્યારે.
એક માણસે પૂછ્યું - ભટજી ! ‘તુંબહ તુંબા’ એટલે શું ? ભટજી તો ભારે વિચારમાં પડી ગયા.
પોથીપાનાં જોઈ વળ્યા પણ ક્યાંય ‘તુંબહ તુંબા’ જડે નહિ. ભટજી તો ભારે મૂંઝાયા ને માથું ખંજવાળવા માંડ્યા.
ગામડિયો કહે - ભટજી ! ઈ તમારાથી અમારા સવાલનો ઉત્તર નહિ અપાય. તમારા જેવા તો ઘણાંએ આવી ગયાં, પણ કોઈએ ઉત્તર આપ્યો નથી. લ્યો, હવે પુસ્તકપાનાં અને પોથીઓ અમને સોંપી દો. ભટજીનું મોં તો લોટની કોથળી જેવું થઈ ગયું. બિચારા વીલે મોઢે ઘેર પાછા આવ્યા.
એને એક ભાઈ હતો. ઝાઝું ભણેલોગણેલો નહિ, પણ કોઠાવિદ્યાવાળો ખરો. એને બધી વાતની ખબર પડી એટલે કહે - ભાઈ ! એવા અજડ ગામમાં તમારું કામ નહિ, ત્યાં તો અમારા જેવા જોઈએ; એનું માથું ભાંગે એવા.
આ બીજો ભાઈ તો ચાલ્યો એ જ ગામડામાં. જઈને મલ્લની જેમ કછોટો માર્યો ને માથે ટકોમૂંડો કરાવ્યો. મૂંડા ઉપર ચંદનનું ગોળ ચકરડું કર્યું અને વચમાં એક ટપકું કર્યું. ગામના માણસો તો આ ભટજીને દેખીને રાજી રાજી થઈ ગયા ને એક બીજાને કહે - વાહ, આ ભટજી તો લાગે છે ય ખરા ભટજી જેવા. આવા હોય તો કાંઈક બે અક્ષર શાસ્તરના જાણવા તો મળે !
પણ તો ય બધાં કહે - પારખાં તો લેવાં જ જોશે. એમ ને એમ કાંઈ કથા વાંચવા નહિ બેસાડાય. એક જણ કહે - ભટજી ! પધારો. એક ભટજી પુસ્તકપાનાં મૂકીને ગયા છે ને બીજા વળી તમે આવ્યા છો. તમારીય તે હમણાં ખબર પડશે.
ભટજી કહે - એ ભટ નોખા ને આ ભટ નોખા. અમે તો કહેવાઈએ ભાગડ. આ માથે કેવું ટીલું કર્યું છે અને આ કેવો કછોટો માર્યો છે તે તો જુઓ !
ગામનો પટેલ કહે - ત્યારે જવાબ આપો જોઈએ. ‘તુંબહ તુંબા’ એટલે શું ?આ ભટજીને તો બરાબર ખબર હતી કે ગામના લોકોને ખેડ કામ સિવાય કોઈ વાતની ગતાગમ નથી. ભટ કહે - ભાઈ ભૂલ્યા. પૂરો સવાલેય ક્યાં પૂછતાં આવડે છે ? તો સાંભળો પહેલાં તો હોય
એક નાનું સરખું ગામ હતું. એક વાર પાદરે ભેંશો વેચાવા આવી.
ગામમાં એક પટેલ રહે. તેની પાસે કોઈ દૂઝાણું નહિ. એને થયું કે હું એક ભેંશ લઉં. જઈને પટલાણીને કહે - સાંભળ્યું કે ? આપણે એક ભેંશ લેવી છે. આંગણે ભેંશ હોય તો સારું. છોકરાં છૈયાંને દૂધ મળે; બાકી મેળવીએ એનું દહીં થાય, ઘી થાય; ને જે સરસ મજાની છાશ થાય તે આડોશી પાડોશીને અપાય.
પટલાણી કહે - એ બધું ઠીક પણ આવી જાડી રેડ જેવી છાશ મારે મારા પાડોશીને નથી આપવી. છાશ તો હું મારાં પિયરિયાંને જ આપીશ.
પટેલ કહે - તે એકલાં તારાં પિયરિયાં જ સગાં, ને મારાં સગાં તો કાંઈ નહિ, કાં ? એમ છાશ નહિ અપાય.
પટલાણી કહે - નહિ કેમ અપાય ? અપાશે ! ઘર તો મારું ય છે ને ? ને ભેંશ તો મારી યે તે, ને તમારી યે તે. બહુ બહુ તો દૂધ તમારાં સગાંને, પણ છાશ તો મારાં પિયરિયાંને !
પટેલ કહે - જોયો છે આ ડંગોરો !
પટલાણી કહે - તમારાં સગાંને આપો !
આમ કરતાં વાત વધી પડી ને પટેલ-પટલાણી લડી પડ્યાં !
એક તો બેઉ અજડ – ને એમાં વઢવાડ થઈ. પછી જોઈ લ્યો ! પરોણી લઈને પટેલે પટલાણીને સબોડી નાખ્યાં ! ઘરમાં હો-હો થઈ રહ્યું. આડોશી પાડોશી દોડી આવ્યાં.
બધાં પૂછે - છે શું, પટેલ ? આ શું માંડ્યું છે ?પટલાણી ફરિયાદ કરતાં કહે - જુઓ તો બાપુ, આ વાંસામાં સોળ ઊઠ્યા છે તે ! પટેલનો કાંઈ હાથ છે. મને ઢીબી નાખી !
પટેલ કહે - તે કો’કની જીભ ચાલે, ને કો’કનો હાથ ચાલે !
પાડોશી પૂછે - પણ છે શું ? કજિયો શાનો છે ?
પટલાણી કહે - અમારો કજિયો તો છાશનો છે. પટેલ કે’છે કે, છાશ તારાં પિયરિયાંને નહિ ! તે નહિ શું કામ ? દૂધ ભલેને એનાં સગાં ખાય; મારાં પિયરિયાં સુધી છાશે નહિ ? એ મારે નહિ ચાલે !
ત્યાં તો પાછા પટેલ ખિજાયા ને પરોણી લઈને દોડ્યા. પાડોશમાં એક ઠાવકો વાણિયો હતો. તેણે વિચાર્યું : અરે, ભેંશ તો હજી ભાગોળે છે, છાશ છાગોળે આવી નથી ને આ ધમાધમ શાની ?
વાણિયો હતો યુક્તિવાળો. જઈને કહે - પટેલ, પટેલ ! વઢવાડ તમે પછી કરજો. પહેલાં મારું નૂકશાન ભરપાઈ કરો. આ તમારી ભેંશે શિંગડું મારીને અમારી વંડી પાડી નાખી – તે ચણાવી આપો ! આમ તમારાં ઢોર રઝળતાં મૂકી દેતાં શરમાતા નથી ?પટેલ કહે - અરે પણ ! મારી પાસે ભેંશ વળી ક્યારે હતી તે તમારી વંડી પાડી નાખે ?વાણિયો કહે - ત્યારે તમે કઈ ભેંશની છાશ સારું લડો છો ?પટેલ-પટલાણી શરમાઈ ગયાં ને છાનાંમાનાં પોતાના કામે લાગી ગયાં.
એક લાવરી હતી.
તે ઘઉંના ખેતરમાં માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી. બચ્ચાં હજુ નાનાં હતાં તેથી બચ્ચાને માળામાં મૂકીને ચણ ચણવા જતી. એક દિવસ લાવરીએ બચ્ચાંને કહ્યું, જુઓ, ખેતરનો માલિક જે કાંઈ બોલે તે ધ્યાનથી સાંભળજો અને સાંજે મને કહેજો. આમ કહી તે ચણવા ગઈ.
સાંજે લાવરી આવી ત્યારે બચ્ચાંએ માને કહ્યું, મા, ખેડૂત કહેતો હતો કે કાલે પડોશીઓ આવશે તો પાક લણી લઈશું. હવે આપણે બીજી સલામત જગ્યાએ જતાં રહીએ તો ?
લાવરી કહે, તમે ચિંતા છોડો. એ પડોશીઓ ઉપર આધાર રાખે છે એટલે મહિનાઓના મહિના નીકળી જશે. અને બીજે દિવસે ખેડૂતે ખેતરમાં આવ્યો પણ કોઈ પડોશીઓ આવ્યા ન હતા તેથી તે બોલ્યો, કાંઈ વાંધો નહિ, કાલે મારા સગાઓને પાક લણવા બોલાવી લઈશ. લાવરી ચણ ચણીને આવી ત્યારે બચ્ચાએ તેને ખેડૂતની વાત કરી.
લાવરીએ કહ્યું, ચિંતા છોડો. ખેડૂતે સગા પર આધાર રાખ્યો છે. એથી હજુ કેટલાંય દિવસ સુધી પાક લણાશે નહિ. આખરે લાવરી સાચી પડી. ખેડૂત રાહ જોતો રહ્યો ને પાક લણવા આવ્યો નહિ.
થોડા દહાડા પછી બચ્ચાં કહે, મા, આજે તો ખેડૂત ગુસ્સામાં હતો. તેની ઘરવાળીને કહે, કોઈ ન આવ્યું તો આપણે બે જ કાલે પાક લણીશું.
લાવરી કહે, ખેડૂતે પારકી આશા છોડી એટલે જરૂર તે કાલે પાક લણશે. ચાલો આપણે આજે જ બીજી કોઈ સલામત જગ્યાએ જતાં રહીએ. આમ કહી લાવરી તેનાં બચ્ચાંને લઈ બીજે રહેવા જતી રહી.
એક સાબર હતું. તેને સાબરના ટોળામાં ગમે નહિ.
કાયમ તે પોતાના સાથીદારોથી અલગ થઈ એકલું એકલું ફરે. એક દિવસ સાબર નદી કાંઠે ઉગેલું લીલું લીલું તાજું ઘાસ ચરતું હતું. ઘાસ ખાઈને સાબર પાણી પીવા નદી કિનારે ગયું. નદીનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું. સાબરે પાણી પીવા જતાં પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તેને થયું, વાહ ! કેવાં સુંદર મારાં શીંગડાં છે ! માથે જાણે મુગટ પહેર્યો હોય તેવાં શોભે છે ! પણ મારા આ પગ કેવા પાતળા ! મને એ બેડોળ કરી મૂકે છે, એનું જ મને દુઃખ છે.
પોતાના મોટા શીંગડાના અભિમાનથી તે પોતાના બીજાં સાથીઓથી જુદું પડી હંમેશ એકલું ફરતું. તેના સાથીઓનાં નાનાં શીંગડાં જોઈ તેની ઠેકડી ઉડાવતું. એક દિવસ તે ઘાસ ચરતું હતું. તે સમયે નજીકમાં જ ધ્રુજાવી દે એવી પરિચિત વાસ તેને આવી. તે કંઈ સમજે તે પહેલાં વાવાઝોડાં માફક ધસી આવતા બે ખૂંખાર ચિત્તા જોયા.
સાબર તો છલાંગ મારતું જાય નાઠું. બંને ચિત્તા તેનો પીછો કરતા તેની પાછળ પડ્યા. પોતાનો જીવ બચાવવા સાબર આગળ ને આગળ દોડ્યે જાય. ઝડપથી દોડવામાં એના પાતળા પગે એને ખૂબ મદદ કરી. તે ચિત્તાથી ઘણું આગળ નીકળી ગયું ને ગીચ જંગલમાં આવી પહોંચ્યું. ત્યાં અચાનક જાણે કોઈએ તેને પકડી દોડતું અટકાવ્યું હોય તેવું લાગ્યું.
સાબરે જોયું કે એનાં શીંગડાં એક ઝાડની ડાળીઓમાં ભરાઈ ગયાં છે. તેણે ડાળીઓમાંથી શીંગડાં કાઢવા ખૂબ મહેનત કરી પણ તેનાં વાંકાં ચૂકાં શીંગડાં એવા ભરાઈ ગયા કે તે નીકળ્યાં જ નહિ. સાબરને થયું, મારા આ દૂબળા પાતળા પગને મેં ખોટા વગોવ્યા ને ! તેણે તો મને ચિત્તાના પંજામાંથી બચાવ્યું. પણ મને જે શીંગડાંનું અભિમાન હતું. એ શીંગડાં જ મારાં શત્રુ બન્યાં. જે ચીજ આપણને મદદ કરે તેમ હોય તેનું રૂપ કે દેખાવ ન જોવો જોઈએ અને જે ચીજ આપણને મુસીબતમાં મૂકી દે તેમ હોય તે ગમે તેટલી રૂપાળી હોય તો પણ તેનાથી ખૂબ સાવચેત રહેવું જોઈએ.
આમ બરાબર વિચાર કરતું હતું ત્યાં જ તેના સારા નસિબે શીંગડું તૂટી ગયું અને તે પોતાના પાતળા પગની મદદથી નાસીને પોતાનો જીવ બચાવવામાં સફળ બન્યું.
એક બગલો નદી કિનારે રહેતો હતો.
એક દિવસ એક શિયાળ નદીમાં પાણી પીવા આવી ચડ્યું. શિયાળ અને બગલા વચ્ચે ઓળખાણ થઈ. વાતવાતમાં બંને પાકા ભાઈ બંધ થયાં.
શિયાળ મીઠું મીઠું બોલે પણ એની દાનત હતી ખોરા ટોપરા જેવી. એક દિવસ શિયાળ કહે - બગલાભાઈ ! તમે મારા દોસ્ત થયા. તમને ખીર ભાવે છે ને ? કાલે હું ખીર બનાવી તમારા માટે લેતો આવીશ. તમે પેટ ભરી તે ખાજો. બગલાએ કહ્યું - સારું.
ચાલાક શિયાળ પહોળી તાસકમાં ખીર પીરસીને લઈ આવ્યું. શિયાળે બગલાને કાંઠે બોલાવ્યો. શિયાળ કહે - લો બગલાભાઈ, તમે નિરાંતે ખીર ખાઓ. હું તાસક પકડી રાખું છું !
બગલો ખીર ખાવા ગયો પણ તાસક હતી છીછરી ને બગલાની સીધી અણીદાર ચાંચ એટલે એ ખીર ખાઈ શક્યો નહિ. એ જોઈ શિયાળ મનમાં ને મનમાં મલકાયું.
બગલો મનમાં સમસમી ગયો. એણે કહ્યું - વાહ, શિયાળભાઈ ! તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે ! એની સુંગધથી જ મારું પેટ ભરાઈ ગયું છે. હવે એમ કરો આવતી કાલે તમે મારે ત્યાં જમવા આવજો. હું તમારા માટે તમને ભાવતી બાસુંદી બનાવીને તૈયાર રાખીશ.
જમવાનું આમંત્રણ મળતાં શિયાળ રાજી રાજી થઈ ગયું અને પોતાના ભાગની તેમ જ બગલાના ભાગની ખીર સફાચટ કરી ગયું.
બીજે દિવસે શિયાળ બગલાને ઘેર જમવા પહોંચી ગયું. બગલાએ સાંકડા મોં વાળા બે કૂંજામાં બાસુંદી ભરી તૈયાર રાખી હતી.
બગલો કહે - તમને બાસુંદી ભાવે છે. એટલે મેં બાસુંદી બનાવી છે. લો શિયાળભાઈ ખાવ. આમ કહી બગલાએ શિયાળ પાસે કૂંજો મૂકયો. બીજા કૂંજામાંથી બગલો બાસુંદી ખાવા માંડયો.
શિયાળ બાસુંદી ખાવા ગયું પરંતુ એનું મોં કૂંજામાં પેસી જ ન શક્યું. તે કૂંજો હાથમાં પકડી બગલાને બાસુંદી ખાતો જોઈ જ રહ્યું. બગલાની યુક્તિ શિયાળ સમજી ગયું. એ નરમ અવાજે બોલ્યું - બગલાભાઈ, તમારી બાસુંદીની સુવાસથી જ મારું પેટ ભરાઈ ગયું, હોં ! આમ કહી ઢીલા મોઢે એ જતું રહ્યું.
શિયાળને જતું જોઈ બગલો મનમાં કહે - જેવા સાથે તેવા થઈએ તો જ ગામ વચ્ચે રહેવાય, સમજ્યા !
એક હતો ગોપાલ અને એક હતો મોહન.
મોહન બહુ ભોળો અને ગોપાલ ભારે ચબરાક. બન્ને નિશાળમાં સાથે ભણે. બન્ને ભાઈબંધ હતા. નિશાળમાં રજાના દિવસે બન્ને નજીકના જંગલમાં ફરવા ગયા. મોહનને જંગલમાં ડર લાગવા લાગ્યો.
મોહન કહે - ગોપાલ, મને તો બીક લાગે છે. કોઈ જંગલી જાનવર આપણને ફાડી ખાશે તો ?
ગોપાલ કહે - તું તો સાવ ડરપોક છે. તારી સાથે હું છું તેથી તારે ડરવાની જરા પણ જરૂર નથી.
મોહન ફરી બોલ્યો - પણ ગોપાલ, આપણી પાસે જંગલી જાનવરનો સામનો કરવા કોઈ હથિયાર પણ નથી તેનું શું ?ગોપાલ કહે - હથિયારની શું જરૂર છે ? આપણે બન્ને મોટા અવાજ કરી એને ભગાડી દેશું.
બન્ને મિત્રો આમ વાતો કરતા થોડું આગળ ચાલ્યા ત્યાં અચાનક ગોપાલે સામેથી એક રીંછ આવતું જોયું. ગોપાલનાં બધાં બણગાં હવામાં ઊડી ગયાં. તે તો રીંછને જોતાં જ પોતાના મિત્રની પરવા કર્યા વિના પોતાનો જીવ બચાવવા ભાગ્યો.
ગોપાલ દોડીને પાસેના ઝાડ પર ચડી ગયો. મોહને રીંછને નજીક આવતું જોઈ બૂમ પાડી - મિત્ર, ગોપાલ ! મને બચાવ ! પણ ગોપાલ તો ઝાડની ઊંચી ડાળીએ પહોંચી પાંદડાંની ઘટામાં સંતાઈ ગયો.
મોહનને ઝાડ પર ચઢતાં આવડતું ન હતું. તેને થયું કે હવે કરવું શું ? પણ મોહનને એક ઉપાય મળી ગયો. તે પોતાનો શ્વાસ રોકી જમીન પર મડદાની જેમ સૂઈ ગયો. ના હાલે કે ના ચાલે. થોડી વારમાં રીંછ મોહનની નજીક આવ્યું. તેણે એના શરીરને સૂંઘી જોયું. રીંછને થયું કે આ તો મરેલો જ છે. એટલે તે ત્યાંથી આગળ જતું રહ્યું. ગોપાલે આ જોયું પણ એને ખબર ન પડી કે રીંછ શું કરતું હતું.
રીંછના ગયા પછી ગોપાલ ઝાડ પરથી નીચે ઊતર્યો. એણે મોહનની મજાક કરતાં પૂછ્યું - અલ્યા મોહન ! શું રીંછ તારું સગું થતું હતું કે શું ? એણે તારા કાનમાં શું કહ્યું ?મોહન કહે - રીંછ મને શિખામણ આપી કે મુસીબતમાં સાથ છોડી જાય તેનો કદી વિશ્વાસ ન કરવો.
મોહનનો આવો જવાબ સાંભળીને ગોપાલનું માથું શરમથી નીચું થઈ ગયું.
એક જંગલમાં સિંહ રહેતો હતો.
ઉનાળાના દિવસો હતા. આકરો તાપ હતો. સિંહ ગરમીથી અકળાઈ ગયો હતો. તે ઝાડના છાંયે બેસી ઊંઘતો હતો. એવામાં એક ઉંદર ત્યાં આવી ચડ્યો. સિંહને ઊંઘતો જોઈ તે તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. તેના શરીર પર તે રમવા લાગ્યો.
ઉંદર સિંહની કેશવાળી પકડી ઝૂલા ખાતો હતો. ત્યાં તેની પૂંછડી સિંહના નાકમાં ભરાઈ. તેથી સિંહની ઊંઘ ઊડી ગઈ. તેણે 'હાક.. છી !' કરી છીંક ખાતાં ખાતાં એક ઉંદરને ભાગતો જોયો. તેણે નાસતા ઉંદરની પૂંછડી પોતાના પંજાથી દબાવી દીધી.
ઉંદર ખૂબ ડરી ગયો. તે કરગરીને બોલ્યો - સિંહદાદા આપ જંગલના રાજા છો. મારો એક ગુનો માફ કરી મને છોડી દો. જરૂર પડશે ત્યારે હું એનો બદલો વાળી આપીશ !
સિંહ એ સાંભળી હસી પડ્યો અને બોલ્યો - ઉંદરડા ! નાનકડા જીવડા જેવો તું વળી મને શી મદદ કરવાનો ?
ઉંદરે હાથ જોડી ફરી વિનંતી કરી - સિંહદાદા, એક વખત મને જીવતદાન આપો. તમારો ઉપકાર જિંદગીભર યાદ રાખીશ. આટલું બોલતાં ઉંદરની આંખમાં આંસુ આવી ગયાં. નાનકડા ઉંદરને રડતો જોઈ સિંહને તેની દયા આવી. તેણે ઉંદરને જવા દીધો.
થોડાક દિવસો પછી સિંહને પકડવા શિકારીઓ જંગલમાં ઘૂસી ગયા. તેણે સિંહને પકડવા જાળ પાથરી. પછી જાળને સૂકા પાંદડાંથી ઢાંકી દીધી. સિંહ ત્યાંથી ચાલવા ગયો. પણ તે શિકારીઓએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો. શિકારીઓએ તેને જાળમાં બરાબરનો બાંધીને ઝાડની ડાળીએ લટકાવી દીધો. પછી તેઓ તે સિંહને લઈ જવા માટે એક મોટું પાંજરું લેવા ગયા. સિંહે જાળમાંથી છૂટવાં ઘણાં ફાંફાં માર્યાં પણ કંઈ વળ્યું નહિ ! થાકીને સિંહે ગર્જના કરવા માંડી.
નાનકડા ઉંદરે સિંહની આ ગર્જનાઓ સાંભળી. તે સિંહનો અવાજ ઓળખી ગયો. તરત જ તે સિંહ પાસે દોડી આવ્યો. આવીને જૂએ તો સિંહદાદા ઝાડ ઉપર જાળમાં બંધાયેલા હતા.
ઉંદર બોલ્યો - સિંહદાદા, ધીરજ રાખજો. શિકારીઓ તમને લેવા આવે તે પહેલાં જ હું જાળ કાપી નાખીશ ને તમને બંધનમાંથી છોડાવી દઈશ ! એમ કહી ઉંદર ઝાડ પર સડસડાટ ચડી ગયો. પોતાના તીણા દાંતથી જાળ કાપવા માંડી. કટ … કટ … કટ…જોતજોતામાં તીણા દાંત વડે આખી જાળ કોતરી કાઢી.
જાળ કપાતાં સિંહ ભફાંગ અવાજ સાથે જમીન પર પડ્યો. છુટકારાનો દમ લેતાં તે બોલ્યો - મિત્ર, તારો ખૂબ આભાર. મોટાઈમાં ફુલાઈને તને નાનો જાણી તારી ખોટી અવગણના કરી પણ હવે મને તેનો પસ્તાવો થાય છે.
સિંહની વાત સાંભળી ઉંદરને સંતોષ થયો કે ભલે પોતે નાનો રહ્યો પણ પોતાના પર થયેલા ઉપકારનો બદલો તે બરાબર વાળી શક્યો હતો.
એક ઉંદરડીના નાના બચ્ચાંને સાત પૂંછડી હતી.
ઉંદરડી તેનું બહુ જતન કરતી હતી. એ સાત પૂંછડિયો ઉંદર થોડો મોટો થયો એટલે તેની માએ એને નિશાળે ભણવા મોકલ્યો.
નિશાળમાં છોકરાઓને ઉંદરની સાત પૂંછડીઓ જોઈને રમૂજ થઈ. છોકરાઓ ઉંદરને ખીજવવા લાગ્યા.
ઉંદર સાત પૂંછડિયો ! ઉંદર સાત પૂછડિયો!
છોકરાઓના મોઢે આવું સાંભળી ઉંદર રડતો રડતો ઘેર આવ્યો.
ઉંદરડીએ પૂછયું - બેટા રડે છે કેમ ?
ઉંદર કહે - મા નિશાળમાં મને છોકરાઓ સાત પૂંછડિયો કહીને ખીજવે છે.
ઉંદરડી કહે - બેટા, એમાં રડવાનું ન હોય. જા વાળંદ પાસે જા. એક પૂંછડી કપાવી આવ.
માની વાત સાંભળીને ઉંદર વાળંદ પાસે એક પૂંછડી કપાવી આવ્યો.
ઉંદર બીજે દિવસે નિશાળે ગયો. છોકરાઓ બરાબર પૂંછડીઓ ગણી પાછા ખીજવવા લાગ્યા.
ઉંદર છ પૂંછડિયો ! ઉંદર છ પૂંછડિયો !
ઉંદર નિશાળમાંથી ભાગ્યો અને ઘેર આવી માને કહે - મા મને તો હજુ છોકરાઓ ઉંદર છ પૂંછડિયો કહીને ખીજવે છે.
મા કહે - કાંઈ વાંધો નહિ. જા એક પૂંછડી કપાવી આવ. ઉંદર વળી પાછો એક પૂંછડી કપાવી આવ્યો.
આમ ઉંદર દરરોજ એક પૂંછડી કપાવે. એમ કરતાં ઉંદરને એક જ પૂંછડી રહી. તો પણ નિશાળમાં બધાં છોકરાઓએ ઉંદરને ખીજવ્યો.
ઉંદર એક પૂંછડિયો ! ઉંદર એક પૂંછડિયો !
છોકરાઓથી કંટાળીને ઉંદરે ઘેર આવી માને પૂછ્યા વિના છેલ્લી પૂંછડી જાતે જ કાપી નાખી. પછી અરીસામાં જોયું ને બોલ્યો - હવે મારે પૂંછડી જ નથી. એટલે છોકરાઓ મને ખીજવી નહિ શકે.
બીજે દિવસે ઉંદર નિશાળે ગયો. છોકરાઓને વધારે ગમ્મત પડી. એ તો ઉંદરને ઘેરી વળીને ખીજવવા લાગ્યા.
ઉંદર બાંડો ! ઉંદર બાંડો !
ઉંદર ઘેર આવી માને ફરિયાદ કરી.
ઉંદરડી કહે - બેટા, તારે તારી બધીજ પૂંછડીઓ કપાવી નાખવાની જરૂર ન હતી. બધાં ઉંદરને એક પૂછડી તો હોય જ.
ઉંદર રડતા રડતા બોલ્યો - મા, ગમે તેમ કર, મારે મારી પૂંછડી પાછી જોઈએ છે.
મા વિચાર કરીને કહે - જા તારી કપાયેલી પૂંછડી લઈ આવ તો.
ઉંદરે દોડતા જઈને પોતાના ઓરડામાંથી પૂંછડી લઈ આવી માને આપી.
માએ ખૂબ મહેનત કરી ઉંદરને તેની કપાયેલ પૂંછડી ફરી સરસ રીતે લગાવી આપી અને કહ્યું કે હવે પછી છોકરાંઓને જે બોલવું હોય તે ભલે બોલે પણ તું તેના તરફ બિલકુલ ધ્યાન આપીશ નહિ.
ઉંદરભાઈ તો પછી રોજ નિશાળે જવા લાગ્યા અને ભણવામાં ધ્યાન આપવા લાગ્યા. છોકરાંઓએ થોડા દિવસ ઉંદરને ખિજાવવાની કોશિશ કરી જોઈ પણ ઉંદરે તો તેમના તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહિ એટલે તેમણે પણ ઉંદરને હેરાન કરવાનું છોડી દીધું. ઉંદરભાઈ તો ખૂબ ભણીને પહેલા નંબરે પાસ થઈ ગયા !
એક દેડકો હતો. તે પોતાનાં ચાર બચ્ચાં અને દેડકી સાથે કૂવામાં રહે. દેડકો ખૂબ ખાઉધરો. તે ખાઈ ખાઈ ખૂબ જાડો પાડો થઈ ગયો હતો. તે માનતો કે પોતાનાથી બીજું કોઈ મોટું છે જ નહિ.
દેડકાનાં ચારે બચ્ચાં કૂવાની પાળે રમતાં હતાં. તેમણે દૂરથી ચાલ્યો જતો એક હાથી જોયો. પહેલાં કોઈ દિવસ તેમણે આવું વિશાળકાય પ્રાણી જોયું ન હતું. તેઓ ખૂબ ડરી ગયાં ને કૂવાના પાણીમાં કૂદી પડ્યાં. પોતાની મા દેડકી પાસે જઈ બોલ્યાં, 'મા, મા આજે અમે એક મોટા કાળા પહાડ જેવું પ્રાણી જોયું. તેને લાંબું નાક હતું. મોટા ઝાડના થડ જેવા ચાર પગ હતા. ગાગર જેવું મોટું પેટ હતું'.બચ્ચાંની વાત સાંભળી દેડકો મોટી ફલાંગો ભરતો ત્યાં આવી પહોંચ્યો ને બોલ્યો, 'હોય જ નહિ મારાથી મોટું બીજું કોઈ હોઈ જ ન શકે!'ચારે બચ્ચાં કહે, ' ખરેખર અમે બહુ જ મોટું પ્રાણી જોયું છે.'દેડકાએ પોતાનું પેટ ફુલાવ્યું ને પૂછ્યું, 'આટલું મોટું પ્રાણી?'બચ્ચાં કહે, 'ના બાપા હજુ મોટું.'દેડકાએ ફરી પોતાનું પેટ વધુ ફુલાવ્યું ને કહ્યું, 'આટલું મોટું?'બચ્ચાં કહે, 'ના ખૂબ જ મોટું તેનું પેટ હતું.' દેડકાએ ખૂબ જોર કરી પોતાનું પેટ ફુલાવ્યું.
ચારે બચ્ચાં બોલી ઊઠયાં, 'ના તેનું પેટતો આનાથી ખૂબ જ મોટું હતું.'દેડકો કહે, ' હવે જુઓ હું વધુ પેટ ફુલાવી તમને બતાવું છું કે હું કેટલો મોટો છું.'દેડકી કહે, ' દેડકા રાજા તમે ખોટું જોર કરવાને બદલે આપણાં બચ્ચાંની વાત સમજો તો ખરા?'દેડકો કહે, 'મારા કરતા બીજું કોઈ મોટું હોઈ જ ન શકે.' એમ કહીને તે ફરી ખૂબ જોર કરી પોતાનું પેટ ફુલાવવા લાગ્યો. થોડી વારે મોટા અવાજ સાથે દેડકાનું પેટ ફાટી પડ્યું.
બિચારો દેડકો ! ખોટું અભિમાન કરી પોતાની તાકાત કરતાં વધુ જોર કરવા જતાં પોતાનો જીવ ગુમાવી બેઠો !
એક કૂતરી હતી. કૂતરીને ચાર ગલૂડિયાં હતાં. રહેવા માટે તેની પાસે કોઈ જગ્યા નહોતી. શિયાળો આવી પહોંચ્યો. ખૂબ ઠંડી પડવા માંડી. કૂતરી અને બચ્ચાં ઠંડીમાં ધ્રૂજવા માંડ્યાં. કૂતરીને થયું કે જો રહેવાની કોઈ વ્યવસ્થા નહીં કરું તો બચ્ચાં મરી જશે. નજીકમાં જ એક કૂતરાની બખોલ હતી. કૂતરી કૂતરાને આજીજી કરીને બોલી, ‘ભાઈ, મારાં ગલૂડિયાં ટાઢમાં મરી જશે. બખોલમાં જગ્યા હોય તો બચ્ચાંને રહેવા દો.’કૂતરો ભલો હતો. તે બોલ્યો, ‘બચ્ચાંને પણ લઈ આવ અને તું પણ આવી જા. હું બીજે જાઉં છું. થોડા દિવસ પછી આવીશ. ત્યાં સુધીમાં ટાઢ ઓછી થઈ જશે.’કૂતરો જતો રહ્યો. જોતજોતામાં થોડાં દિવસો વીતી ગયા. ટાઢ પણ ઓછી થઈ ગઈ. એક દિવસ કૂતરો આવી પહોંચ્યોં. કૂતરીને કહ્યું, ‘હવે મારું ઘર ખાલી કરી આપ.’કૂતરીને એ ઘર છોડવું નહોતું. એણે બહાનું કાઢીને કહ્યું, ‘મારાં બચ્ચાં હજી નાનાં છે. એમને લઈને ક્યાં જાઉં? થોડા દિવસ હજી અમને રહેવા દો તો મહેરબાની.’કૂતરો બોલ્યો, ‘ભલે, થોડા દિવસ રહો. પણ હવે પાછો આવું ત્યારે ઘર ખાલી કરી આપજે.’કૂતરો જતો રહ્યો. થોડો સમય વીતી ગયો. એક દિવસ કૂતરો આવી પહોંચ્યો. કૂતરાને દૂરથી આવતો જોઈને કૂતરી બખોલમાંથી બહાર આવી ગઈ. કૂતરો બોલ્યો, ‘હવે તો બચ્ચાં મોટાં થઈ ગયાં ને ?’કૂતરીએ કહ્યું, ‘હા બહુ મોટાં થઈ ગયાં છે. એ ચાર ને હું પાંચમી. ને તું છે એકલો. જરાપણ ડબડબ કરીશ તો જોવા જેવી થશે. માટે છાનોમાનો જતો રહે અહીંથી.’કૂતરો સમજી ગયો કે કૂતરીની દાનત બગડી છે. એણે પોતાનું ઘર પચાવી પાડ્યું છે. એ કંઈ બોલવા જાય ત્યાં તો મોટામોટા ચાર ડાઘીયા કૂતરા બહાર આવ્યા ને ઘૂરકવા માંડ્યા. કૂતરો નિરાશ થઈ ત્યાંથી ચાલતો થયો. ઘર ગુમાવ્યાનું એને બહુ દુઃખ થયું. પણ વધુ દુઃખ તો એને એ વાતનું થયું કે જે કૂતરી પર દયા કરી એ કૂતરીએ જ એનું ઘર આંચકી લીધું. પોતે એના પર ઉપકાર કર્યો પણ એણે કેવો બદલો વાળ્યો.
બીજા ઉપર ઉપકાર કરવા જતી વખતે એ વાત હંમેશા યાદ રાખવી કે આ જગતમાં ઘણા લોકો ઉપકારનો બદલો અપકારથી પણ વાળે છે !
એક વખત પવન અને સૂરજ ચડસાચડસીમાં ઊતરી પડ્યા. પવન કહે, ‘સૂરજ, તારા કરતાં હું બળવાન’.
‘તું બળવાન? હં!’ સૂરજે કહ્યું: ‘મારી આગળ તારી કશી વિસાત નહિ, સમજ્યો?’પવને કહ્યું: ‘ના ના, તારા કરતાં હું ખૂબ બળવાન, બોલ!’આ જ વખતે તેમણે પૃથ્વી પર રસ્તે ચાલ્યા જતા એક મુસાફરને જોયો. તેણે પોતાના શરીરે શાલ લપેટેલી રાખી હતી.
સૂરજે પવનને કહ્યું: ‘પેલા મુસાફરની શાલ આપણા બેમાંથી જે ઉતરાવે તે વધુ બળવાન. બોલ છે કબૂલ?’પવને કહ્યું: ‘મંજૂર!’
‘જા, પહેલી તક તને આપું છું’, સૂરજે પવનને કહ્યું.
‘અરે, હમણાં જ તેની શાલ ઉડાડી દઉં છું. જોજેને!’ પવન બોલ્યો.
પવન મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડવા જોરજોરથી ફૂંકાવા લાગ્યો. પરંતુ પવન જેટલો જોરથી ફૂંકાવા લાગ્યો, મુસાફર એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટીને રાખવા લાગ્યો. આ સંઘર્ષ ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી પવનનો વારો પૂરો ન થયો.
હવે સૂરજનો વારો આવ્યો. સૂરજે હળવેથી પૃથ્વી પર હૂંફાળું સ્મિત વેર્યું. મુસાફરને જરાક ગરમી લાગી. એણે તરત જ શાલની પકડ ઢીલી કરી નાંખી. જેમ જેમ સૂરજનું સ્મિત વધતું ગયું તેમ તેમ પૃથ્વી પર ગરમી વધતી ગઈ. હવે મુસાફરને શાલ ઓઢી રાખવાની જરૂર ન લાગી. તેણે શાલ ઉતારીને પોતાના હાથમાં લઈ લીઘી. પવનને માનવું પડ્યું કે પોતાનાથી સૂરજ બળવાન છે.
ઘણી વખત જે કામ બળથી ન થાય તે કેવળ મીઠડું સ્મિત કરી જાય છે!
એક હતો ખેડૂત. તેને પાંચ દીકરા હતા. તે બધા બળવાન અને મહેનતુ હતા. પણ તેઓ અંદરોઅંદર એકબીજા સાથે લડતા-ઝઘડતા હતા.
ખેડૂતની ઈચ્છા હતી કે પાંચેય દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે. એટલે તે એમને ખૂબ સમજાવતો. પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહિ. તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો.
એ રોજ વિચાર કરતો કે આ છોકરા સંપીને રહે તે માટે શું કરવું જોઈએ? એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો. તેણે પાંચેય દીકરાને પોતાની પાસે બોલાવી કહ્યું: ‘જુઓ આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે છે?’ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડાની એ ભારી હાથમાં લીધી. દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક ખૂબ પ્રયત્ન કર્યો. પરંતુ એમાંથી કોઈ પણ એ ભારી તોડી ન શક્યો.
પછી પેલા ઘરડા ખેડૂતે કહ્યું: ‘ચાલો લાકડાની ભારી છોડી નાખો અને તેની લાકડી એક પછી એક તોડી નાખો.’ દરેકે એક પછી એક લાકડી હાથમાં લીધી અને સરળતાથી તોડી બતાવી.
પછી ખેડૂતે સલાહ આપતાં કહ્યું: ‘એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમકે તે મજબૂત નહોતી. પણ એ જ લાકડીઓ જ્યારે ભારીમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી. તમે પણ પાંચેય જણ સંપથી રહેશો તો મજબૂત બનશો પરંતુ લડી ઝઘડીને અલગ અલગ રહેશો તો કમજોર બનશો.’
એક વખત નદીમાં મોટું પૂર આવ્યું. નદીમાં કેટલીયે ચીજવસ્તુઓ તણાઈને વહેતી જતી હતી. એમાં એક તાંબાનો અને બીજો માટીનો એમ બે ઘડા પણ તરતા તરતા જતા હતા.
તાંબાના ઘડાએ માટીના ઘડાને જોયો અને બોલ્યો, ‘દોસ્ત, તું પોચી માટીનો બનેલો છે, નાજુક છે. તારી ઈચ્છા હોય તો મારી પાસે આવ. તને કંઈ નુકસાન થવાનું હશે તો હું તને બચાવી લઈશ.’
‘મિત્ર, તેં મારા માટે ભલી લાગણી બતાવી તેથી તારો આભાર’ માટીના ઘડાએ કહ્યું અને ઉમેર્યું, ‘પણ તારી તદ્દન નજીક આવવાની મારી હિંમત થતી નથી. તું રહ્યો સખત અને મજબૂત, જ્યારે હું રહ્યો માટીનો – પોચો. ભૂલમાંય આપણે જો અથડાઈ જઈએ, તો મારા તો ચૂરેચૂરા થઈ જાય! તું મારું ભલું ચાહતો હોય તો મારાથી દૂર રહે. એમાં જ મારી ભલાઈ છે.’
આમ બોલતો માટીનો ઘડો હળવે હળવે તરતો તરતો તાંબાના ઘડાથી દૂર દૂર ચાલ્યો ગયો.
એક વખત નગરના મોટા પ્રતિષ્ઠિત વેપારીને ઘેર મોટી રકમની ચોરી થઈ ગઈ. વેપારીએ તે ચોરીની ફરિયાદ કાજી પાસે કરી પરંતુ ઘણી તપાસ કર્યા પછી પણ ચોરી કોણે કરી છે તે ખબર ન પડી ત્યારે તે મામલો અકબરના દરબારમાં આવ્યો.
અકબર બાદશાહે ચોરને શોધી કાઢવાનો હુકમ બીરબલને કર્યો. બીરબલે તે વેપારીને બોલાવ્યો અને પૂછ્યું: ‘તમને કોઈ પર શક છે? શક હોય તો કહી દેજો, ગભરાતા નહીં. તમને તમારું ચોરાયેલું ધન મળી જશે.’વેપારીએ જવાબ દીધો, ‘હજૂર, મારો એવો અંદાજ છે કે મારા નોકરોમાંથી કોઈ એકે આ ચોરી કરી છે. કોઈ બહારના માણસનું આ કામ નથી. પરંતુ મારા ચાર-પાંચ નોકરોમાંથી કોણે ચોરી કરી હશે તે હું કહી શકતો નથી.’બીરબલે સિપાહીને મોકલી તે વેપારીના નોકરોને તેડાવ્યા. જ્યારે ચારેય નોકરો આવી ગયા ત્યારે બીરબલે ચાર એક સરખી લાંબી લાકડીઓમાંથી એક એક લાકડી નોકરોને આપી અને કહ્યું: ‘જુઓ, આ જાદુઈ લાકડી તમારે ચારેયને તમારી પાસે આજ રાત પૂરતી રાખવાની છે.’આમ કહી બીરબલે લાકડીઓ ઉપર મંત્ર ફૂંકવાનો ઢોંગ કર્યો. પછી કહ્યું: ‘કાલે સવારે આવીને તમારે ચારેયે મને સૌ સૌની લાકડી બતાવવાની છે. જેણે ચોરી કરી હતે તેની લાકડી કાલ સવારે એક વેંત લાંબી થઈ જશે. અને જેણે ચોરી નહીં કરી હોય તેની લાકડી એ જ માપની રહેશે.’ આમ કહી બીરબલે ચારેય નોકરોને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા.
હવે બન્યું એવું કે જે ખરેખર ચોર હતો તેણે ઓરડામાં જઈ વિચાર્યું કે મેં ચોરી કરી છે તેથી મારી લાકડી સવાર સુધીમાં એક વેંત લાંબી જઈ જશે. તો હું આ લાકડીમાંથી એક વેંત અત્યારે જ કાપી નાખું તો સવારે મારી લાકડી લાંબી થશે તો બધા નોકરોની જેવડી જ થઈ જશે. આમ વિચારી તે ચોર નોકરે પોતાની લાકડી એક વેંત જેટલી કાપી નાખી.
તે લાકડી ખરેખર જાદુઈ નહોતી. સવારે જ્યારે ચારેય નોકરો પોતાની લાકડી લઈને હાજર થયા ત્યારે બીરબલે બધી લાકડી સાથે રાખી ને માપી અને તેણે તરત જ કહી દીધું કે આ એક વેંત નાની લાકડીવાળા નોકરે જ ચોરી કરી છે. નોકરની ચોરી પકડાઈ ગઈ હતી. તે હવે સજા મળવાના ભયથી ગભરાઈ ગયો. તેણે ચોરીની બધી વાત કબૂલ કરી લીધી. આમ બીરબલની ચતુરાઈને કારણે સાચો ચોર પકડાઈ ગયો અને વેપારીને તેનું ધન પાછું મળી ગયું અને ચોરને સજા થઈ.
એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. તેમાંના ત્રણ ખૂબ ભણીને વિદ્વાન થયા હતા. આમ તો તેઓ જ્ઞાનનો ભંડાર હતા પણ તેમનામાં સામાન્ય સમજદારીનો તદ્દન અભાવ હતો. ચોથો મિત્ર કંઈ ખાસ ભણ્યો ન હતો પણ તેનામાં સામાન્ય સમજ ઘણી હતી.
એક દિવસ ચારે મિત્રો પોતપોતાનું નસીબ અજમાવવા રાજાની રાજધાની તરફ જવા નીકળ્યા. રસ્તામાં એક જંગલ આવતું હતું. તેઓ હસી-મજાક કરતા જંગલમાંથી પસાર થતા હતા. અચાનક તેમની નજર એક ઝાડ નીચે પડેલાં હાડકાંના ઢગલા પર પડી. ચારેય મિત્રો ધીરે ધીરે ચાલતા હાડકાંના ઢગલા પાસે પહોંચ્યા. તેઓને થોડો ડર પણ લાગ્યો. પેલા વિદ્વાન મિત્રોમાંના એકે તો હાડપિંજરને બરાબર ધ્યાનથી જોયું પછી બોલ્યો: ‘આ કોઈ સિંહનાં હાડકાં લાગે છે. હું મારી વિદ્યાના બળે આ હાડકાને એકબીજાં સાથે ગોઠવી મરેલા સિંહનું હાડપિંજર તૈયાર કરી આપી શકું તેમ છું.’ એમ કહી તેણે સિંહનું હાડપિંજર તૈયાર કર્યું.
હાડપિંજર જોઈને બીજા વિદ્વાન મિત્રે કહ્યું: ‘મારી વિદ્યાથી હું આમાં લોહી, માંસ-મજ્જા ભરી દઉં અને તેની પર ચામડી મઢી દઉં!’ એમ કહી તેણે હાડપિંજરને લોહી, માંસ-મજ્જા, ચામડીથી તૈયાર કરી દીધું.
આ જોઈ ત્રીજો વિદ્વાન મિત્ર બોલ્યો, ‘મારી વિદ્યાથી આ સિંહને હું જીવતો કરી શકું.’ પેલા ઓછું ભણેલા ચોથા મિત્રે વિચાર્યું કે આ સિંહ જીવતો થશે તો કોઈને છોડશે નહિ. તેણે સૌને ચેતવ્યા કે આ સિંહને જીવતો કરીને આપણે કોઈ ખતરો ઊભો કરવો નથી.
એક વિદ્વાન મિત્ર બોલ્યો, ‘આ મૂર્ખ આપણી વિદ્યાની અદેખાઈ કરે છે. આપણે એનું કાંઈ સાંભળવું નથી.’બીજા બે વિદ્વાન મિત્રો પણ તેની વાત સાથે સંમત થયા. પેલો ચોથો શાણો મિત્ર દોડીને દૂર ઝાડ પર ચઢી ગયો. પેલા ત્રણ વિદ્વાન મિત્રો તેના તરફ હસ્યા. તેની મજાક ઉડાવી.
એક જણ બોલ્યો, ‘સાવ ડરપોક!
બીજો કહે, ‘અદેખો છે અદેખો!’પછી પેલા ત્રીજા વિદ્વાન મિત્રે સિંહમાં પ્રાણ પૂર્યો કે તરત સિંહ આળસ મરડીને ઊભો થયો અને ત્રાડ પાડી. પાસે જ ઊભેલા પેલા ત્રણ વિદ્વાન મિત્રો પર સિંહ તૂટી પડ્યો અને તેમને ફાડી ખાધા. ઝાડ પર ચડી ગયેલા પેલા ચોથા મિત્રને તેની સામાન્ય બુદ્ધિ અને ડહાપણે બચાવી લીધો.
આપણી પાસે જે કોઈ જાણકારી કે જ્ઞાન હોય તેનો વગર વિચારે ઉપયોગ ન કરવો જોઈએ.
એક વખત જંગલના રાજા સિંહને મનમાં અભિમાન આવ્યું કે આ આખા જગતમાં મારા જેવો બીજો કોઈ બળિયો નથી.
એક દિવસ તેને એક મચ્છર સામે મળ્યો. મચ્છરને સિંહના અભિમાનની ખબર હતી. મચ્છરે વિચાર્યું કે આજે મોકો છે. લાવ સિંહનું ખોટું અભિમાન ઉતારું.
મચ્છરે સિંહને કહ્યું, ‘ઓ વનરાજ, તમારામાં હિંમત હોય તો મારી સાથે લડવા આવી જાઓ.’ વનરાજે જવાબ ન આપ્યો એટલે સિંહને ખીજવવા લાગ્યો, ‘કેમ મારાથી ગભરાઈ ગયાને? સિંહ બીકણ, સિંહ બીકણ.’
‘જા, જા, તારા જેવા જંતુ સાથે કોણ લડે? તારા જેવા મગતરાં સાથે લડવામાં મારી શોભા નહિ.’ સિંહે કહ્યું.
મચ્છર કહે, ‘ખોટું અભિમાન કરવાનું રહેવા દો. ખરી હિંમત હોય તો સામે આવો.’મચ્છરનું મહેણું સાંભળી સિંહ તો ખિજાયો અને ત્રાડ પાડતો મચ્છર સામે ધસ્યો. મચ્છર ગણગણ કરતો સિંહના નાકની અંદર જઈ બેઠો ને ત્યાં તેને ચટકા ભરવા લાગ્યો. સિંહ ખૂબ ખિજાયો. તેણે પોતાના નાક ઉપર પંજો માર્યો. મચ્છર તો ઊડી ગયો પણ પંજો પોતાના જ નાક પર લાગ્યો. સિંહ વધુ ખિજાયો. ફરી પાછો મચ્છર નાક પર આવી બેઠો ને વળી સિંહે પંજો માર્યો. મચ્છર ઊડી ગયો. ફરીથી સિંહને જ વાગ્યું. નાક તો લાલ ચોળ થઈ ગયું.
સિંહ ગુસ્સાથી પાગલ થઈ ગયો. તેણે મોટી ત્રાડ પાડી, પંજો પછાડ્યો ને પૂછડું જોરથી ઉછાળ્યું. પણ પેલો મચ્છર તો હળવેથી તેના મોં પર બેઠો ને ચટ દઈને કરડ્યો.
ધીમેથી તેના કાનમાં પેઠો ને ચટ દઈને કરડ્યો. ધીમેથી તેના પૂંછડા પર બેઠો ને ચટ દઈને કરડીને ઊડી ગયો. બિચારો સિંહ! મચ્છરને ભગાડવા પૂછડું જોર જોરથી પછાડે કે જેથી મચ્છર મરી જાય પણ થાય ઊંધું. છેવટે પોતાને જ વાગે.
આખરે સિંહ થાકી ગયો. તેણે મચ્છરને કહ્યું, ‘ભાઈ, તારાથી હું હાર્યો. કબૂલ કરું છું કે તું મારાથી બળિયો છે.’સિંહને આમ કરગરતો જોઈ મચ્છરને ખૂબ મજા પડી. સિંહને ફરતાં બે ચાર ચક્કર લગાવી તે ઊડી ગયો. મચ્છર ગયો તેથી સિંહને નિરાંત થઈ.
ઘણી વખત નાના મગતરાં પણ મહારથીને નમાવી શકે છે.
એક કાચબો શાંતિથી ધીમે ધીમે ચાલતો જતો હતો. ત્યાં સસલાનું એક ટોળું તેની પાસેથી નાચતું કુદતું નીકળ્યું. તેમાંથી એક સસલાએ પાછા વળી કાચબાની મશ્કરી કરતાં કહ્યું, ‘કાચબાભાઈ તમે કેવા ઠચૂક ઠચૂક ચાલો છો. અમને પણ તમારા જેવી ચાલ શીખવોને!’કાચબાએ અગાઉ ઘણાં સસલાં જોયા હતા. એને ખબર હતી કે સસલાં કોઈ કામ ચીવટથી કરી શકતા નથી. તેઓ બેદરકાર ને ઉંઘણશી હોય છે. આથી તેણે વટથી કહ્યું, ‘સસલાભાઈ! મારી ચાલ ભલે ઠચૂક હોય તો પણ તમારા જેવા દોડવીરને પણ દોડવાની હરીફાઈમાં હરાવી શકું તેવો છું સમજ્યા!’આ બંનેની વાત ત્યાં ઊભેલા એક શિયાળે સાંભળી. તેણે સસલાને પાનો ચડાવતાં કહ્યું, ‘અરે સસલાભાઈ! આ કાચબાએ તમારા જેવા દોડવીરને પડકાર ફેંક્યો છે છતાં તમે ચૂપ કેમ છો?’સસલાએ કાચબાને કહ્યું, ‘ચાલો આપણે બન્ને શરત લગાવીએ. દોડવાની હરીફાઈમાં કોણ જીતે છે?’કાચબો તરત બોલ્યો, ‘ચાલો અત્યારે જ કરીએ ફેંસલો. હું તમારી સાથે હરીફાઈમાં દોડવા તૈયાર છું!’બીજાં બધાં સસલાંઓ દોડ હરીફાઈ જોવા ભેગાં થઈ ગયાં. સસલાએ ઊંચા થઈ દૂર દૂર રહેલો એક ખડક બતાવી કહ્યું, ‘કાચબાભાઈ સામે દેખાતા ખડક પાસે પહેલું પહોંચે તે જીત્યું ગણાશે.’કાચબાએ કહ્યું, ‘એ બરાબર છે.’ કાચબો અને સસલો દોડવા માટે ઊભા રહી ગયા.
શિયાળે ઝંડો ફરકાવી દોડ હરીફાઈ શરૂ કરાવી. કાચબો માંડ્યો ઠચૂક ઠચૂક ચાલવા. સસલો માંડ્યો ઝડપથી દોડવા. થોડી વારમાં જ સસલો તો ઘણે દૂર પહોંચી ગયો. સસલાને થયું, ‘કાચબાને આટલે સુધી પહોંચતાં ઘણી વાર થશે તેથી લાવ જરા આરામ કરી લઉં.'સસલો ઝાડ નીચે બેઠો. ઠંડો પવન વાતો હતો. ત્યાં તેને ઊંઘ આવી ગઈ.
થોડી વારે સસલો ઊંઘમાંથી જાગ્યો. જુએ છે તો પેલા દૂરના ખડક પાસે કાચબો જઈને ઊભો હતો. સસલો શરમાઈ ગયો. તેણે કાચબા પાસે જઈ પોતાની હાર કબૂલી લીધી.
કાચબાએ કહ્યું, 'સસલાભાઈ જુઓ મેં ઠચૂક ઠચૂક ચાલીને ભલે શરત જીતી લીધી પણ તમે જો ચીવટ રાખી હોત અને કામના વખતે ઊંઘવાનું ટાળ્યુ હોત તો તમે જીતી ગયા હોત. હું કંઈ તમારા જેટલી ઝડપે થોડો દોડી શકવાનો હતો. આ તો તમારી બેદરકારીએ મને જિતાડ્યો છે!'શિયાળ કહે, ‘ઉતાવળા સો બહાવરા ધીરા સો ગંભીર એ વાત સાચી છે.’
કલવો કાગડો આખો દિવસ ગામ આખાનાં દરેક ઘરેથી લાગ જોઈને ખાવાનું લઈ આવે. પછી નદીને કિનારે ઝાડ પર બેસી નિરાંતે ખાય.
તે દરરોજ બગલાને માછલાં પકડતાં જુએ. ક્યારેક બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે.
થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા. બગલો દરરોજ ઊંચે ઊડે. પાણીમાં જુએ. માછલું દેખાય કે સરરર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે. બગલાને મોટી પાંખ, લાંબી ચાંચ અને જોર ઘણું એટલે સહેલાઈથી તે આ કામ કરે.
એક દિવસ કાગડાને વિચાર આવ્યો કે ‘હું પણ બગલાની જેમ માછલાં પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે. નદીને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની ગરજ મટે.’ એવું વિચારી કાગડો આકાશમાં ઊડ્યો. પાણીમાં નજર કરીને જુએ તો નીચે છીછરા, કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડા માછલાં દેખાયા એટલે ઊંચા પગ કરી, હતું એટલું જોર કરી પાણીમાં પડ્યો.
છીછરા પાણીમાં પડતાં વેંત તેની ચાંચ ચીકણી શેવાળમાં ફસાઈ ગઈ. મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયાં. પૂંછડી પાણી બહાર રહી ગઈ અને ઊંધા માથે પટકાયેલા કાગડાભાઈ તરફડવા લાગ્યા. કલવા કાગડાને તરફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેને પૂંછડીએથી પકડી બહાર ખેંચી કાઢ્યો.
કલવો કાગડો શરમાઈ ગયો. બગલો જતાં જતાં કહેતો ગયો કે,કરતા હોય સો કીજિયે ઓર ન કીજિયે કગ
માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ
કલવાભાઈને છેવટે સમજ પડી કે કોઈનું આંધળું અનુકરણ એ મૃત્યુનું કારણ બની શકે છે.
એક કૂતરો હતો. તે ભારે લાલચુ અને ઝઘડાખોર હતો. ઘણી વખત પોતાનાથી નબળા કૂતરા પાસેથી ખાવાનું પડાવી લેતો. એક દિવસ તેણે એક રોટલો મળ્યો ને તે રાજી રાજી થઈ ગયો. તેણે રોટલો મોંમાં લીધો. તેને થયું, ‘થોડે દૂર જઈને નિરાંતે રોટલો ખાઈશ.’ તે ભાગ્યો અને દોડતો દોડતો ગામના છેવાડે પહોંચી ગયો. ત્યાં નદી વહેતી હતી.
વધુ સલામત જગાએ પહોંચવા તે નદી ઓળંગીને સામેના કિનારે જવા તૈયાર થયો. કૂતરાની નજર નદીના પાણીમાં ગઈ. તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. પ્રતિબિંબ જોઈને તેને લાગ્યું કે નીચે બીજો કૂતરો ઊભો છે અને તેના મોંમાં પણ રોટલો છે.
બીજા કૂતરાના મોમાં રોટલાને જોઈને તેને લાલચ થઈ આવી કે ‘લાવ આ કૂતરાનો પણ રોટલો પડાવી લઉં તો મને બે રોટલા ખાવા મળે.’ એવું વિચારી બીજા કૂતરાને બીવડાવવા માટે ભસવા તેનું મોં ખોલ્યું કે તેના મોંમાંથી રોટલો નદીના ઊંડા પાણીમાં પડી ગયો.
કૂતરાને ભાન થયું, ‘આ તો મેં ખોટું કર્યું. બીજાનો રોટલો ઝૂંટવવા જતાં મેં મારો રોટલો પણ ગુમાવ્યો.’સાચી વાત છે કે લાલચનું પરિણામ ખરાબ જ આવે.
એક વરુ હતું. એક દિવસ તે શિકાર કરીને ખાતું હતું ત્યારે ઉતાવળમાં તેના ગળામાં નાનું હાડકું ફસાઈ ગયું. એણે હાડકાને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ હાડકું બહાર નીકળ્યું નહિ.
તેને થયું કે જો આ હાડકું નહિ નીકળે તો હું ભૂખ અને તરસથી મરી જઈશ! તે જંગલનાં બધાં પ્રાણીને કહેવા લાગ્યું, ‘મારા ગળામાંથી હાડકું કાઢી આપો ને?’પણ બધાં પ્રાણીઓએ એને કહ્યું કે અમે નહિ કાઢી આપીએ.
વરુને ગળામાં ખૂબ જ દુઃખવા લાગ્યું. તે બરાડા પાડતું નદી કિનારે આવી પહોંચ્યું. ત્યાં એક બગલો ઊભો હતો.
વરુએ બગલાને કહ્યું,‘બગલાભાઈ, મારા ગળામાં ફસાયેલ હાડકું કાઢી આપો, હું તમને મોટું ઈનામ આપીશ.’વરુ પોતાનું મોં ખલ્લું રાખીને બેઠો હતો. બગલાભાઈએ ઈનામની લાલચે વરુના મોંમા તેની ચાંચ નાખી ખૂબ મહેનત કરીને વરુના ગળામાંથી હાડકું બહાર કાઢ્યું. વરુને રાહત થઈ.
બગલો કહે, ‘વરુભાઈ, મને મારું ઈનામ આપી દો.’વરુ ઘૂરક્યો, ‘અલ્યા બગલા! તું ઈનામથી વાત ભૂલી જા. મારા મોંમાંથી કોઈ બચ્યું છે ખરું ? તારી ડોક મારા મોમાં હતી તોય હું તને મારીને ખાઈ ન ગયો એટલે તારે મારો આભાર માનવો જોઈએ. તું બચી ગયો છે, આથી વધુ સારું ઈનામ હું તને બીજું શું આપું, બોલ?’બગલો શું બોલે? મોં વકાસીને બેસી રહ્યો. વરુ ત્યાંથી જતું રહ્યું.
હાથીને શેરડી બહુ ભાવે. એક દિવસ હાથી શેરડીના ખેતરે પહોંચી ગયો. ખેતરનો માલિક ઘસઘસાટ ઊંઘી ગયો હતો. હાથીએ પેટ ભરીને શેરડી ખાધી. હાથીએ હાથણી માટે શેરડીનો ભારો પોતાની પીઠ પર લીધો.
દૂરથી શિયાળે હાથીને આવતો જોયો. તેની પાસેનો શેરડીનો ભારો જોઈ શિયાળને પણ શેરડી ખાવાનું મન થયું.
થોડીવારમાં હાથી શિયાળ પાસે આવી ગયો. શિયાળે દયામણો અવાજ કાઢી કહ્યું, ‘અરે ઓ હાથીભાઈ, તમે ખૂબ દયાળુ છો. મને થોડી મદદ કરશો?’હાથી કહે, ‘બોલ, તારે મારી શી મદદ જોઈએ છે?’શિયાળ કહે, ‘હું ખૂબ બીમાર છું. મને તમારી પીઠ પર બેસાડી આગળના રસ્તે ઉતારી દેજો.’હાથી કહે, ‘એમાં શી મોટી વાત છે. એક કરતાં બે ભલા.’ કહી શિયાળને પોતાની પીઠ પર બેસાડી દીધો. શિયાળ હાથી ઉપર બેસી શેરડી ખાવા લાગ્યું. શેરડીના સાંઠા ખાલી થતા ગયા તેમ શિયાળે રસ્તામાં આવતા ઝાડની ડાળીઓ કાપતો ગયો. ને તેને શેરડીના સાંઠાની જગ્યાએ મૂકતો ગયો. શિયાળે ધરાઈને શેરડી ખાધીને કેટલીય શેરડી બગાડી.
શિયાળને તેના રહેઠાણ પાસે ઉતારી હાથી પોતાના ઘેર ગયો. ને હાથણીને કહે, ‘લે તારા માટે શેરડીના સાંઠા લાવ્યો છું.’ કહી પોતાની પીઠ પરથી ભારો નીચે નાખ્યો. હાથણી કહે, ‘આ શેરડી નહિ પણ બળતણ માટેનાં સાંઠીકડાં છે.’ હાથી કહે, ‘હું તો શેરડી લાવ્યો છું. પણ હા, આ પેલા લુચ્ચા શિયાળનું કામ છે. તે મને છેતરી ગયો છે.’શિયાળને પાઠ ભણાવવા હાથીએ મધમાખીની રાણી પાસે જઈ બધી વાત કરી. મધમાખીની રાણીએ મધપૂડાઓની બધી માખીઓ એક મોટી થેલીમાં ભરી. હાથીને આપતાં રાણી બોલી, ‘આ થેલી તમારી પીઠ પર મૂકજો, એટલે લાલચુ શિયાળ થેલી જોઈને લલચાશે.’હાથીએ મધમાખીથી ભરેલી થેલી પીઠ પર મૂકી. તે શિયાળના રહેઠાણ પાસે પહોંચ્યો. શિયાળ હાથીને અને તેની પીઠ પરની થેલી જોઈને ખુશ થઈ ગયો. પહેલાની માફક જ તે ફરી હાથીની પીઠ પર જઈ બેઠો. તેને થયું થેલીમાં ગોળ હશે. શિયાળે થેલીના મોંની દોરી ખોલી ખાવા માટે હાથ નાખ્યો. ઘણા લાંબા સમયથી અંદર પુરાયેલ મધમખીઓ ફુવારાની જેમ થેલીમાંથી ઊડીને ડંખ દેવા લાગી. શિયાળે પીડાથી બૂમો પાડી, ‘હાથીભાઈ મને જલદી નીચે ઉતારો, મારી ભૂલ થઈ ગઈ. હવે ક્યારેય પણ ચોરી નહિ કરું.’ હાથી નીચે બેઠો એટલે શિયાળ પીઠ પરથી ઊતરી ગયો.
હાથી કહે, ‘ચાલ્યો જા અહીંથી. ક્યારેય પાછો આવીશ નહિ.’હાથીએ મધમાખીઓનો આભાર માન્યો ને તે પોતાને ઘેર ગયો.
એક કાગડો હતો. ઉનાળાના દિવસોમાં ઊડતો ઊડતો તે ઘણે દૂર નીકળી ગયો. એવામાં તેને બહુ જ તરસ લાગી. તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો. આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા.
પાણીની શોધમાં તે આમતેમ ભટકવા માંડ્યો. ઘણી શોધ કરવા છતાં તેને પાણી મળ્યું નહિ.
અચાનક તેની નજર એક કોઠી પર પડી. તેના આનંદનો પાર ન રહ્યો. ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો. તેને થયું મહેનતનું ફળ મળ્યું ખરું!
જુએ તો કોઠીમાં પાણી તો હતું પણ ઠીક ઠીક નીચે હતું. તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહિ.
પાણી પીવા તેણે ઘણી મહેનત કરી. ખૂબ ઊંચો નીચો થયો,પરંતુ બધી જ મહેનત નકામી ગઈ.
પણ તે હિંમત ન હાર્યો. ખંતથી કામ લેવાનું તેણે નક્કી કર્યું. કોઈપણ યુક્તિ કરીને તરસ છીપાવવી એમ તેણે વિચાર્યું.
તે ચતુર હતો. તેણે આજુબાજુ નજર કરી. બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો તે જોઈને તે મનમાં હરખાયો. તેને યુક્તિ સૂઝી ગઈ.
જો કે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી. તરસે મરવા કરતાં મહેનત કરવી સારી એમ વિચારી તેણે ઢગલામાંથી ચાંચથી કાંકરો ઉપાડ્યો. કાંકરાને કોઠીમાં નાખ્યો. તેણે વારાફરતી ઊડી ઊડીને કાંકરા કોઠીમાં નાખવા માંડ્યા.
કોઠીમાં કાંકરા જેમ જેમ પડતા ગયા. તેમ તેમ કોઠીનું પાણી ઊંચે આવતું ગયું. પાણી છેક કાંઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાંકરા નાંખ્યા.
કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું. પેટ ભરીને પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઊડી ગયો.
જ્યાં ચતુરાઈ અને મહેનત બન્ને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ અઘરું રહેતું નથી.
એક જંગલ હતું. એ જંગલમાં એક શિયાળ ગુફા બનાવીને રહેતું હતું. શિયાળ દિવસે શિકાર કરવા જંગલમાં રખડે ને સાંજે ગુફામાં આવીને સૂઈ રહે.
એક દિવસ શિયાળ ગુફાની બહાર ગયું હતું ત્યારે એક અજાણ્યો સિંહ ફરતો ફરતો શિયાળની ગુફા પાસે આવ્યો. તે ભારે આળસુ હતો. તેણે વિચાર કર્યો. ‘અત્યારે હું ગુફામાં બેસી જાઉં. જેની ગુફા હશે તે આવશે એટલે તેને ખાઈ જઈશ.’ સિંહ ગુફામાં જઈ બેસી ગયો.
સાંજે શિયાળ આવ્યું. એણે માટીમાં ગુફા તરફ જતાં સિંહના પગલાંની છાપ જોઈ. તેણે વિચાર્યું કે સિંહના પગલા ગુફામાં જતાં દેખાય છે પણ બહાર નીકળતાં પગલાં દેખાતાં નથી. માટે સિંહ ગુફામાં જ છે. શિયાળ ચેતી ગયું. તેણે નક્કી કર્યું, ‘અત્યારે ગુફામાં જવાય નહિ.’આથી શિયાળ ગુફાથી થોડે દૂર જઈને બેઠું. થોડીવાર સુધી કોઈને બહાર નીકળતા જોયું નહિ, એટલે તેણે એક યુક્તિ કરી. ગુફાને કહેતું હોય તેમ શિયાળ બોલ્યું, ‘ગુફા રે ગુફા! આજે કેમ બોલી નહિ? રોજ તો હું આવું ત્યારે તું બોલે છે કે આવો! આવો! આજે તને શું થયું છે? તું નહિ બોલે તો હું પાછું ચાલ્યું જઈશ.’સિંહ વિચારમાં પડ્યો, ‘ગુફા રોજ શિયાળને આવકાર આપતી હશે પરંતુ આજે મારી બીકને લીધે ગુફા બોલતી નથી. તો લાવ ગુફાને બદલે હું જ બોલું. નહિ બોલું તો હાથમાં આવેલો શિકાર જતો રહેશે’ એટલે સિંહ બોલ્યો, ‘આવો! આવો!’સિંહનો અવાજ સાંભળી શિયાળને ખાતરી થઈ ગઈ કે તેનું અનુમાન સાચું છે. તેથી તે ત્યાંથી ઊભી પૂછડિયે ભાગ્યું.
થોડીવાર થઈ. શિયાળ ગુફામાં આવ્યું નહિ. એટલે સિંહ ગુફામાંથી બહાર આવ્યો. જોયું તો શિયાળ દેખાયું નહિ. આમ સિંહ ભૂખ્યો રહ્યો. સિંહને ખોરાકની શોધમાં આખરે ગુફા છોડવી પડી. શિયાળની યુક્તિ સફળ થઈ. શિયાળ બચી ગયું.
શિયાળ બોલ્યું, ‘જે ચેતીને ચાલે એને પસ્તાવાનો વારો કદી ન આવે.’
એક પંડિતજી હતા. તે ભારે દયાળુ હતા. એક દિવસ તે બહારગામ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં જંગલ આવ્યું. જંગલમાં એમણે પાંજરામાં પુરાયેલો સિંહ જોયો.
સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી, ‘હે પંડિતજી! તમે તો દયાળુ છો. મને પીંજરામાંથી બહાર કાઢો. તમને હું સોનામહોરથી ભરેલી થેલી આપીશ!’પંડિતજીને થયું, સોનામહોરથી ભરેલી થેલી! વાહ! મારું નસીબ ઊઘડી ગયું. પંડિતજીએ લાંબો વિચાર કર્યા વિના સિંહને પાંજરામાંથી બહાર કાઢ્યો. બહાર નીકળ્યો એટલે સિંહ કહે, ‘મને ભૂખ લાગી છે. હવે હું તમને ખાઈ જઈશ.’પંડિતજી બહુ કગરર્યા પણ સિંહ કહે, ‘ના હું તો તમને ખાઈશ.’ એટલામાં ત્યાં એક શિયાળ આવ્યું. પંડિતજીએ બધી વાત તેને કરી, પોતાનો ન્યાય કરવા કહ્યું.
શિયાળ કહે, ‘ન્યાય કરવો ખૂબ અઘરો છે. તમે મને સમજાવો કે સિંહ પહેલાં ક્યાં હતો ને પંડિતજી તમે ક્યાં હતાં?’આવું સાંભળી સિંહ કૂદકો મારી પાંજરામાં જઈ ઊભો રહ્યો ને બોલ્યો, ‘હું પહેલા અહીં ઊભો હતો.’પંડિતજીએ સિંહને પાંજરાંમાંથી કઈ રીતે બહાર કાઢ્યો તે સમજાવ્યું. શિયાળે પાંજરા પાસે જઈ તેનો દરવાજો બંધ કરી દીધો ને બોલ્યું, ‘સિંહરાજ તમે પાંજરામાં હતા ત્યારે આમ જ દરવાજો બંધ હતો ને?’સિંહે કહ્યું, ‘હા.’શિયાળ બોલ્યું, ‘પંડિતજી તમે હવે આગળ ચાલવા માંડો. સિંહ ઉપર તમે ઉપકાર કર્યો છતાં તે તમને મારી નાખવા તૈયાર થયો તેથી સિંહરાજ પાંજરામાં જ સારા’ એમ કહીને તે પણ જંગલમાં જતું રહ્યું.
વગર વિચારે જાતે ઊભી કરેલી આફતમાંથી પંડિતજી ઉગરી ગયા.
એક હતો ચકો અને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. ચકલીએ તો એની ખીચડી રાંધી. ચૂલે ખીચડી મૂકી ચકીબાઈ પાણી ભરવા ગઈ. ચકલાને એ કહેતી ગઈ :
‘જરા ખીચડીનું ધ્યાન રાખજો. દાઝી ન જાય.’ચકલો કહે : ‘ઠીક.’ચકી ગઈ પછી ચકલાને ભૂખ લાગી. ખીચડી કાચીપાકી હતી તો ય ચકાભાઈ ખાઈ ગયા. ખાધા પછી ચકલી ખીજાશે એવો ડર લાગ્યો એટલે ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂઈ ગયા.
ચકીબાઈ પાણી ભરીને આવ્યા અને જૂએ તો ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂતા હતા. ચકીએ પૂછ્યું : ‘કેમ ઠીક નથી ?’ચકો કહે : ‘મારી તો આંખો દુઃખે છે એટલે હું આંખે પાટા બાંધીને સૂતો છું.’ચકી પાણીનું બેડું ઉતારી રસોડામાં ગઈ. તપેલું નીચે ઉતાર્યું અને જોયું તો તેમાં ખીચડી ન મળે !
ચકી કહે : ‘ચકારાણા, ચકારાણા ! આ ખીચડી કોણ ખાઈ ગયું ?’ચકો કહે : ‘મને તો કંઈ ખબર નથી. રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો હશે.’ચકલી તો ગઈ રાજાની પાસે ફરિયાદ કરવા ગઈ. જઈને કહે :
‘રાજાજી, રાજાજી ! તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો.’રાજા કહે : ‘બોલાવો કાળિયા કૂતરાને. ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો ?’કૂતરો કહે : મેં ચકલીની ખીચડી ખાધી નથી. ચકાએ ખાધી હશે ને ખોટું બોલતો હશે.’ચકો આવ્યો ને કહે : ‘મેં ખીચડી નથી ખાધી. કૂતરાએ ખાધી હશે.’રાજા કહે : ‘એલા સિપાઈ ક્યાં છે ? આ ચકલાનું અને કૂતરાનું બેઉનું પેટ ચીરો, એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે.’કૂતરો કહે : ‘ભલે, ચીરો મારું પેટ; ખાધી હશે તો નીકળશે ને ?’પણ ચકલો બી ગયો. ખીચડી તો એણે જ ખાધી હતી. એ તો ધ્રૂજવા લાગ્યો અને બોલ્યો : ‘ભાઈસા'બ ! ખીચડી મેં ખાધી છે. હું ખોટું બોલ્યો હતો. મારો ગુનો માફ કરો.’રાજા તો ખિજાયો એટલે એણે ચકલાને કૂવામાં નંખાવ્યો.
ચકલી તો કૂવા ઉપર બેઠી બેઠી રોવા માંડી. ત્યાં ગાયોનો ગોવાળ નીકળ્યો. ચકી કહે :
એક હતો વાણિયો.
એક નાના ગામમાં એની નાની સરખી હાટડી હતી. તેલ વેચવાનો ધંધો કરે. શેઠ પણ પોતે અને નોકર પણ પોતે. બધું કામ જાતે જ કરવાનું. એક વાર બાજુના ગામમાંથી કહેણ આવ્યું કે ‘શેઠ, અમારે થોડું તેલ ખરીદવું છે તો અમને આવીને આપી જાઓ.’
વાણિયાએ તો કેડ પર કંદોરો પહેર્યો, મેલા-ઘેલા ધોતિયાની કાછડી બાંધી, એક હાથમાં તેલભરેલી તાંબડી લીધી, તેમાં તેલનું માપ રાખવાની પળી ભરાવી, બીજા હાથમાં ડાંગ જેવી લાકડી લીધી અને બાજુના ગામ જવાનો રસ્તો પકડ્યો.
બાજુના ગામમાં તેલ વેચી, રોકડા રૂપિયા લઈ એ પાછો આવતો હતો ત્યારે તેને રસ્તામાં ચાર ચોર મળ્યા. વાણિયાને એકલો જોઈ ચોર લોકોને થયું કે આને લૂંટી લેવામાં વાંધો નહિ આવે. એક ચોરે પૂ્છ્યું : ‘કેમ, શેઠ અત્યારે એકલા ક્યાં જાઓ છો ?’
વાણિયો તો ચાર ચોરને જોઈ સમજી ગયો હતો કે હું એકલો છું અને આ લોકો ચાર છે એટલે જો કંઈક યુક્તિ નહિ કરું તો આજે જરૂર લૂંટાઈ જવાનો. પણ એનામાં હિમ્મત જબરી હતી. સાવ બેફિકર થઈને તેણે ડીંગ હાંકી : ‘હું એકલો ક્યાં છું. અમે તો બાર જણા સાથે નીકળ્યા છીએ.’ચોરોને થયું કે ઓહો, આ લોકો બાર જણા હોય તો આપણી કારી નહિ ફાવે. તો ય એક ચોરે પૂછ્યું : ‘અલ્યા, બાર જણ તે કોણ છે ?‘
વાણિયો કહે :
ચોરોને તો કંઈ સમજાયું જ નહિ કે વાણિયો શું કહે છે. તેઓએ તો માન્યું કે વાણિયાની સાથે ઘણાં બધાં જણા છે એટલે તેને લૂંટવા જતાં આપણે જ માર ખાવાનો વખત આવશે. બીને તેઓ ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયા. અને યુક્તિબાજ વાણિયો હસતો હસતો ઘરભેગો થઈ ગયો.
એક હતો વાણિયો પણ તેનામાં સમજણ ઓછી.
વાણિયાની નાની સરખી હાટડી હતી. હાટડીમાં ખારા દાણા, દાળિયા, મમરા, રેવડી ને એવી નાની નાની ચીજો રાખે અને વેંચે. બિચારો સાંજ પડ્યે માંડ માંડ પેટજોગું રળી ખાય. પણ કોક કોક વખત એવાં એવાં કામ કરે કે એને ભલો-ભોળો કહેવો, મૂરખ કહેવો કે ગાંડો કહેવો તેની કોઈને સમજ ન પડે
એક વાર વાણિયાને હિસાબ કરતાં કરતાં બહુ મોડું થઈ ગયું. તે મોડી રાતે હાટડી બંધ કરી ઘેર જતો હતો ત્યારે તેને રસ્તામાં ચોર મળ્યા.
વાણિયો ચોરને કહે : ‘અલ્યા, મોડી રીતે ઈ કોણ છે ?’ચોરો કહે : ‘કેમ ભાઈ ? અમે તો વેપારી છીએ. આમ ટપારે છે શાનો ?’વાણિયો કહે : ’અલ્યા પણ અત્યારે મોડી રાતે ક્યાં ચાલ્યા ?’ચોરો કહે : ‘જઈએ છીએ માલ ખરીદવા.’વાણિયો કહે : ‘રોકડે કે ઉધાર ?’ચોરો કહે : ‘રોકડે ય નહિ ને ઉધારે ય નહિ. અમે તો પૈસા દીધા વિના માલ લઈએ છીએ.’વાણિયો કહે : ‘ત્યારે તો તમારો વેપાર બહુ સારો ! મને પણ તમારી સાથે લેશો ?’ચોરો કહે : ‘ચાલને ભાઈ ! તને ય તે શીખવા મળશે અને ફાયદો થશે.’વાણિયો કહે : ‘એ ઠીક. પણ વેપાર કેમ કરવો એ તો સમજાવો.’ચોરો કહે : ‘લે લખ કાગળમાં કે કોઈના ઘરની પછીતે.’વાણિયાએ તો ગજવામાંથી કાગળ કાઢી લખવાનું શરૂ કર્યું. કહે : ‘લખ્યું, કોઈના ઘરની પછીતે.’ચોરો કહે : ‘લખ, હળવે હળવે કાણું પાડવું.’વાણિયો કહે : ‘લખ્યું, હળવે હળવે કાણું પાડવું.’ચોરો કહે : ‘ધીમે ધીમે ઘરમાં જવું.’વાણિયો કહે : ‘લખ્યું, ધીમે ધીમે ઘરમાં જવું.’ચોરો કહે : ‘લખ, જે જોઈએ તે ભેગું કરવું.’વાણિયો કહે : ‘લખ્યું, જે જોઈએ તે ભેગું કરવું.’ચોરો કહે : ‘ન ધણીને પૂછવું, ન ધણીને પૈસા આપવા.’વાણિયો કહે : ‘લખ્યું, ન ધણીને પૂછવું, ન ધણીને પૈસા આપવા.’ચોરો કહે : ‘લખ, જે મળે તે લઈને ઘરભેગા થઈ જવું.’વાણિયો કહે : ‘લખ્યું, જે મળે તે લઈને ઘરભેગા થઈ જવું.’વાણિયાએ તો ચોરોએ જેમ લખાવ્યું તેમ બરાબર લખ્યું ને લખીને કાગળ ખિસ્સામાં નાખ્યો.
પછી બધા સાથે મળીને ચોરી કરવા ચાલ્યા.
ચોરો એક ઘરમાં ચોરી કરવા ગયા તો વાણિયો તેની બાજુવાળાના ઘરમાં ચોરી કરવા ગયો.
ચોરો તો ફટાફટ પોતાનું કામ પતાવી રવાના થઈ ગયા પણ વાણિયાને જરાય ઉતાવળ નહિ. તેણે તો શાંતિથી પોતાના ખિસ્સામાંથી કાગળ કાઢી દીવાસળીનું અજવાળું કરી બરાબર ધ્યાનથી વાંચ્યો. તેમાં લખ્યું હતું :-
કોઈના ઘરની પછીતે
હળવે હળવે કાણું પાડવું
ધીમે ધીમે ઘરમાં જવું
જે જોઈએ તે ભેગું કરવું
ન ધણીને પૂછવું ન ધણીને પૈસા આપવા
જે મળે તે લઈને ઘરભેગા થઈ જવું
વાણિયા તો બરાબર કાગળમાં લખ્યા પ્રમાણે કર્યું. પહેલા પછીતે કાણું પાડ્યું, પછી હળવે હળવે ઘરમાં ગયો. પછી એક કોથળો શોધી તેમાં પિત્તળના નાના મોટા વાસણો શાંતિથી ભરવા લાગ
એક હતો કાગડો.
કાગડો સ્વભાવે મોજીલો અને આનંદી. એને તો દરેક વાતમાં મજા આવે. એક વાર કોઈ કારણસર રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયો. રાજાએ તો પોતાના માણસોને બોલાવી કહ્યું ; ‘જાઓ; આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો.’ કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં પડ્યા પડ્યા આનંદથી ગાવા લાગ્યા :
લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ
લપસણું કરતાં શીખીએ છીએ
રાજા અને તેના માણસો નવાઈ પામ્યા કે લે આ કાગડો તો કેવો છે ? ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોંટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે ?રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો : ‘જાઓ; નાખો આ કાગડાને કૂવામાં. ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય.’માણસોએ કાગડાને ઊંચકીને કૂવામાં ફેંકી દીધો. પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા :
કૂવામાં તરતાં શીખીએ છીએ ભાઈ
કુવામાં તરતાં શીખીએ છીએ
રાજા કહે : ‘હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈએ.’પછી તેણે તો કાગડાને કાંટાથી ભરેલાં એક પીંજરામાં નખાવી દીધો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી આનંદી સૂરમાં ગાવાનું શરૂ કર્યું :
કૂંણા કાન વીંધાવીએ છીએ ભાઈ
કૂંણા કાન વીંધાવીએ છીએ
રાજા કહે : આ કાગડો તો ભાઈ ભારે જબરો છે ! ગમે તે દુઃખમાં એને નાખો પણ તેને કોઈ દુઃખ થતું જ નથી. ચાલો જોઈએ, એને સુખ થાય એવા ઠેકાણે નાખીએ એટલે એ કદાચ દુઃખી થઈ જશે.
પછી કાગડાભાઈને આંબાની ડાળે કોયલ ટહુકા કરતી હતી તેની બાજુમાં પાંજરે પૂરી મૂકાવ્યા. કાગડાભાઈને તો તે પણ સવળું પડ્યું. ખુશ થઈને ગાવા લાગ્યા :
કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ
કોયલના ટહુકા સાંભળીએ છીએ
પછી તો રાજાએ તેને ખીર ખવડાવી જોઈ. કાગડો તો ગાય કે
મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ
મીઠી ખીર ખાઈએ છીએ
રાજાજીએ કાગડાને દુઃખી કરવા ઘણી કોશિશ કરી જોઈ પણ દુઃખી થાય તે બીજા. છેવટે થાકીને રાજાએ હુકમ કર્યો : ‘આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી. જાઓ, તેને છાપરા પર ફેંકી દો.’ છાપરાં પર બેઠા બેઠા કાગડાએ તો ગાયું કે :
હવે અમે આઝાદ છીએ ભાઈ
હવે અમે આઝાદ છીએ
અને કાગડો તો આનંદ કરતો કરતો ઊડીને પોતાના માળામાં પેશી ગયો.
એક કાગડાને એમ કે મારા જેવું કોઈ હોશિયાર નથી ને મારા જેવું કોઈ બળવાન નથી. આથી તે બીજા કાગડાઓને હંમેશાં તુચ્છકારી કાઢતો. બીજા કાગડાઓને તેના આવા વર્તનથી ખરાબ લાગતું. એમણે કાગડાના અભિમાનને ઓગાળવાનો નિર્ણય કર્યો. થોડા કાગડા અભિમાની કાગડા પાસે ગયા અને કહ્યું, “તમે તો બહુ ચતુર અને બળવાન છો. તો આપણે એક હરીફાઈ કરીએ. સરખા કદની બે થેલીઓ બનાવીએ. જેને જે વજન થેલીમાં મૂકવું હોય તે મૂકે. એ થેલી લઈને ઊંચે ઊડવાનું. જે વધારે સમય આકાશમાં ઊડી શકે તે બળવાન. બોલો તમારે ભાગ લેવો છે?” અભિમાની કાગડો તો પોતે જ બળવાન અને હોશિયાર છે એ સાબિત કરવા હંમેશાં તત્પર રહેતો એટલે તેણે તો તરત જ હરીફાઈમાં ભાગ લેવા માટે હા પાડી દીધી. હરીફાઈ શરૂ થઈ. અભિમાની કાગડાએ થેલીમાં રૂ ભર્યું. જ્યારે બીજા કાગડાએ થેલીમાં મીઠું ભર્યું. બંને જણાં આકાશમાં ઊડવા લાગ્યા. શરૂઆતમાં તો અભિમાની કાગડો ખૂબ ઊંચે ઊડવા લાગ્યો. પણ એ જ સમયે વરસાદ પડયો. વરસાદને કારણે અભિમાની કાગડાની થેલીમાં રહેલું રૂ પલળી ગયું અને થેલી ખૂબ ભારે થઈ ગઈ જ્યારે મીઠું લઈને ઊડી રહેલા કાગડાની થેલીમાંથી મીઠું ઓગળવા લાગ્યું. થોડી વારમાં મીઠું ભરેલી થેલી ખાલી થઈ ગઈ. તેથી તે આકાશમાં ઊડતો જ રહ્યો જ્યારે રૂ પલળવાને કારણે અભિમાની કાગડાની થેલી ભારે થઈ ગઈ. તે માંડ માંડ થેલી લઈને આકાશમાં ઊડી શકતો. તે લાંબો સમય આકાશમાં ઊડી શક્યો નહીં અને નીચે આવી ગયો. તેણે પોતાની હાર કબૂલી લીધી. તેને પોતાના અભિમાન પર પસ્તાવો થવા લાગ્યો. ક્યારેય અભિમાન કરવું જોઈએ નહીં.
એક હતો તરવાડી. એનું નામ હતું દલો.
દલા તરવાડીની વહુને રીંગણાં બહુ ભાવે. એક દિવસ દલા તરવાડીની વહુએ દલા તરવાડીને કહ્યું – તરવાડી રે તરવાડી !
તરવાડી કહે – શું કહો છો ભટ્ટાણી ?
ભટ્ટાણી કહે – રીંગણાં ખાવાનું મન થયું છે. રીંગણાં લાવોને, રીંગણાં ?
તરવાડી કહે – ઠીક.
તરવાડી તો પછી હાથમાં ખોખરી લાકડી લઈ ઠચૂક ઠચૂક ચાલ્યા. નદીકાંઠે એક વાડી હતી ત્યાં ગયા; પણ વાડી એ કોઈ ન હતું. તરવાડીએ વિચાર કર્યો કે હવે કરવું શું ? વાડીનો ધણી અહીં નથી અને રીંગણાં કોની પાસેથી લેવાં ?
છેવટે તરવાડી કહે – વાડીનો ધણી નથી તો વાડી તો છે ને ! ચાલો, વાડીને જ પૂછીએ.
દલો કહે – વાડી રે બાઈ વાડી !
વાડી ન બોલી એટલે પોતે જ કહ્યું – શું કહો છો, દલા તરવાડી ?
દલો કહે – રીંગણાં લઉ બે-ચાર ?
ફરી વાડી ન બોલી એટલે વાડીને બદલે દલો કહે – લે ને દસ-બાર !
દલા તરવાડીએ રીંગણાં લીધાં અને ઘેર જઈ તરવાડી તથા ભટ્ટાણીએ ઓળો કરી ને ખાધો. ભટ્ટાણીને રીંગણાંનો સ્વાદ લાગ્યો, એટલે તરવાડી રોજ વાડીએ આવે ને ચોરી કરે.
વાડીમાં રીંગણાં ઓછા થવા લાગ્યાં.વાડીના ધણીએ વિચાર કર્યો કે જરૂર કોઈ ચોર હોવો જોઈએ; તેને પકડવો જોઈએ. એક સાંજે વાડીનો માલિક ઝાડ પાછળ સંતાઈને ઊભો. થોડી વારમાં દલા તરવાડી આવ્યા અને બોલ્યા – વાડી રે બાઈ વાડી !
વાડીને બદલે દલો કહે – શું કહો છો, દલા તરવાડી ?
દલો કહે – રીંગણા લઉ બે-ચાર ?
ફરી વાડી ન બોલી.એટલે વાડીને બદલે દલો કહે – લે ને દસ-બાર !
દલા તરવાડી એ તો ફાંટ બાંધીને રીંગણાં લીધાં. અને જ્યાં ચાલવા જાય છે ત્યાં તો વાડીનો ધણી ઝાડ પાછળથી નીકળ્યો ને કહે – ઊભા રહો, ડોસા ! રીંગણાં કોને પૂછીને લીધાં ?
દલો કહે – કોને પૂછીને કેમ ? આ વાડીને પૂછીને લીધાં.
માલિક કહે – પણ વાડી કાંઈ બોલે ?
દલો કહે – વાડી નથી બોલતી પણ હું બોલ્યો છું ના ?
માલિક ઘણો ગુસ્સે થયો અને દલા તરવાડીને બાવડે ઝાલી એક કૂવા પાસે લઈ ગયો. દલા તરવાડીને કેડે એક દોરડું બાંધી તેને કૂવામાં ઉતાર્યો. પછી માલિક જેનું નામ વશરામ ભૂવો હતું તે બોલ્યો – કૂવા રે ભાઈ કૂવા !
કૂવાને બદલે વશરામ કહે – શું કહો છે વશરામ ભૂવા ?
વશરામ કહે – ડબકાં ખવરાવું બે-ચાર ?
કૂવાને બદલે વશરામ બોલ્યો – ખવરાવ ને, ભાઈ ! દસ-બાર.
દલા તરવાડીના નાકમાં અને મોમાં પાણી પેસી ગયું, તેથી દલો તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યો – ભાઈસા’બ ! છોડી દે. હવે કોઈ દિવસ ચોરી નહી કરું. આજ એક વાર જીવતો જવા દે; તારી ગાય છું !
પછી વશરામ ભૂવાએ દલા તરવાડીને બહાર કાઢ્યા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાંનો સ્વાદ સુકાઈ ગયો
સૌજન્યઃપરબના માટલા
એક સંયુક્ત કુટુંબમાં ત્રણ ત્રણ દીકરા વહુ સાથે અને મા-બાપ પણ્ સાથે રહેતા હતા. ઘરનું ગુજરાન માંડ, માંડ ચાલે,વેપાર પણ બરોબર ચાલતો નહોતો કોઈ રીતે ઘરના ચાર છેડા ભેગા ન થાય , દરિદ્ર-નારાયણ ઘરમાં બરોબરનો અડ્ડો જમાવી બેઠા હતા. આનો કોઈ ઉપાઈ ખરો! સૌ મુઝવણમાં હતાં ! સસરા ઘરનો વહિવટ ચલાવે પણ જ્યાં લક્ષ્મી દેવીજ રિસાયેલી હોય ત્યાં નગદ-નારાયણ પણ દૂર ભાગે! સસરાએ એક ઉપાઈ સુઝ્યો કે ચાલ દરેક દિકરાને વેપાર અને ઘરનો વહિવટ ચલાવાની તક આપું અને કઈ વેપારમાં ફેર પડે અને દરિદ્રત્તા ઓછી થાય! મોટા દિકરાથી શરૂયાત કરી પણ કોઈ વેપારમાં તફાવત ના પડ્યો કે ગરીબાઈમાં! પછી બાકીના બે દીકરા પણ કશું કરી ના શક્યા. સાસરા ને વિચાર આવ્યો કે આ કામ નાનીવહું ને આપું તો! નાનીવહુને પૂછ્યું કે બેટી થોડા સમય માટે તું વેપાર અને ઘરનો વહિવટ સંભાળ . નાનીવહુ એ કહ્યું કે હું સંભળાવા તૈયાર છું પણ હું જે કહુ તે સૌ એ માનવાનું . જો એ મંજૂર હોય તો મને વાંધો નથી. બીજી શરત એ કે તમે બહાર જાવ અને રસ્તામાં કોઈ પણ વિચિત્ર વસ્તું પડી હોય તે ઉઠાવી લાવી મને આપવાની કોઈ જાતની એમાં દલીલ નહી! શરત વિચિત્ર લાગી પણ સૌ એ વાત મંજૂર રાખી.
સસરા એક વખત બહાર ફરીને ઘર પાછાઆવ્યા અને આવીને નાની વહુને કહ્યું કે આજે મેં રસ્તામાં એક મરેલો સાપ જોયો ! નાની વહુ એ કહ્યુ કે જાવ એ મરેલા સાપને ઘેર લાવી આપણા ઘરના છાપરા પર ફેંકી દો! સસરાને વાતની નવાઈ લાગી પણ વહુની શરત મુજબ કોઈ દલીલ કર્યા વગર સાપને ઘેર લાવી ઘરના છાપરા પર ફેકી દીધો.

એજ ગામમાં જે રાજા રહેતા હતા તેની મહારાણી નદીએ ન્હાવા ગઈ અને પોતાનો નવલખો હાર બાજુમાં મૂકી ન્હાતી હતી તે દરમ્યાન્ આકાશમાં ઉડતી સમળી હાર ચાચમાં લઈ ઉડી ગઈ. મહારાણી ન્હાઈ પાછી ફરી તો હાર નહી , રાણી રડવા લાગી ઘેર આવી રાજાને ફરિયાદ કરી કે મારો કિંમતી અને મન-ગમતો હાર ગૂમ થઈ ગયો છે! રાજા કહે કે હું તને બીજો મંગાવી આપું. રાણી એ જીદ કરી કે એ મારો પ્રિય હાર હતો અને એ જ મારે જોઈએ! સ્ત્રી હઠ ! રાજાએ નમતું મુક્યું અને ગામમાં એલાન કર્યું કે જે ખોવાયેલો હાર લાવી આપશે તેને મન-ગમતું ઈનામ આપવામાં આવશે!
આ બાજુ સસરાને એક દિવસ અચરબ થઈ કે લાવ જોવું તો ખરો કે એ મરેલા સાપનું શું થયું! તે છાપરા પર જુવે તો ત્યાં સાપની જગ્યાં એ સોનાનો નવલખો હાર પડેલો હતો!
તો એ ઘટના એવી હતી કે જે સમળી રાણીનો હાર લઈ ઉડતી હતી તે સમળી છાપરા પર મરેલો સાપ જોઈ તે ઉઠાવવા ગઈ અને તેના ચાચમાંથી સોનાનો નવલખો હાર છાપરા પર રહી ગયો. સસરાતો ખૂશ થઈ નાની વહુને નીચે આવી ખૂશીના સમાચાર આપ્યા કે નાનીવહુ આપણે તો હવે આ હાર વેચી માલમ-માલ થઈ જશું ! તારી યુક્તિ કામમાં આવી! નાનીવહુ એ કીધુ કે ના , આ હાર રાણી ને છે અને તમે રાજાને પાછો આપી આવો. સાસરા એ કહ્યુ કે રાજા આપણને મન-માગ્યું ઈનામ આપશે!આપણે એ પૈસાથી સારો એવો વેપાર કરી માલદાર થઈ જશું! નાનીવહુ એ કયું કે ના એ પણ નહી તમે આ હાર રાજા ને આપી એટલું જ કહેવાનું કે મારે કશું જોઈતું નથી પણ આ જે દિવાળી આવે છે તે દિવાળી રાતે આખા ગામમાં કોઈના ઘેર દિવા ન જોઈ એ! માત્ર તમારા મહેલમાં અને મારા ઘરમાંજ દિવા જોઈ એ! સસરા નારાજ થઈ ગયા! પણ નાનીવહુની શરત મુજબ રાજાની પાસે હાર આપવા ગયા અને નાનીવહુની શરત મુકી . રાજાએ કહ્યું કે એ મને મંજૂર છે કે આ આવતી દિવાળીએ તમારા ઘેર અને મારા મહેલમાંજ દિવા હશે!

દિવાળી આવી ! એજ રાતે આખા ગામામાં અંધારું! માત્ર રાજાના મહેલમાં રોશની અને દિવાનો જગ-મગાટ ! અને બીજી બાજુ સસરાજીના ઘરમાં નાનકડો દિવો અને દિવાળી પૂંજન! તે રાત્રે લક્ષ્મીદેવી ગામમાં ફરવા નીકળ્યાં . ગામમાં કોઈ જગ્યાં એ રોશની કે દિવા નહી તેથી લક્ષ્મીદેવી રાજાના મહેલામાં આવ્યા! ત્યાં એટલી બધી રોશની અને જગમગાટ હતો કે થોડીવારમાં લક્ષ્મીદેવીને ગભરામણ થવા લાગી! તને થયું કે થોડીવાર બહાર જવું! બહાર નીકળ્યા તો આખા ગામમાં અંધારુ ! દૂર દૂર એક નાના ઘરમાં દિવો જોયો ! લક્ષ્મીદેવી ત્યાં ગયાં, દરવાજો ખખડવ્યો ! અને કીધું કે મારે અંદર આવવું છે ! નાનીવહુ અંદર ધરમાંથી બોલી કે તમે લક્ષ્મીદેવી છો એની ખાત્રી શું ? લક્ષ્મીદેવી બોલી કે મને બહાર અંધારામાં અકળામણા થાય છે મને અંદર આવવાદે!નાનીવહુ બોલી કે એક શરતે આપને અંદર આવવા દઉં , એક વખત અંદર આવ્યા પછી બહાર નહી જવાનું! બોલો શરત મજૂંર છે? લક્ષ્મીદેવી જલ્દી જલ્દી બોલ્યા હા મંજૂરે છે ! નાનીવહુ એ દરવાજો ખોલ્યો , લક્ષ્મીદેવી ઘરમાં પધાર્યા. ઘરમાં ચારે બાજુ લક્ષ્મીનો ચળકાટ ! ઘરમાં ચારે બાજુ લક્ષ્મી , લક્ષ્મી !
આ બાજુ એજ ઘરમાં રહેતા દરિદ્ર નારાયણ મુંઝાવા લાગ્યાં, ઘરમાં લક્ષ્મીનું તેજ જોઈ એ છટકવાની યુકતીકરી, પોતાનું પોટલું ભેગું કરી, ભાગવાની તૈયારી કરવા લાગ્યાં! જ્યાં લક્ષ્મી હોય ત્યાં દરિદ્ નારાયણ રહી શકે ખરા! નાનીવહુ એ દરિદ્ગ્ર-નારાયણનો હાથ પકડી બોલી તમે ક્યાં ચાલ્યાં? તમે તો વર્ષૉથી આ ઘરમાં રહો છો ! દરિદ્ર-નારાયણ બોલ્યા ના મારો જીવ અહી રુધાય છે મને જવાદે ! નાનીવહુ બોલી એક શરતે તમને જવાદઉં! તમે અહીથી જાવ પછી કદી આ ઘરમાં આવવાનું નામ નહી લેતાં! હા , હા મંજૂર છે એમ કહી દરિદ્ર-નારાયણ દોટ મૂકી ભાગ્યાં ! બસ ત્યારથી એ ઘરમાં નાનીવહુના પ્રતાપે લક્ષ્મીનો સદાનો વાસ અને સાથો સાથ આનંદ-મંગલની આરતી થતી રહી!
વાંદરો અને મગર
એક સરોવરના કાંઠે મીઠાં બોરનું ઝાડ હતું તેના પર બેસીને વાંદરાભાઈ રોજ મીઠાં બોર ખાતા હતાં. વાંદરો અને મગર બન્ને દોસ્ત બની ગયાં.વાંદરો મગરને પણા બોર ખાવા માટે વાપરતો.બોર ખાઈને મગરે વિચાર્યુ કે રોજ મીઠાં બોર ખાઈને વાંદરાનું કલેજુ કેટલું મીઠું બની ગયું હશે! મોકો મળેતો વાંદરાનું કલેજુ ખાઈ જવું જોઈ એ. બીજે દિવસે મગરે બાંદરાને કહ્યું.”વાંદરાભાઈ! આજે મારો હેપી-બર્થડે છે! તેથી તમારે મારે ઘેર જમવા આવવાનું છે.વાંદરો ઝાડ પરથી નીચે આવ્યો અને મગરની પીઠ પર બેસી ગયો.”ચાલો , મગરભાઈ તમારે ઘેર”.મગર પાણીમાં સડસડાટ ચાલવા લાગ્યો. “વાંદરાભાઈ! તમે મને જન્મદિવસની શું ગિફ્ટ આપશો? મગર સરોવરની વચ્ચે જઈને ઉભો રહ્યો અને બોલ્યો..”વાંદરાભાઈ મારે તમારું કલેજું ખાવું છે, રોજ મીઠાં બોર ખાઈને તમારું કલેજું કેટલું મીઠું થઈ ગયું હશે.” વાંદરાભાઈ બરાબર ફસાઈ ગયા હતાં. તો વાત એમ છે, મગરના મનમાં પાપ છે! હવે અહીં સરોવરની વચ્ચે હું ક્યાં જાવ? વાંદરાભાઈ એ બુધ્ધી વાપરી.. બોલ્યો..” અરે! મગરભાઈ! તમારે પહેલાં કહેવું જોઈને, કલેજુતો હું ઝાડ ઉપર રાખીને આવ્યો છું, ચાલો પાછા જઈને લઈ આવીએ.” એમ છે તો ચાલો પાછા જઈએ..જેવો મગર વાંદરાને કિનારે લઈ આવ્યો કે તરત વાંદરો કૂદકો મારી ઝાડા ઉપર ચડી ગયો. ઝાડ ઉપર ચડી વાંદરો બોલ્યો..” અરે! દૂષ્ટ મગર! મેં તને રોજ મીઠાં બોર ખવડાવ્યા અને તું મને જ ખાઈ જવાનો વિચાર કરતો હતો! જા! તારી આ નઠારી દોસ્તી તારી પાસ અને હવેથી બોર પણ તને કદી નહીં આપું!!
દાદીમા
મારો ઉછેર મારા દાદીમાના લાડકોડમાં થયો છે. બેબી ફૂડ અને ડાઈપરથી માંડી પાપા પગલી..અને સ્કુલના પહેલા ધોરણ સુધીની જવાબદારી દાદીમાએ ઉપાડેલી. મારી મમ્મી અને ડેડી બન્ને જોબ કરે, સવારે છ વાગે નીકળી સાંજે વાગે આવે. કોઈ વાર ટ્રાફીકમાં જામ થઈ જાય તો સાંજે સાત વાગે પણ આવે, દાદીમા મારી સંભાળ સાથે બધા માટે રસોઈ પણ કરી રાખે,ઘરની સફાઈ પણ તેજ કરે. હું કદી બેબી-સીટીંગમાં ગયો નથી.
દાદીમાનો હું એટલો હેવાયો હતો કે રાત્રે એ સુંવાડે તો જ મને ઉંઘ આવે! કડકડતી ઠંડી, અને સ્નો પડતો હોય પણ હું જીદ કરું એટલે બિચારા દાદીમા જાડું જેકેટ પહેરાવી મને ફ્ર્ન્ટ-યાર્ડમાં લઈ જાય મને સ્નો-મેન બનાવવામાં હેલ્પ કરે!’બેટા, મને હવે ઠંડી લાગે છે,ચાલને ઘરમં હું તને લૉલીપપ આપીશ” એ લાલચે મને ઘરમાં લાવતાં ..યાદ છે…હું એમના રૂમમાંજ સુતો…નાની, નાની વાર્તા કહી મને સુંવડાવતાં, માથે વ્હાલભર્યો હાથ અને ગાલે ચુંબન!

દાદીમા અહીંના અમેરીકન સિટિઝન હતા,મારી સાથે ઘણીવાર ભાગ્યું-ટુટ્યું ઈગ્લીશ પણ બોલતાં,”નૉટી બૉય”.. મને યાદ છે કે એમને સોસીયલ-સિક્યોરીટીમાંથી છસ્સો ડૉલર આવતાં તે પણ ડેડ લઈ લેતાં..માત્ર ત્રીસ ડૉલર મહિને રોકડા દાદીમાને આપતાં એમાંથી મને ઘણીવાર કેન્ડી, આઈસ્ક્રીમ અને રમકડા અપાવતાં અને મંદીરે જતાં ત્યારે અગિયાર ડોલર આરતીમાં મૂકતાં. દાદીમા બહુંજ આનંદી સ્વભાવના હતાં..મેં ભાગ્યેજ એમને અપસેટ થતાં જોયા છે! મારી ૧૫ વર્ષની ઉંમરે હશે ,દાદીમાને સ્ટ્રોક આવ્યો,એક બાજુંનું અંગ નકામું થઈ ગયું, “એની સારવાર કોણ કરે! હવે શું કરીશું,જોબ કરતાં કરતાં એમની સારવાર કેમ કરી શકાય?” આ દરેક પ્રશ્નો મમ્મી-ડેડીને મુંઝવવા લાગ્યાં,અમેરિકન સરકાર અપંગ થયેલા ઘરડાને રાખવા એક નર્સ આપેછે અથવા ચારસો ડોલર મહિને કેર(સંભાળ) કરવાં આપે એ માહિતી મળતા, મમ્મી -ડેડી ખુશ થયા, હાશ! આપણી મુંઝવણ મટી..”આપણે પેલા ચંપામાસી છે ને એમને બાની કેર કરવા રાખી લઈ એ અને મહિને ૨૫૦ ડોલર આપીશું તો ચાલશે..બાકીના..ભવિષ્યમાં બાને કંઈ થાય તે સમયે કામ આવે!” દાદીમાની તબિયત બગડતી ગઈ..ધીરે ધીરે એમની યાદ શક્તિ પણ જતી રહી. ઘણીવાર મને પૂછે? ભાઈ તારું નામ શું?મમ્મી-ડેડીની ચિંતા વધી ગઈ.”હવે તો એમને નર્સિંગ-હોમમાં જ મૂકવા પડશે! બા ને બાથરૂમનું પણ ભાન નથી રહેતું, કશું યાદ નથી રહેતું, આપણે તો મુશ્કેલીનો પાર નહીં? આવી ઉપાધી કરતાં નર્સિંગ-હોમમાં સારા! ત્યાં ચોવીસ કલાક નર્સ હોય અને સરકાર એમનો પુરેપુરો ખર્ચ પણ આપે છે, આપણે કશી ચિંતા નહી કરવાની!” મમ્મી-ડેડીએ દાદીમાને નર્સિંગ-હોમમાં મૂકી દીધા!
હું અવાર-નવાર દાદીમાને મળવા જતો, એમની પાસે બેસતો.મને ઓળખી નહોતા શકતાં પણ વારં વારે હસતાં..ખુશ મિજાજમાં રહેતાં..”મને કદી પણ હવે ઓળખી નહી શકે?” હું કહેતો “દાદીમાં હું મનીષ છું, મને ઓળખ્યો?” એ માત્ર હસતાં..મમ્મી-ડેડીતો મહિનામાં એકાદ વખત મુલાકાત લેતાં..યાદ છે, એ સાંજે દાદીમાને મળી એમના રૂમમાંથી બહાર નીકળતો હતો..”મનીષ-બેટા, આવજે.” “દાદીમા! કહી પાછો ફર્યો, શું દાદીમાની યાદદાસ્ત પાછી આવી? મારા કાન સુધી આવેલા દાદીમાના શબ્દો..”મનીષ-બેટા, આવજે.” મને સાંભળવા મળ્યાં.શું કોઈ ચમત્કાર થયો? મારા પ્રત્યેનો એમનો નિષ્કામ પ્રેમ?.. એતો ફરી પાછા ઘસઘસાટ સુઈ ગયા…હું ઘેર પાછો ફયો..એજ રાત્રે ૧૧ વાગે નર્સિંગ-હોમમાંથી ફોન આવ્યો..”Your mother is no more”(તમારા માતૃશ્રીનું દેહાંત થયું).. આજ પણ મારા હ્રદયમાં એ છેલ્લા વ્હાલભર્યા દાદીમાના શબ્દો..”મનીષ-બેટા, આવજે.” ગુંજ્યા કરે છે..ચમત્કારી વાતો સાંભળી છે ..યાદદાસ્ત ગુમાવી બેઠેલા દાદીમા..છેલ્લી ઘડીએ મારું નામ કેમ યાદ આવી ગયું હશે! Is it miracle? (શું એ ચમત્કાર હશે?)
વાંદરાભાઇ ચાલ્યા રાજા બનવા
આનંદનગરમાં સૌ પ્રજાજનો હંમેશાં આનંદમાં જ રહેતા હતા. આ નગરના રાજા વિરાટસિંહ મહાપ્રતાપી હતા. રાજાને પશુ-પક્ષીઓ બહુ ગમતા હતા. તેમણે એક વાંદરો પાળ્યો હતો. આ વાંદરાને સોનાનું આસન અને રૂપાની સાંકળ. વાંદરો રેશમી કિંમતી કપડાં પહેરતો હતો. તેને હાથી-ઘોડાની સવારી કરવા મળે. જાત-જાતનાં ભોજન અને પકવાન જમવા મળે. રાજાનો વાંદરો હોવાથી તેને બહુ માન-પાન મળે. રાજાને ખુશ કરવા, રાજાને વ્હાલા થવા રાજાના મંત્રી-મંડળના સભ્યો પણ આ વાંદરાને સલામ કરે. એટલે વાંદરાભાઇ તો રાજીના રેડ.
એક દિવસ વાંદરાભાઇ એકલા રાજગાદીએ બેઠાં બેઠાં વિચારોમાં ખોવાઇ ગયા. આ નગરની રાજગાદીએ બેસવાનો મને જ માત્ર અધિકાર મળ્યો છે. ક્યા પ્રાણી કે પક્ષીની ત્રેવડ છે કે આ રાજ સિંહાસને બેસી શકે? તો પછી આ નગરના જંગલનો રાજા તો હું જ છું! રાજાની સાથે રહેતાં આ વાંદરાભાઇને રાજા બનવાનાં કોડ જાગ્યા. આ ઝાડથી પેલા ઝાડ પર છલાંગ મારતાં-મારતાં વાંદરાભાઈ જંગલમાં આવી પહોંચ્યા.
જંગલના પ્રાણીઓ અને પક્ષીઓની સભા બોલાવી. વાંદરાભાઇએ પોતાના મનની વાત કહી કે, ‘આ જંગલના નગરની રાજગાદીએ બેસવાનો માત્ર મને એકને જ અધિકાર છે તેથી આ જંગલનો રાજા તો હું જ છું! જો તમે મને રાજા તરીકે નહીં સ્વીકારો તો હું આ નગરના રાજા વિરાટસિંહને તમારી ફરિયાદ કરીશ. મારી ફરિયાદ સાંભળીને રાજા તમામ પક્ષીઓ પ્રાણીઓને આ જંગલમાંથી હાંકી કાઢશે. દરેક પક્ષી-પ્રાણીને વાંદરાભાઇની ધમકી અને વાંદરાભાઇની લાયકાત જોઇ વાંદરાભાઇનો જંગલના રાજા તરીકે સ્વીકાર કર્યો.
વાંદરાભાઇ રાજા બનતાં જ ઠાંઠમાઠમાં રહેવા લાગ્યા. રાજા હોવાથી કામ કરવાનું નહીં. માત્ર બધા ઉપર હુકમ કરવા લાગ્યા.’મોરલાંઓ તમે નૃત્ય કરી મને ખુશ કરો, કોયલ તું ગીત સંભળાવ. સમડીઓ તમે નગરમાં જઇ સોનાનાં હાર લાવીને મારી રાણીને ખુશ કરો. શિયાળ તું મને મીઠી મીઠી શેરડી ખવડાવ. કાગડાઓ તમે મને સ્વાદિષ્ટ વાનગી લઇ આવો.’વાંદરાભાઇ રાજા બન્યા પછી આળસુ બની ગયા. બધાં વાંદરાભાઇના ત્રાસથી કંટાળી ગયા. ચતુર કાગડો આ ત્રાસથી બચવા સિંહને મળ્યો પછી એક યુક્તિ ઘડી.
કાગડો વાંદરા પાસે ગયો અને કહ્યું, ‘જો આજ્ઞા આપો તો દરેક પ્રાણી વતી એક વાત કહેવી છે.’ ‘સૌ કોઇને પોતાની વાત રાજાને કહેવાની છુટ છે, બોલો!’ વાંદરાએ કહ્યું. કાગડો બોલ્યો, ‘જંગલના દરેક પ્રાણીની ઇચ્છા છે કે આપનું વિજય સરઘસ નીકળે. દરેકને પોતાનાં નવા રાજાના દર્શન અને અભિવાદન કરવાની તક મળે.’
વાંદરાભાઇ, ‘હા, ચોક્કસ કાલે જ વિજય સરઘસ ફરશે. તૈયારી કરો!’સૂર્યદેવનો ઉદય થતાં જ પહાડ જેવા વડ નીચે જંગલના પ્રાણીઓ-પક્ષીઓ આવવા લાગ્યા. વિરાટસિંહનો હાથી વાંદરાભાઇનો મિત્ર હોવાથી વાંદરાભાઇ હાથી ઉપર સવાર થયા. ઊંટભાઇએ શરણાઈના મંગળ સૂર રેલાવ્યા. રિછે ઢોલ વગાડ્યા.
હરણાં ડિસ્કો કરતા હતા. મોરલાંઓ નૃત્ય કરતા હતા. મોટો ઉત્સવ હોય એવું ખુશીનું વાતાવરણ જામ્યું હતું. ખિસકોલીઓ, ઉંદર અને સરલાં બે હાથ ઊંચા કરી નવા રાજાનું અભિવાદન કરતા હતા. વાંદરાભાઇનું વિજય સરઘસ આનંદ કિલ્લોલ સાથે ફરી રહ્યું હતું.
કાગડાની યુક્તિ મુજબ વિરાટસિંહ છુપાઇને આ વાંદરાભાઇના વિજય સરઘસનું સ્વાગત કરવા તૈયાર હતા. જ્યાં આ સરઘસ આવ્યું કે વાંદરાના આ તમાશાને જોઇ રાજા વિરાટસિંહ ક્રોધે ભરાયા. વિરાટસિંહ વાંદરા પર હુમલો કરે એ પહેલાં જ બાજ પક્ષીનો અવાજ સંભળાયો કે, ‘વાંદરાભાઇ, બીજા જંગલનો રાજા સિંહ તમે રાજા બન્યા હોવાથી તમારી સાથે લડાઇ કરી જીત મેળવવા આવી રહ્યો છે.’ છુપાયેલા વિરાટસિંહ આ શબ્દો સાંભળી ઘૂસણખોર સિંહ તરફ દોડ્યો. બંને સિંહ વચ્ચે લડાઇ થઇ.
ઘૂસણખોર સિંહ ઘાયલ થઇ હાર માનીને ત્યાંથી નાસી ગયો. વિજયી થયેલા સિંહની સૌ પ્રાણીઓએ જય-જયકાર કરી. નવા બની બેઠેલાં રાજા વાંદરાભાઇ તો આ બે સિંહોની લડાઇ જોઇને ઊભી પૂંછડીએ નાસી ગયા. કાગડાએ કહ્યું, ‘રાજગાદીએ બેસી જવાથી રાજા બની જવાતું નથી. રાજા બનવા તો સિંહનું કાળજું હોવું જોઇએ. બળ-બુદ્ધિ-હિંમત જેવા સદ્ગુણ હોય તો જ ઉચ્ચ સ્થાને પહોંચી શકાય છે.’
બોધ: બળ-બુદ્ધિ-હિંમત જેવા સદ્ગુણ હોય તો જ ઉચ્ચ સ્થાને પહોંચી શકાય છે.
એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો.
એક દિવસ પોપટને એની મા કહે - ભાઈ, કમાવા જા ને !
પોપટ તો ‘ઠીક’ કહી કમાવા ચાલ્યો. ચાલતાં ચાલતાં ખૂબ દૂર ગયો ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો.
આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાય, આંબાડાળે હીંચકે ને ટહૂકા કરે. ત્યાંથી એક ગાયોનો ગોવાળ નીકળ્યો. પોપટ ગાયોના ગોવાળને કહે -
એ ભાઈ ગાયોના ગોવાળ, ગાયોના ગોવાળ ! મારી માને એટલું કહેજે

પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે
ગોવાળ કહે - બાપુ ! આ ગાયો રેઢી મૂકીને હું તે તારી બાને કહેવા ક્યાં જાઉં ? તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે. પોપટે તો એક ગાય લીધી ને આંબાના થડે બાંધી દીધી.
થોડીક વાર થઈ ત્યાં તો ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંશોના ગોવાળને કહે -
એ ભાઈ ભેંશોના ગોવાળ, ભાઈ ભેંશોના ગોવાળ ! મારી માને એટલું કહેજે
થોડીક વાર થઈ ત્યાં તો ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંશોના ગોવાળને કહે -
એ ભાઈ ભેંશોના ગોવાળ, ભાઈ ભેંશોના ગોવાળ ! મારી માને એટલું કહેજે
પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે
ભેંશોનો ગોવાળ કહે - બાપુ ! મારાથી તો કહેવા નહિ જવાય. તારે જોઈએ તો આમાંથી એક પાડિયાળી ભેંશ લઈ લે. પોપટે તો એક સારી મજાની ભેંશ લીધી ને આંબાના થડે બાંધી.
થોડીક વાર થઈ તો ત્યાંથી બકરાંનો ગોવાળ નીકળ્યો. પોપટ બકરાંના ગોવાળને કહે -
એ ભાઈ બકરાંના ગોવાળ, બકરાંના ગોવાળ ! મારી માને એટલું કહેજે
થોડીક વાર થઈ તો ત્યાંથી બકરાંનો ગોવાળ નીકળ્યો. પોપટ બકરાંના ગોવાળને કહે -
એ ભાઈ બકરાંના ગોવાળ, બકરાંના ગોવાળ ! મારી માને એટલું કહેજે
પોપટ ભૂખ્યો નથી
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે
બકરાંનો ગોવાળ કહે - અરે બાપુ ! આ બકરાં રેઢા મૂકીને મારાથી તારી માને કહેવા નહિ જવાય. તારે જોઈએ તો બે-ચાર બકરાં લઈ લે. પોપટે તો બે-ચાર રૂપાળાં બકરાં લઈ લીધાં ને આંબાના થડે બાંધી દીધાં.
વળી ત્યાંથી ઘેટાંનો ગોવાળ નીકળ્યો. ઘેટાંના ગોવાળે પોપટને ચાર-પાંચ ઘેટાં આપ્યા.
પછી તો ત્યાંથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ અને સાંઢિયાનો ગોવાળ એક પછી એક નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો. હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો. સાંઢિયાના ગોવાળે પોપટને એક સાંઢિયો આપ્યો.
પછી પોપટ તો ગાય, ભેંશ, બકરાં, ઘેટાં, ઘોડો, હાથી ને સાંઢિયો બધાંયને લઈને એક મોટા શહેરમાં આવ્યો. બધાંયને વેચી નાખ્યા એટલે એને તો ઘણાં બધા રૂપિયા મળ્યા. થોડાક રૂપિયાનું એણે સોનુ-રૂપું લીધું ને તેના ઘરેણાં ઘડાવ્યાં.
પછી એણે ઘરેણાં નાકમાં, કાનમાં ને ચાંચમાં પહેર્યા; બીજા રૂપિયાને પાંખમાં અને ચાંચમાં ભર્યા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતાં આવતાં મોડી રાત થઈ ગઈ. ઘરનાં બધાં ઊંઘી ગયાં હતાં. પોપટે તો સાંકળ ખખડાવી માને સાદ કરીને કહ્યું -

મા, મા !
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.
મા બિચારી આખો દિવસ ઘરનું કામ કરી કરીને ખૂબ થાકી ગઈ હતી. કોણ આવ્યું છે તે એને બરાબર સમજાયું નહિ. એને થયું અત્યારે કોઈ ચોરબોર આવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે. એણે તો બારણાં ઉઘાડ્યાં નહિ. પછી પોપટ કાકીને ઘેર ગયો. કાકીને ઘેર જઈને કહે -
કાકી, કાકી !
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.
કાકીએ તો સૂતાં સૂતાં જ સંભળાવી દીધું - અત્યારે અડધી રાતે કોઈ બારણાં ઉઘાડતું નથી. આવવું હોય તો સવારે આવજે. પછી પોપટ પોતાની બહેનના ઘેર ગયો. જઈને કહે -
બહેન, બહેન !
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો
પોપટભાઈ પાંખ ખંખેરે.
બહેન કહે - અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય ? ભાગી જા ! તું તો કોઈ ચોર લાગે છે. પછી પોપટ તો માસી, ફોઈબા વગેરે ઘણાં સગાંવહાલાંને ઘેર ગયો પણ કોઈએ બારણાં ઉઘાડ્યાં નહિ.
છેવટે પોપટ એની મોટીબાને ત્યાં ગયો. એની મોટીબા એને ખૂબ વહાલ કરતાં હતા.
મોટીબાએ તો તરત પોપટનો સાદ ઓળખ્યો. તે કહે - આવી ગયો, મારા દીકરા ! આ આવી; લે બારણાં ઉઘાડું છું, બાપુ ! પછી બારણાં ઉઘાડ્યાં એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટીબાને પગે લાગ્યા. મોટીબાએ એના દુખણાં લીધાં.
પછી તો મોટીબાએ પોપટ માટે પાથરણાં પથરાવ્યાં, ઢોલીડાં ઢળાવ્યાં ને ઉપર સુંવાળા સુંવાળા ગાદલાં પથરાવ્યાં. પછી કહે - દીકરા ! જરા અહીં બેસજે, હોં. હમણાં શરણાઈવાળાને બોલાવું છું. મોટીબા તરત ત્રણ ચાર શરણાઈવાળાને બોલાવી લાવ્યા. શરણાઈયું પૂઉંઉંઉં કરતી વાગવા માંડી.
પોપટભાઈ તો ખુશ ખુશ થઈ ગયા ને પાંખમાંથી ને ચાંચમાંથી રૂપિયા ખંખેરવા લાગ્યા. થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું. પોપટભાઈ આટલા બધાં રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટીબા પણ ખૂબ રાજી થયા.
શરણાઈ સાંભળતાં સાંભળતાં પોપટભાઈને ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને મોટીબાએ પોપટભાઈની માને બોલાવી પોપટભાઈના રૂપિયા - ઘરેણાં એને આપી દીધા અને પોપટભાઈને જવાનું મન નહોતું તો પણ પરાણે માની સાથે એના ઘેર મોકલાવી દીધા

કાબર અને કાગડો
એક હતી કાબર અને એક હતો કાગડો.
બન્ને વચ્ચે દોસ્તી થઈ.
કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી.
કાબરે કાગડાને કહ્યું - કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલોને આપણે ખેતર ખેડીએ ! દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ.
કાગડો કહે - બહુ સારું; ચાલો.
પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યાં.
થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો. જતાં જતાં કાબરને કહેતો ગયો - કાબરબાઈ ! તમે ખેતર ખેડતાં થાઓ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું.
કાબર કહે - ઠીક.
પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈનો પત્તો ન લાગે. એ તો પાછા આવ્યાં જ નહિ.
કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પાં મારવા લાગ્યા.
કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલો ને ! ખેતર તો ખેડાઈ ગયું. હવે આપણે વાવીએ.
કાગડો કહે -
ઠાગાઠૈયા કરું છું,ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ ! આવું છું.
જાવ, કાબરબાઈ ! આવું છું.
કાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું.
કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસમાં એ એવો તો સુંદર ઊગી નીકળ્યો કે બસ !
એટલામાં નીંદવાનો વખત થયો વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલો, ચાલો; બાજરો બહુ સારો ઊગ્યો છે. હવે જલદી નીંદવું જોઈએ, નહિતર મોલને નુકસાન થશે.
આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું :
કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસમાં એ એવો તો સુંદર ઊગી નીકળ્યો કે બસ !
એટલામાં નીંદવાનો વખત થયો વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલો, ચાલો; બાજરો બહુ સારો ઊગ્યો છે. હવે જલદી નીંદવું જોઈએ, નહિતર મોલને નુકસાન થશે.
આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું :
ઠાગાઠૈયા કરું છું,ચાંચુડી ઘડાવું છું,
જાવ, કાબરબાઈ ! આવું છું.
જાવ, કાબરબાઈ ! આવું છું.
કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું.
વખત જતાં કાપણીનો સમય આવ્યો એટલે કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે - કાગડાભાઈ ! હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે. મોડું કાપશું તો નુકસાન થશે.
લુચ્ચા કાગડાએ કહ્યું -

ઠાગાઠૈયા કરું છું,
ચાંચુડી ઘડાવું છું,જાવ, કાબરબાઈ ! આવું છું.

કાબરબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ. અને ખિજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી.
પછી તો કાબરે બાજરીનાં ડુંડાંમાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો, અને બીજી કોર એક મોટો ઢૂંસાંનો ઢગલો કર્યો. અને એ ઢૂંસાંના ઢગ પર થોડોક બાજરાનો પાતળો થર પાથરી દીધો જેથી ઢૂંસાંનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય.
પછી તે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે - કાગડાભાઈ ! હવે તો ચાલશો ને ? બાજરાના બે ઢગલા તૈયાર કર્યા છે. તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ તો ફુલાઈ ગયા.
તેણે કાબરને કહ્યું - ચાલો બહેન ! તૈયાર જ છું. હવે મારી ચાંચ ઘડાઈને બરાબર થઈ ગઈ છે.
કાબર મનમાં ને મનમાં બોલી - તમારી ખોટી દાનતનાં ફળ હવે બરાબર ચાખશો, કાગડાભાઈ !
પછી કાગડો અને કાબર ખેતરે આવ્યાં. કાબર કહે - ભાઈ ! તમને ગમે તે ઢગલો તમારો..
કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂંસાંવાળા ઢગલા ઉપર જઈને બેઠા. પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈસાહેબના પગ ઢૂંસાંમાં ખૂંતી ગયાં અને આંખમાં, કાનમાં ને મોઢામાં બધે ઢૂંસાં ભરાઈ ગયાં અને કાગડાભાઈ મરણ પામ્યા !
પછી કાબરબાઈ બાજરો ઘેર લઈ ગઈ. અને ખાધું, પીધું ને મોજ કરી.

મા ! મને છમ વડું
એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને હતી સાત છોડીઓ.
બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય.
એક દિવસ બ્રાહ્મણને વડાં ખાવાનું મન થયું. એણે બ્રાહ્મણીને કહ્યું - આજ તો વડાં ખાવાનું મન થયું છે.
બ્રાહ્મણીએ કહે - પણ બધાંયને થાય એટલો લોટ ઘરમાં નથી. પાંચ-સાત વડાં થાય એટલો લોટ માંડ માંડ નીકળે તો પણ ઘણું.
બ્રાહ્મણ કહે - ત્યારે કંઈ નહિ; વાત માંડી વાળો.
બ્રાહ્મણી કહે - ના, એમ નહીં. પરમ દહાડે ધોળી કાકી થોડાંક વડાં આપી ગયાં હતાં તે મેં ને છોડીઓએ ચાખ્યા છે; એક તમે રહી ગયા છો. છોડીઓને વાળુ કરીને સૂઈ જવા દો. પછી હું તમને પાંચ-સાત પાડી આપીશ. મારે કંઈ ખાવાં નથી એટલે તમે એટલાં વડાં ખાઈને પાણી પીશો તો પેટ ભરાશે.
બ્રાહ્મણ કહે - ભલે, પણ તુંએ એકાદ-બે ચાખજે ને.
બ્રાહ્મણી કહે - સારું.
રાત પડી ને છોડીઓ સૂઈ ગઈ પછી બ્રાહ્મણીએ હળવેથી ઊઠીને ચૂલો સળગાવ્યો. પછી ચૂલા ઉપર લોઢી મૂકીને ઉપર ટીપૂંક તેલ મૂક્યું. પછી વડાંનો લોટ ડોઈને વડાં કરવા બેઠી. જ્યાં પહેલું વડું લોઢીમાં મૂક્યું ત્યાં ‘છમ, છમ’ થયું. આ ‘છમ છમ’નો અવાજ સાંભળી એક છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.
મા કહે - સૂઈ જા, સૂઈ જા, આ લે એક વડું. જોજે બીજી જાગે નહીં. પહેલી છોડી તો એક વડું ખાઈને પાણી પીને સૂતી.
માએ તો બીજું વડું મૂક્યું. ત્યાં તો પાછું ‘છમ છમ’ થયું. બીજી છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.
મા કહે - લે સૂઈ જા, સૂઈ જા. જોજે બીજી બહેન જાગશે. બીજી છોડી વડું ખાઈને સૂઈ ગઈ.
બ્રાહ્મણીએ બ્રાહ્મણની સામે જોયું. બ્રાહ્મણ કહે - હશે, એ તો છોકરાં છે ને !
પછી માએ ત્રીજું વડું મૂક્યું; પણ ત્યાં તો પાછું છમ, છમ, છમ ! ‘છમ છમ’ સાંભળી વળી એક છોડી જાગી ને કહે - મા ! મને છમ વડું.
મા કહે - લે. વળી તું ક્યાં જાગી ! લે આ વડું; ખાઈને સૂઈ જજે. જોજે બીજીને જગાડતી નહિ.
ત્રણ વડાં તો ખવાઈ ગયાં. હવે ચાર વડાંનો લોટ રહ્યો. બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું. વળી પાછું વડું તો ‘છમ છમ છમ’ બોલ્યું. ‘છમ છમ’ થતું સાંભળી ચોથી છોડી જાગી ને એનેય વડું આપીને માએ સુવાડી દીધી. પછી તો પાંચમી છોડી જાગી ને પાંચમું વડું એને આપવું પડ્યું. તે પછી વળી છઠ્ઠી છોડી જાગી ને છઠ્ઠું વડું એના ભાગે ગયું. ને છેવટે સાતમું વડું સાતમી છોકરીએ ખાધું. ત્યાં તો બધો લોટ ખલાસ થઈ ગયો !
બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વડાં ન ખાધાં ને પાણી પીને સૂઈ ગયાં.
સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી
એક હતો વાણિયો. વીરચંદ એનું નામ.
ગામડામાં રહે. હાટડી માંડે ને રળી ખાય. ગામમાં કાઠી અને કોળીઓને વઢવાડ; બાપદાદાનું વેર.
એક દિવસ કાઠી કથળ્યા અને કોળી ઉમટ્યા. સામસામી તલવારો ખેંચી બજાર વચ્ચે ઊતરી પડ્યા. કાઠીએ જમૈયો કાઢી કોળી પર ઘા કર્યો. કોળી ખસી ગયો ને કાઠી પર કૂદ્યો; એક ઘાએ કાઠીનું ડોકું હેઠું પડ્યું ને તલવાર લોહીલોહાણ.
વાણિયો તો મારામારી જોઈ હબકી ગયો. હાટડી બંધ કરીને અંદર પેઠો. અંદરથી બધું જોતો હતો ને ધ્રૂજતો હતો. ખૂન થયું, કાઠીનું ખૂન થયું; દોડો રો દોડો ! એવી બૂમ પડી. આમથી તેમથી સિપાઈસપરાં દોડી આવ્યાં; ગામધણી ને મુખી પણ આવ્યા. બધા કહે - આ તો રઘા કોળીનો ઘા. બીજા કોઈની હામ નહિ ! પણ કોરટ-કચેરીનું કામ એટલે શાહેદી વિના કેમ ચાલે ?
કોઈ કહે - આ વીરચંદ શેઠ હાટડીમાં હતા. એ આપણા સાક્ષી. ભાળ્યું ન ભાળ્યું એ જાણે. હાટડીમાં તો હતા ને ?વાણિયાને તો પકડી મંગાવ્યો ને કર્યો હાજર ફોજદાર પાસે. ફોજદારે પૂછ્યું - બોલ વાણિયા ! તું શું જાણે છે ?વાણિયો કહે - બાપજી ! મને તો કશી વાતની ખબર નથી. હું તો હાટડીમાં બેસી નામું લખતો હતો.
ફોજદાર કહે - બસ, તારે જુબાની આપવી જ પડશે. કહેવું પડશે કે બધું મેં નજરોનજર ભાળ્યુ છે.
વાણિયો મૂંઝાણો. ડોકું હલાવી ઘેર ગયો. રાત પડી પણ ઊંઘ આવે નહિ. આમ કહીશ તો કોળી સાથે વેર થશે ને આમ કહીશ તો કાઠી વાંસે પડશે. છેવટે વાણિયે મનમાંને મનમાં કૈંક વિચાર કરી રાખ્યો.
બીજે દિવસે કેસ ચાલ્યો. ન્યાયાધિશ કહે - વાણિયા ! બોલ. ખોટું બોલે એને પરભુ પૂછે. બોલ જોઈએ. ખૂન કેમ થયું ને કોણે કર્યું ?વાણિયો કહે - સાહેબ !
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા.
ત્યાંથી કોળી હમહમ્યા.
- પછી ?
- પછી ઈનું ઈ.
- પણ ઈનું ઈ શું ?
- સાહેબ !
- પછી ઈનું ઈ.
- પણ ઈનું ઈ શું ?
- સાહેબ !
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા.
ત્યાંથી કોળી હમહમ્યા.
- પણ પછી ?
- પછી ?
- પછી ?
પછી તો સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી.
મારી આંખ મીંચાણી.
એમ કહીને વાણિયો તો કોરટ વચ્ચે જ ફસકાઈને પડી ગયો ને બોલ્યો - અરે સાહેબ ! અમે વાણિયા. લોહીનો ત્રસકો ય જોઈ ન શકીએ. ઈ સામસામી ખેંચાણી અને મને તમ્મર તે એવી આવી ગઈ કે પછી સિપાઈસપરા ભેળા થયા ત્યારે જ શુદ્ધિ આવી.
ન્યાયાધિશ કહે - ઠીક; હવે ફરી વાર તારી જુબાની બોલી જા જોઈએ ?વાણિયો કહે -
ન્યાયાધિશ કહે - ઠીક; હવે ફરી વાર તારી જુબાની બોલી જા જોઈએ ?વાણિયો કહે -
અહીંથી કાઠી કબકબ્યા ને
ત્યાંથી કોળી હમહમ્યા
સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી.
ત્યાંથી કોળી હમહમ્યા
સામસામી ખેંચાણી ને
મારી આંખ મીંચાણી.
ન્યાયાધિશે આખરે વાણિયાને રજા આપી ને કાઠીને કોણે માર્યો તે સમજાયું નહિ એટલે કેસ આખો ઊડી ગયો
ટીડા જોશી
એક હતો જોશી. એનું નામ ટીડા જોશી.
એને જોશ જોતાં ન આવડે પણ ખોટો ખોટો દેખાવ કરી પૈસા કમાઈ લે.
એક દિવસ ટીડા જોશી એક ગામથી બીજે ગામ જવા નીકળ્યા. રસ્તામાં બે ધોળા બળદને એક ખેતરમાં ચરતાં દીઠા. આ વાત એને યાદ રહી ગઈ.
જોશીજી તો ગામમાં ગયા અને એક પટેલને ત્યાં ઉતારો કર્યો. ત્યાં એક કણબી-કણબણ આવ્યાં ને જોશીને કહે - જોશી મહારાજ ! અમારા બે ધોળા બળદ ખોવાયા છે. તે કઈ દિશામાં ગયા હશે તેનું જોશ ઝટ ઝટ જોઈ આપો ને?જોશીએ તો હોઠ ફફડાવી એક જૂના સડી ગયેલા ટીપણામાં જોઈને કહ્યું - પટેલ ! તમારા બળદ આથમણી સીમમાં ફલાણા ખેતરમાં છે, ત્યાંથી લઈ આવો. પટેલ તો બતાવેલા ખેતરે ગયો એટલે તેને બળદ મળી ગયા. તે ઘણો રાજી થયો અને તેણે ટીડા જોશીને સારી ભેટ ધરી ખુશ કર્યા.
બીજે દિવસે રાત્રે ટીડા જોશીની પરીક્ષા કરવા ઘરધણીએ પૂછ્યું - મહારાજ ! તમારું જોશ સાચું હોય તો કહો, આજે ઘરમાં કેટલા રોટલા થયા છે ?
બન્યું એવું કે ટીડા જોશીને કંઈ કામ ન હતું અને ઘરમાં નવરાધૂપ બેઠા હતા એટલે રોટલાના તાવડીમાં નાખતી વખતે થયેલા ટપાકા ગણતા હતા ! જોશીએ તો ટાઈમ પાસ કરવા ટપાકા ઉપરથી ગણી રાખેલું હતું કે કુલ તેર રોટલા થયેલા છે. સવાલ સાંભળી તેમણે જોશ જોવાનો ડોળ કરી કહ્યું - પટેલ આજે તમારા ઘરમાં તેર રોટલા થયા હતા.
પટેલે પટલાણીને પૂછી જોયું તો જોશીની વાત સાવ સાચી નીકળી. પટેલને તો બહુ નવાઈ લાગી.
આ બે બનાવથી જોશી મહારાજની કીર્તિ આખા ગામમાં ફેલાઈ, ને સૌ જોશી મહારાજ પાસે જોશ જોવરાવવા આવવા લાગ્યા. એટલામાં ત્યાંના રાજાની રાણીનો નવલખો હાર ખોવાયો. રાજાએ જોશીની કીર્તિ સાંભળી હતી, એટલે તેણે તેને તેડાવ્યો.
રાજાએ જોશીને કહ્યું - જુઓ, ટીડા મહારાજ ! રાણીનો હાર ક્યાં છે અથવા તો કોણ લઈ ગયું છે તે જોશ જોઈને કહો. હાર જડશે તો તમને ઘણા રાજી કરીશું.
જોશી મૂંઝાયા. જરા વિચારમાં પડ્યા. રાજાએ કહ્યું - આજની રાત તમે અહીં રહો, ને રાત આખી વિચાર કરીને સવારે કહેજો. પણ જોજો, જોશ ખોટું પડશે તો ઘાણીએ ઘાલીને તેલ કાઢીશ.
ટીડા જોશી તો વાળુ કરીને પથારીમાં પડ્યા પણ ઊંઘ ન આવે. જોશીના મનમાં ભય હતો કે નક્કી સવારે રાજા ઘાણીએ ઘાલીને મારું તેલ કાઢશે. નીંદર નહોતી આવતી એટલે તે નીંદરને બોલાવવા લાગ્યા - નીંદરડી ! આવ; નીંદરડી ! આવ.
હવે વાત એમ હતી કે રાજાની રાણી પાસે નીંદરડી નામની દાસી રહેતી હતી ને તેણે જ હાર ચોર્યો હતો. ટીડા જોશીને નીંદરડી ! આવ; નીંદરડી ! આવ, એવું બોલતાં એણે સાંભળ્યા એટલે તે એકદમ ગભરાઈ ગઈ. એને લાગ્યું કે ટીડા જોશી મારું નામ પોતાના જોશના બળે જાણી ગયા લાગે છે.
નીંદરડીએ બચી જવાનો વિચાર કરી સંતાડેલો હાર બહાર કાઢ્યો અને જોશી પાસે છાનીછપની ગઈ અને બોલી - મહારાજ ! લ્યો આ ખોવાયેલો હાર. હારનું ગમે તે કરજો પણ મારું નામ હવે લેશો નહિ.
ટીડા જોશી મનમાં ખુશ થયા કે આ ઠીક થયું; નીંદરને બોલાવતાં આ નીંદરડી આવી અને સામેથી હાર આપી ગઈ ! ટીડા જોશીએ નીંદરડીને કહ્યું - જો, આ હાર રાણીના ઓરડામાં તેના પલંગ નીચે મૂકી આવ.
સવાર પડી એટલે રાજાએ ટીડા જોશીને બોલાવ્યા. ટીડા જોશીએ તો ઢોંગ કરી એક-બે સાચા ખોટા શ્લોક બોલ્યા અને પછી આંગળીના વેઢા ગણી હોઠ ફફડાવી, લાંબું ટીપણું ઉખેડી બોલ્યા - રાજા ! રાણીનો હાર ક્યાંય ખોવાયો નથી. તપાસ કરાવો. રાણીના ઓરડામાં જ તેના પલંગની નીચે હાર પડ્યો છે, એમ મારા જોશમાં આવે છે.
તપાસ કરાવતાં હાર પલંગ તળેથી જ મળ્યો. રાજા ટીડા પર ખુશ થયો અને તેને સારું ઈનામ આપ્યું.
રાજાએ એક વાર ટીડા જોશીની વધારે પરીક્ષા કરવા એક યુક્તિ રચી. ટીડા જોશીને લઈને રાજા એક વાર જંગલમાં ગયો. જોશીની નજર બીજે હતી એટલી વારમાં રાજાએ પોતાની મૂઠીમાં એક ટીડળું પકડી લીધું, ને પછી પોતાની બંધ મૂઠી બતાવી ટીડાને કહ્યું - કહો ટીડાજી ! આ મૂઠીમાં શું છે ? જોજો, ખોટું પડશે તો માર્યા જશો !
ટીડા જોશી હવે પૂરા ગભરાયા. તેમણે વિચાર કર્યો કે હવે ભરમ ઉઘાડો થશે. હવે તો રાજા જરૂર મારશે. બીકમાંને બીકમાં બધી સાચી વાત રાજાને કહી દેવાને રાજાની માફી માગવા માટે બોલ્યા -
ટપટપ કરતાં તેર જ ગણ્યા
વાટે આવતા ધોરી મળ્યા;નીંદરડીએ આપ્યો હાર
કાં રાજા ટીડાને માર ?
વાટે આવતા ધોરી મળ્યા;નીંદરડીએ આપ્યો હાર
કાં રાજા ટીડાને માર ?
ટીડા જોશી જ્યાં, ‘કાં રાજા ટીડાને માર ?’ એમ બોલ્યા ત્યાં તો રાજાના મનમાં થયું કે જોશી મહારાજ તો ખરેખરા સાચા જોશી છે. રાજાએ તો પોતાના હાથમાંથી ટીડળું ઉડાડી કહ્યું - વાહ, જોશીજી ! તમે તો મારા હાથમાં ટીડળું હતું તે પણ જાણી ગયા !
ટીડા જોશી મનમાં સમજી ગયા કે આ તો મરતાં મરતાં બચ્યા ને સાચા જોશી ઠર્યા ! પછી રાજાએ જોશીને મોટું ઈનામ આપ્યું અને તેમને વિદાય કર્યા. ટીડા જોશીએ પણ તે દિવસ પછી જોશ જોવાનું બંધ કર્યુ અને બીજા કામે વળગી, ખાઈ, પીને મજા કરી.

ચલ ભંભોટિયા અપને ગામ
એક હતી ડોશી. તે પોતાની દીકરીની બહુ ચિંતા કરે.
ચિંતામાં ને ચિંતામાં ડોશી દુબળી પડી ગઈ. એક દિવસ પોતાની દીકરીને ત્યાં જવા તે નીકળી. જતાં જતાં રસ્તામાં જંગલ આવ્યું ને તેને સામે એક વાઘ મળ્યો. વાઘ કહે - ડોશી, ડોશી ! તને ખાઉં.
ડોશી કહે -
દીકરીને ઘેર જાવા દે,તાજીમાજી થાવા દે,
શેર લોહી ચડવા દે;પછી મને ખાજે.
શેર લોહી ચડવા દે;પછી મને ખાજે.
વાઘ કહે - ઠીક.
પછી ડોશી આગળ ચાલી ત્યાં રસ્તામાં સિંહ મળ્યો. સિંહ કહે - ડોશી, ડોશી ! તને ખાઉં.

સિંહ કહે - ઠીક.
વળી આગળ ચાલતાં ડોશીને રસ્તામાં સાપ, વરુ વગેરે જનાવરો મળ્યાં. ડોશીએ બધાં જનાવરોને આ પ્રમાણે વાયદો કર્યો.
ડોશી તો તેની દીકરીને ઘેર ગઈ. દીકરી તો સુખી હતી. તે રોજ રોજ ડોશીને સારું સારું ખવરાવે-પિવરાવે પણ ડોશી સારી થાય નહિ. પછી એક દિવસ ડોશીને એની દીકરીએ પૂછ્યું - માડી ! ખાતાંપીતાં તમે પાતળાં કેમ પડતાં જાઓ છો ?ડોશી કહે - દીકરી, બાપુ ! હું તો પાછી ઘેર જઈશ ને, ત્યારે મને રસ્તામાં જનાવરો ખાઈ જવાનાં છે. મેં તેમને બધાંને કહ્યું છે કે…હું પાછી આવું પછી મને ખાજો.
દીકરી કહે - અરે માડી ! એમાં તે બીઓ છો શું ? આપણે ત્યાં એક ભંભોટિયો છે. તેમાં તમે બેસજો અને પછી ભંભોટિયાને દોડાવતાં દોડાવતાં લઈ જજો.
ડોશી માટે તો દીકરીએ એક ભંભોટિયો આણ્યો. પછી ડોશીમા તેમાં બેઠાં અને ભંભોટિયો દડતો દડતો ચાલ્યો.
રસ્તામાં તેને વાઘ મળ્યો. ભંભોટિયાને જોઈ વાઘ કહે - ભંભોટિયા, ભંભોટિયા ! ક્યાંય ડોશીને દીઠા ?ભંભોટિયો કહે -

કિસકી ડોશી, કિસકા કામ,ચલ ભંભોટિયા અપને ગામ.
વાઘ તો આ સાંભળી વિચારમાં પડ્યો - માળું, આ શું ? આ ભંભોટિયામાં તે શું હશે ?વાઘ તો ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યો. પછી સિંહ, સાપ વગેરે બીજાં જનાવર મળ્યાં. સૌ જનાવરોએ ભંભોટિયાને પૂછ્યું પણ ભંભોટિયામાંથી એક જ જવાબ મળ્યો.
કિસકી ડોશી, કિસકા કામ,ચલ ભંભોટિયા અપને ગામ.
આથી સૌ ભંભોટિયા પાછળ પાછળ ચાલ્યાં.
છેવટે ભંભોટિયો ડોશીના ઘર પાસે આવ્યો.
ડોશી તેમાંથી હળવેક દઈને બહાર નીકળી જેવા ઘરમાં જવા જાય ત્યાં તો બધાં જનાવરો તેને ઓળખી ગયાં. સૌ કહે - ડોશી ! તને અમે ખાઈએ. ડોશી ! તને અમે ખાઈએ.
એટલામાં ડોશી એકદમ દોડીને ઘરમાં પેસી ગયાં અને ઘરના બારણાં ઝટ બંધ કરી દીધાં.
પછી સૌ જનાવરો પણ નિરાશ થઈને પાછાં જંગલમાં જતાં રહ્યાં.

સસોભાઈ સાંકળિયા
એક હતું શિયાળ અને એક હતો સસલો.
બંને જણાને એકવાર ભાઈબંધી થઈ. બેઈ જણા એક વાર ગામ ચાલ્યા. રસ્તામાં બે મારગ આવ્યા. એક મારગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો. શિયાળ કહે - હું ચામડાને રસ્તે ચાલું. પછી શિયાળ ચામડાને રસ્તે ચાલ્યું ને સસલો લોઢાને રસ્તે ચાલ્યો.
લોઢાને રસ્તે ચાલતા એક બાવાની મઢી આવી. સસલાને ખૂબ ભૂખ લાગી હતી તેથી તે બાવાજીની મઢીમાં ગયો. મઢીમાં આમ તેમ જોયું ત્યાં તો ભાઈને ગાંઠીયા ને પેંડા હાથ લાગ્યા. સસલાભાઈએ તો ખૂબ ખાધું ને પછી લાંબા થઈને મઢીનાં બારણાં બંધ કરીને સૂતા. એટલામાં બાવો આવ્યો ને મઢીનાં બારણાં બંધ જોઈ બાવાએ પૂછયું - એ, મારી મઢીમાં કોણ છે ? અંદરથી સસલાભાઈ તો ખૂબ રોફથી બોલ્યા -
એ તો સસોભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામ; ભાગ બાવા,
નીકર તારી તુંબડી તોડી નાખું !
ડાબે પગે ડામ; ભાગ બાવા,
નીકર તારી તુંબડી તોડી નાખું !
બાવો તો બીને નાઠો. ગામમાં જઈને એક પટેલને તેડી આવ્યો. પટેલ ઝૂંપડી પાસે જઇને બોલ્યો - બાવાજીની ઝૂંપડીમાં કોણ છે ? અંદરથી રોફ કરી ફરી સસાભાઈ બોલ્યા -
એ તો સસોભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામ; ભાગ પટેલ,
નીકર તારી પટલાઈ તોડી નાખું !
ડાબે પગે ડામ; ભાગ પટેલ,
નીકર તારી પટલાઈ તોડી નાખું !
પટેલ પણ બીને ભાગી ગયો. પછી પટેલ મુખીને તેડીને આવ્યો.
મુખી કહે - કોણ છે ત્યાં બાવાજીની ઝૂંપડીમાં ? સૂતાં સૂતાં સસલાભાઈએ રોફબંધ કહ્યું-
મુખી કહે - કોણ છે ત્યાં બાવાજીની ઝૂંપડીમાં ? સૂતાં સૂતાં સસલાભાઈએ રોફબંધ કહ્યું-
એ તો સસોભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામ; ભાગ મુખી,
નીકર તારું મુખીપણું તોડી નાખું !
ડાબે પગે ડામ; ભાગ મુખી,
નીકર તારું મુખીપણું તોડી નાખું !
આ સાંભળીને મુખી પણ બીને નાસી ગયો. પછી તો બાવાજી પણ ગયા. બધાં ગયા પછી સસલાભાઈ મઢીમાંથી બહાર નીકળ્યા. શિયાળને મળ્યા ને બધી વાત કહી. શિયાળને પણ ગાંઠિયાપેંડા ખાવાનું મન થયું. તે કહે - ત્યારે હું પણ મઢીમાં જઈને ખાઈ આવીશ.
સસલો કહે - ઠીક, જાઓ ત્યારે; લ્યો, ગાંઠિયાપેંડાનો સ્વાદ ! શિયાળ તો અંદર ગયું. ત્યાં તો તરત જ બાવાજી આવ્યા ને બોલ્યા - મારી મઢીમાં કોણ છે ? શિયાળે હળવેકથી કહ્યું -

એ તો શિયાળભાઈ સાંકળિયા,
ડાબે પગે ડામ; ભાગ બાવા,
નીકર તારી તુંબડી તોડી નાખું !
ડાબે પગે ડામ; ભાગ બાવા,
નીકર તારી તુંબડી તોડી નાખું !
બાવાજી તો સાદ પારખી ગયા એટલે કહે - ઓહો, આ તો શિયાળ છે! પછી બાવાજીએ બારણાં ખેવડ્યાં અને અંદર જઈ શિયાળને બહાર કાઢી ખૂબ માર માર્યો.
શિયાળભાઈને ગાંઠિયાપેંડા ઠીક ઠીક મળ્યાં !

લે રે હૈયાભફ !
એક હતો કણબી ને એક હતી કણબણ.
બેય હતા એક એકનું માથુ ભાંગે એવાં; એક એકને પહોંચી વળે એવાં.
સાંજનો વખત હતો. કણબી ખેતરેથી આવી ખાટલે બેઠો બેઠો થાક ખાતો હતો. ત્યાં તો કણબણ રાંધણિયામાંથી બોલી - એ સાંભળ્યું કે ? મારે પિયરથી ઓલ્યો માંડણ ભરવાડ આવ્યો છે. ઈ સમાચાર લાવ્યો છે કે ત્યાં દુકાળ પડ્યો છે ને ખાવા મળતું નથી. કહે કે મારાં મા-બાપ દૂબળાં થઈ ગયાં છે.
કણબીએ આસ્તેથી જવાબ આપ્યો - તે એમાં આપણે શું કરીએ ? આપણે કાંઈ પરભુ છીએ તે મે' આણીએ ? હોય, દુકાળેય પડે !
કણબણને તો માઠું લાગ્યું ને તાડૂકી - લે ! કે' છે, હોય, દુકાળેય પડે ! ખબર પડે દુકાળ વેઠ્યો હોય તો ! જુઓ, હું કહું છું કે આજ ને આજ જાઓ ને ગાડું ભરીને ઘઉં નાખી આવો. વળી તો આપણે તો આ ભગરી ભેંશ દૂઝે છે, માટે આ ટીલડી ગાય પણ લેતા જજો. સમજ્યા ?
કણબી તો વિચારમાં પડી ગયો ને માથું ખંજવાળવા મંડ્યો. ત્યાં તો માથામાંથી એક વાત જડી, ને સડપ કરતો તે ઊભો થયો ને રાંધણિયામાં ગયો. રસોડામાં જઈને કહે - એમાં શું ? તું ભાતું કર. કાલ મળસ્કે જઈશ. સાથે આપણો ગગો પણ આવશે. પાસે ગગો ઊભો હતો. એ તો રાજીના રેડ થઈ ગયો. એ તો કૂદવા માંડ્યો ને દોડવા માંડ્યો - હેઈ, કાલે આપાને ઘેર જવાનું !
કણબીએ ભળકડે ગાડું જોડ્યું. કણબણે ઊઠીને ગાડામાં ઠાંસી ઠાંસીને ઘઉં ભર્યા, મહીં પચાસ રૂપિયાની કોથળી પણ સંતાડી. એના મનમાં એમ થયું કે ઘઉં ભેળી કોથળી પણ બાપાને પહોંચશે. ઘઉં ભરીને ગાડે એક ગાય પણ બાંધી દીધી. ગાયને ગળે સારું મજાનું એક ફૂમકું બાંધ્યુ ને ગાડાને અને કણબી ને રવાના કર્યાં.
ગાડું ચાલ્યું જાય છે ત્યાં બે મારગ ફંટાયા. એક મારગ હતો કણબીના સસરાના ગામનો ને બીજો એની બહેનના ગામનો. કણબીએ હળવેક દઈ રાશ ખેંચીને ગાડું બહેનના ગામને મારગે વાળ્યું.
ગાડામાંથી ગગો બોલ્યો - આતા ! આ મારગ તો ફુઈના ગામનો. ઓલ્યો મામાના ગામનો મારગ. કણબી કહે - બેસ, હવે ડાયો થા મા, ડાયો ! તને મારગની બહુ ખબર પડે તે ! કાલ સવારનું છોકરું ! ગગો મૂંગો થઈ બેસી રહ્યો ને ગાડું ચાલવા માડ્યું.
સાંજ પડી. ગાડું બહેનને ગામ આવ્યું. ત્યાંયે દુકાળ પડેલો. નદી સુકાઈ ગયેલી. મોલ બળી ગયેલા. અન્નપાણીના સાંસા. બહેન તો ભાઈ ને જોઇને રાજીના રેડ થઈ ગઈ. એક તો ઘરે ભાઈ આવ્યો ને સાથે વળી ગાડું ભરીને ઘઉં લાવ્યો. ઉપરિયાણમાં એક દૂઝણી ગાય પણ લાવ્યો !
બહેને ઝટપટ લાપશી કરી ને મગ કર્યાં. ભાઈ ભત્રીજાને ખૂબ ખૂબ હાથ ઠારીને જમાડ્યા ને કેટલીયે પરોણાચાકરી કરી. બાપદીકરો તો બહેનને ત્યાં સારી પેઠે બે ચાર દિવસ રહ્યા ને પછી ગાડું જોડી ઘેર પાછા આવ્યા.
કણબી ઘેર આવ્યો એટલે કણબણ કહે - કાં ઘઉં આપી આવ્યા ? કાં ગાય મારાં માબાપને કેવીક ગમી ? કાં, બધાં સાજાંતાજાં છે ને ?
કણબી કહે – મારે તો ખેતર જવું છે. આ ગગલાને પૂછ. કણબણ કહે - હેં ગગા ! મામા તો સારા છે ને ? ગગો કહે - બા, ત્યાં કોઈ મામા નો'તા. કણબણ કહે - મામા કદાચ ગામ ગયા હશે. મામી તો સારી હતી ને ?
ગગો કહે - પણ બા ! ત્યાં મામીબામી કોઈ નો'તું. ત્યાં તો ફુઈ હતાં, ભાણિયા હતા, ફુવા હતા ને ઈ બધાં હતાં. કણબણ વાત પામી ગઈ. મનમાં કહે......હં.....આ તો બહેનને ત્યાં બધું નાખી આવ્યા લાગે છે ! કણબણે વિચાર કર્યો કે હવે કણબીની પૂરી ફજેતી કરવી.
પછી કણબણ તો માથે ઓઢીને કૂટવા માંડ્યું. કણબણ રોતી જાય અને કૂટતી જાય......
ગોરી ગાયને ગળે ફૂમકું;
ગાડું ઘઉં ને મહી બૂમકું;
લે રે હૈયાભફ;
લે રે હૈયાભફ !
ગાડું ઘઉં ને મહી બૂમકું;
લે રે હૈયાભફ;
લે રે હૈયાભફ !
માણસો બધા ભેગા મળ્યા. બધા પૂછવા માંડ્યા –પટલાણી શું છે તે રુઓ છો ? કણબણ કહે - ઈ તો ઘેરથી એની બહેનને ત્યાં ગોરી ગાય ને ગાડું ઘઉં દેવા ગયેલા, પણ દુકાળમાં બહેન ને ભાણેજાં મરી ખૂટેલાં તે પાછા આવ્યા. એટલે આજે એની કાણ માંડી છે.
કણબીનું ઘર સારું એટલે ગામ આખું કૂટવા ને રોવા ભેગું થયું. કણબીને ખેતરે ખબર થઈ કે ઘરે તો કાણ માંડી છે એટલે એ પણ હાંફળો હાફળો ઘેર આવ્યો. ત્યાં તો સૌ કૂટતા હતાં..........
કણબીનું ઘર સારું એટલે ગામ આખું કૂટવા ને રોવા ભેગું થયું. કણબીને ખેતરે ખબર થઈ કે ઘરે તો કાણ માંડી છે એટલે એ પણ હાંફળો હાફળો ઘેર આવ્યો. ત્યાં તો સૌ કૂટતા હતાં..........
ગોરી ગાયને ગળે ફૂમકું;
ગાડું ઘઉં ને મહી બૂમકું;
લે રે હૈયાભફ;
લે રે હૈયાભફ!
ગાડું ઘઉં ને મહી બૂમકું;
લે રે હૈયાભફ;
લે રે હૈયાભફ!
કણબીની પાસે સૌ એની બહેન-ભાણેજનો ખરખરો કરવા લાગ્યા. કણબી વાત સમજી ગયો કે આ તો હાથનાં કર્યાં હૈયે વાગ્યાં ! પછી બીજે દિવસ કણબી ગાડું ભરીને ઘઉં અને બીજી ગાય લઈ સાસરે જઈને આપી આવ્યો.
ભણેલો ભટ્ટ
એક હતા ભટજી. કાશીએથી નવાસવા ભણી-ગણીને આવેલા.
ચાર વેદ અને છ શાસ્ત્ર ભણેલા ભટજી એક દિવસ એક નાના ગામડામાં કથા વાંચવા ગયા.
ગામના માણસો તદ્દન કોરા-ધાકોર. કોઈ ગતાગમ નહિ. ખેડ કામ સિવાય કોઈ બાબતની જાણકારી નહિ. છતાં પણ પોતે બહુ જાણે છે એવું બતાવવું બધાંને બહુ ગમે.
ભટજી આવ્યા એટલે બધાં લોકો કહે - ભટજી કથા તો ભલે વાંચે, પણ આપણે પારખાં તો લેવાં જોઈએ ને, કે ભટજી કેવુંક જાણે છે ?સૌએ ભેગા થઈ ભટજીને પૂછ્યું - ભટજી ! અમારા સવાલનો જવાબ આપો તો કથા વાંચો, ને ન આપો તો પુસ્તક અને પોથીનાં પાનાં મૂકીને અહીંથી ચાલ્યા જાઓ.
ભટ કહે - પૂછો ત્યારે.
એક માણસે પૂછ્યું - ભટજી ! ‘તુંબહ તુંબા’ એટલે શું ? ભટજી તો ભારે વિચારમાં પડી ગયા.
પોથીપાનાં જોઈ વળ્યા પણ ક્યાંય ‘તુંબહ તુંબા’ જડે નહિ. ભટજી તો ભારે મૂંઝાયા ને માથું ખંજવાળવા માંડ્યા.
ગામડિયો કહે - ભટજી ! ઈ તમારાથી અમારા સવાલનો ઉત્તર નહિ અપાય. તમારા જેવા તો ઘણાંએ આવી ગયાં, પણ કોઈએ ઉત્તર આપ્યો નથી. લ્યો, હવે પુસ્તકપાનાં અને પોથીઓ અમને સોંપી દો. ભટજીનું મોં તો લોટની કોથળી જેવું થઈ ગયું. બિચારા વીલે મોઢે ઘેર પાછા આવ્યા.
એને એક ભાઈ હતો. ઝાઝું ભણેલોગણેલો નહિ, પણ કોઠાવિદ્યાવાળો ખરો. એને બધી વાતની ખબર પડી એટલે કહે - ભાઈ ! એવા અજડ ગામમાં તમારું કામ નહિ, ત્યાં તો અમારા જેવા જોઈએ; એનું માથું ભાંગે એવા.
આ બીજો ભાઈ તો ચાલ્યો એ જ ગામડામાં. જઈને મલ્લની જેમ કછોટો માર્યો ને માથે ટકોમૂંડો કરાવ્યો. મૂંડા ઉપર ચંદનનું ગોળ ચકરડું કર્યું અને વચમાં એક ટપકું કર્યું. ગામના માણસો તો આ ભટજીને દેખીને રાજી રાજી થઈ ગયા ને એક બીજાને કહે - વાહ, આ ભટજી તો લાગે છે ય ખરા ભટજી જેવા. આવા હોય તો કાંઈક બે અક્ષર શાસ્તરના જાણવા તો મળે !
પણ તો ય બધાં કહે - પારખાં તો લેવાં જ જોશે. એમ ને એમ કાંઈ કથા વાંચવા નહિ બેસાડાય. એક જણ કહે - ભટજી ! પધારો. એક ભટજી પુસ્તકપાનાં મૂકીને ગયા છે ને બીજા વળી તમે આવ્યા છો. તમારીય તે હમણાં ખબર પડશે.
ભટજી કહે - એ ભટ નોખા ને આ ભટ નોખા. અમે તો કહેવાઈએ ભાગડ. આ માથે કેવું ટીલું કર્યું છે અને આ કેવો કછોટો માર્યો છે તે તો જુઓ !
ગામનો પટેલ કહે - ત્યારે જવાબ આપો જોઈએ. ‘તુંબહ તુંબા’ એટલે શું ?આ ભટજીને તો બરાબર ખબર હતી કે ગામના લોકોને ખેડ કામ સિવાય કોઈ વાતની ગતાગમ નથી. ભટ કહે - ભાઈ ભૂલ્યા. પૂરો સવાલેય ક્યાં પૂછતાં આવડે છે ? તો સાંભળો પહેલાં તો હોય
ખેડમ્ ખેડા
પછી વાવમ્ વાવા
પછી ઉગે વેલમ્ વેલા
પછી આવે ફૂલમ્ ફૂલા
ને પછી થાય તુંબહ તુંબા.
પછી વાવમ્ વાવા
પછી ઉગે વેલમ્ વેલા
પછી આવે ફૂલમ્ ફૂલા
ને પછી થાય તુંબહ તુંબા.
બધા કહે - એલા, આ ભટજી સાચા; કેટલું ગનાન છે ! જોયું બરાબર કળી ગયા. ઓલ્યા આગળ આવ્યા'તા ઈ ભટને તો બોરના ડીંટિયા જેટલુંય નો આવડે, ને મોટે ઉપાડે કથા વાંચવા આવ્યા હતા !
ભટજીને આખા ગામે વખાણ્યા. બધા કહે - ભટ ભારે, ભટ ભારે, ભટ ભારે ! ભટ તો છે કાંઈ જાણકાર ! બધી વાતની એને સમજ પડે !
ભટને તો ગામ આખાયે જમાડ્યા. પોથી-પુસ્તક પાછાં આપ્યાં ને સારી એવી શીખ આપીને વિદાય કર્યા.

ભેંશ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ
એક નાનું સરખું ગામ હતું. એક વાર પાદરે ભેંશો વેચાવા આવી.
ગામમાં એક પટેલ રહે. તેની પાસે કોઈ દૂઝાણું નહિ. એને થયું કે હું એક ભેંશ લઉં. જઈને પટલાણીને કહે - સાંભળ્યું કે ? આપણે એક ભેંશ લેવી છે. આંગણે ભેંશ હોય તો સારું. છોકરાં છૈયાંને દૂધ મળે; બાકી મેળવીએ એનું દહીં થાય, ઘી થાય; ને જે સરસ મજાની છાશ થાય તે આડોશી પાડોશીને અપાય.
પટલાણી કહે - એ બધું ઠીક પણ આવી જાડી રેડ જેવી છાશ મારે મારા પાડોશીને નથી આપવી. છાશ તો હું મારાં પિયરિયાંને જ આપીશ.
પટેલ કહે - તે એકલાં તારાં પિયરિયાં જ સગાં, ને મારાં સગાં તો કાંઈ નહિ, કાં ? એમ છાશ નહિ અપાય.
પટલાણી કહે - નહિ કેમ અપાય ? અપાશે ! ઘર તો મારું ય છે ને ? ને ભેંશ તો મારી યે તે, ને તમારી યે તે. બહુ બહુ તો દૂધ તમારાં સગાંને, પણ છાશ તો મારાં પિયરિયાંને !
પટેલ કહે - જોયો છે આ ડંગોરો !
પટલાણી કહે - તમારાં સગાંને આપો !
આમ કરતાં વાત વધી પડી ને પટેલ-પટલાણી લડી પડ્યાં !
એક તો બેઉ અજડ – ને એમાં વઢવાડ થઈ. પછી જોઈ લ્યો ! પરોણી લઈને પટેલે પટલાણીને સબોડી નાખ્યાં ! ઘરમાં હો-હો થઈ રહ્યું. આડોશી પાડોશી દોડી આવ્યાં.
બધાં પૂછે - છે શું, પટેલ ? આ શું માંડ્યું છે ?પટલાણી ફરિયાદ કરતાં કહે - જુઓ તો બાપુ, આ વાંસામાં સોળ ઊઠ્યા છે તે ! પટેલનો કાંઈ હાથ છે. મને ઢીબી નાખી !
પટેલ કહે - તે કો’કની જીભ ચાલે, ને કો’કનો હાથ ચાલે !
પાડોશી પૂછે - પણ છે શું ? કજિયો શાનો છે ?
પટલાણી કહે - અમારો કજિયો તો છાશનો છે. પટેલ કે’છે કે, છાશ તારાં પિયરિયાંને નહિ ! તે નહિ શું કામ ? દૂધ ભલેને એનાં સગાં ખાય; મારાં પિયરિયાં સુધી છાશે નહિ ? એ મારે નહિ ચાલે !
ત્યાં તો પાછા પટેલ ખિજાયા ને પરોણી લઈને દોડ્યા. પાડોશમાં એક ઠાવકો વાણિયો હતો. તેણે વિચાર્યું : અરે, ભેંશ તો હજી ભાગોળે છે, છાશ છાગોળે આવી નથી ને આ ધમાધમ શાની ?
વાણિયો હતો યુક્તિવાળો. જઈને કહે - પટેલ, પટેલ ! વઢવાડ તમે પછી કરજો. પહેલાં મારું નૂકશાન ભરપાઈ કરો. આ તમારી ભેંશે શિંગડું મારીને અમારી વંડી પાડી નાખી – તે ચણાવી આપો ! આમ તમારાં ઢોર રઝળતાં મૂકી દેતાં શરમાતા નથી ?પટેલ કહે - અરે પણ ! મારી પાસે ભેંશ વળી ક્યારે હતી તે તમારી વંડી પાડી નાખે ?વાણિયો કહે - ત્યારે તમે કઈ ભેંશની છાશ સારું લડો છો ?પટેલ-પટલાણી શરમાઈ ગયાં ને છાનાંમાનાં પોતાના કામે લાગી ગયાં.
લાવરીની શિખામણ
એક લાવરી હતી.
તે ઘઉંના ખેતરમાં માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી. બચ્ચાં હજુ નાનાં હતાં તેથી બચ્ચાને માળામાં મૂકીને ચણ ચણવા જતી. એક દિવસ લાવરીએ બચ્ચાંને કહ્યું, જુઓ, ખેતરનો માલિક જે કાંઈ બોલે તે ધ્યાનથી સાંભળજો અને સાંજે મને કહેજો. આમ કહી તે ચણવા ગઈ.
સાંજે લાવરી આવી ત્યારે બચ્ચાંએ માને કહ્યું, મા, ખેડૂત કહેતો હતો કે કાલે પડોશીઓ આવશે તો પાક લણી લઈશું. હવે આપણે બીજી સલામત જગ્યાએ જતાં રહીએ તો ?
લાવરી કહે, તમે ચિંતા છોડો. એ પડોશીઓ ઉપર આધાર રાખે છે એટલે મહિનાઓના મહિના નીકળી જશે. અને બીજે દિવસે ખેડૂતે ખેતરમાં આવ્યો પણ કોઈ પડોશીઓ આવ્યા ન હતા તેથી તે બોલ્યો, કાંઈ વાંધો નહિ, કાલે મારા સગાઓને પાક લણવા બોલાવી લઈશ. લાવરી ચણ ચણીને આવી ત્યારે બચ્ચાએ તેને ખેડૂતની વાત કરી.
લાવરીએ કહ્યું, ચિંતા છોડો. ખેડૂતે સગા પર આધાર રાખ્યો છે. એથી હજુ કેટલાંય દિવસ સુધી પાક લણાશે નહિ. આખરે લાવરી સાચી પડી. ખેડૂત રાહ જોતો રહ્યો ને પાક લણવા આવ્યો નહિ.
થોડા દહાડા પછી બચ્ચાં કહે, મા, આજે તો ખેડૂત ગુસ્સામાં હતો. તેની ઘરવાળીને કહે, કોઈ ન આવ્યું તો આપણે બે જ કાલે પાક લણીશું.
લાવરી કહે, ખેડૂતે પારકી આશા છોડી એટલે જરૂર તે કાલે પાક લણશે. ચાલો આપણે આજે જ બીજી કોઈ સલામત જગ્યાએ જતાં રહીએ. આમ કહી લાવરી તેનાં બચ્ચાંને લઈ બીજે રહેવા જતી રહી.
સાબરનાં રૂપાળાં શીંગડાં
એક સાબર હતું. તેને સાબરના ટોળામાં ગમે નહિ.
કાયમ તે પોતાના સાથીદારોથી અલગ થઈ એકલું એકલું ફરે. એક દિવસ સાબર નદી કાંઠે ઉગેલું લીલું લીલું તાજું ઘાસ ચરતું હતું. ઘાસ ખાઈને સાબર પાણી પીવા નદી કિનારે ગયું. નદીનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું. સાબરે પાણી પીવા જતાં પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તેને થયું, વાહ ! કેવાં સુંદર મારાં શીંગડાં છે ! માથે જાણે મુગટ પહેર્યો હોય તેવાં શોભે છે ! પણ મારા આ પગ કેવા પાતળા ! મને એ બેડોળ કરી મૂકે છે, એનું જ મને દુઃખ છે.
પોતાના મોટા શીંગડાના અભિમાનથી તે પોતાના બીજાં સાથીઓથી જુદું પડી હંમેશ એકલું ફરતું. તેના સાથીઓનાં નાનાં શીંગડાં જોઈ તેની ઠેકડી ઉડાવતું. એક દિવસ તે ઘાસ ચરતું હતું. તે સમયે નજીકમાં જ ધ્રુજાવી દે એવી પરિચિત વાસ તેને આવી. તે કંઈ સમજે તે પહેલાં વાવાઝોડાં માફક ધસી આવતા બે ખૂંખાર ચિત્તા જોયા.
સાબર તો છલાંગ મારતું જાય નાઠું. બંને ચિત્તા તેનો પીછો કરતા તેની પાછળ પડ્યા. પોતાનો જીવ બચાવવા સાબર આગળ ને આગળ દોડ્યે જાય. ઝડપથી દોડવામાં એના પાતળા પગે એને ખૂબ મદદ કરી. તે ચિત્તાથી ઘણું આગળ નીકળી ગયું ને ગીચ જંગલમાં આવી પહોંચ્યું. ત્યાં અચાનક જાણે કોઈએ તેને પકડી દોડતું અટકાવ્યું હોય તેવું લાગ્યું.
સાબરે જોયું કે એનાં શીંગડાં એક ઝાડની ડાળીઓમાં ભરાઈ ગયાં છે. તેણે ડાળીઓમાંથી શીંગડાં કાઢવા ખૂબ મહેનત કરી પણ તેનાં વાંકાં ચૂકાં શીંગડાં એવા ભરાઈ ગયા કે તે નીકળ્યાં જ નહિ. સાબરને થયું, મારા આ દૂબળા પાતળા પગને મેં ખોટા વગોવ્યા ને ! તેણે તો મને ચિત્તાના પંજામાંથી બચાવ્યું. પણ મને જે શીંગડાંનું અભિમાન હતું. એ શીંગડાં જ મારાં શત્રુ બન્યાં. જે ચીજ આપણને મદદ કરે તેમ હોય તેનું રૂપ કે દેખાવ ન જોવો જોઈએ અને જે ચીજ આપણને મુસીબતમાં મૂકી દે તેમ હોય તે ગમે તેટલી રૂપાળી હોય તો પણ તેનાથી ખૂબ સાવચેત રહેવું જોઈએ.
આમ બરાબર વિચાર કરતું હતું ત્યાં જ તેના સારા નસિબે શીંગડું તૂટી ગયું અને તે પોતાના પાતળા પગની મદદથી નાસીને પોતાનો જીવ બચાવવામાં સફળ બન્યું.
જેવા સાથે તેવા
એક બગલો નદી કિનારે રહેતો હતો.
એક દિવસ એક શિયાળ નદીમાં પાણી પીવા આવી ચડ્યું. શિયાળ અને બગલા વચ્ચે ઓળખાણ થઈ. વાતવાતમાં બંને પાકા ભાઈ બંધ થયાં.
શિયાળ મીઠું મીઠું બોલે પણ એની દાનત હતી ખોરા ટોપરા જેવી. એક દિવસ શિયાળ કહે - બગલાભાઈ ! તમે મારા દોસ્ત થયા. તમને ખીર ભાવે છે ને ? કાલે હું ખીર બનાવી તમારા માટે લેતો આવીશ. તમે પેટ ભરી તે ખાજો. બગલાએ કહ્યું - સારું.
ચાલાક શિયાળ પહોળી તાસકમાં ખીર પીરસીને લઈ આવ્યું. શિયાળે બગલાને કાંઠે બોલાવ્યો. શિયાળ કહે - લો બગલાભાઈ, તમે નિરાંતે ખીર ખાઓ. હું તાસક પકડી રાખું છું !
બગલો ખીર ખાવા ગયો પણ તાસક હતી છીછરી ને બગલાની સીધી અણીદાર ચાંચ એટલે એ ખીર ખાઈ શક્યો નહિ. એ જોઈ શિયાળ મનમાં ને મનમાં મલકાયું.
બગલો મનમાં સમસમી ગયો. એણે કહ્યું - વાહ, શિયાળભાઈ ! તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે ! એની સુંગધથી જ મારું પેટ ભરાઈ ગયું છે. હવે એમ કરો આવતી કાલે તમે મારે ત્યાં જમવા આવજો. હું તમારા માટે તમને ભાવતી બાસુંદી બનાવીને તૈયાર રાખીશ.
જમવાનું આમંત્રણ મળતાં શિયાળ રાજી રાજી થઈ ગયું અને પોતાના ભાગની તેમ જ બગલાના ભાગની ખીર સફાચટ કરી ગયું.
બીજે દિવસે શિયાળ બગલાને ઘેર જમવા પહોંચી ગયું. બગલાએ સાંકડા મોં વાળા બે કૂંજામાં બાસુંદી ભરી તૈયાર રાખી હતી.
બગલો કહે - તમને બાસુંદી ભાવે છે. એટલે મેં બાસુંદી બનાવી છે. લો શિયાળભાઈ ખાવ. આમ કહી બગલાએ શિયાળ પાસે કૂંજો મૂકયો. બીજા કૂંજામાંથી બગલો બાસુંદી ખાવા માંડયો.
શિયાળ બાસુંદી ખાવા ગયું પરંતુ એનું મોં કૂંજામાં પેસી જ ન શક્યું. તે કૂંજો હાથમાં પકડી બગલાને બાસુંદી ખાતો જોઈ જ રહ્યું. બગલાની યુક્તિ શિયાળ સમજી ગયું. એ નરમ અવાજે બોલ્યું - બગલાભાઈ, તમારી બાસુંદીની સુવાસથી જ મારું પેટ ભરાઈ ગયું, હોં ! આમ કહી ઢીલા મોઢે એ જતું રહ્યું.
શિયાળને જતું જોઈ બગલો મનમાં કહે - જેવા સાથે તેવા થઈએ તો જ ગામ વચ્ચે રહેવાય, સમજ્યા !
રીંછે કાનમાં શું કહ્યું ?
એક હતો ગોપાલ અને એક હતો મોહન.
મોહન બહુ ભોળો અને ગોપાલ ભારે ચબરાક. બન્ને નિશાળમાં સાથે ભણે. બન્ને ભાઈબંધ હતા. નિશાળમાં રજાના દિવસે બન્ને નજીકના જંગલમાં ફરવા ગયા. મોહનને જંગલમાં ડર લાગવા લાગ્યો.
મોહન કહે - ગોપાલ, મને તો બીક લાગે છે. કોઈ જંગલી જાનવર આપણને ફાડી ખાશે તો ?
ગોપાલ કહે - તું તો સાવ ડરપોક છે. તારી સાથે હું છું તેથી તારે ડરવાની જરા પણ જરૂર નથી.
મોહન ફરી બોલ્યો - પણ ગોપાલ, આપણી પાસે જંગલી જાનવરનો સામનો કરવા કોઈ હથિયાર પણ નથી તેનું શું ?ગોપાલ કહે - હથિયારની શું જરૂર છે ? આપણે બન્ને મોટા અવાજ કરી એને ભગાડી દેશું.
બન્ને મિત્રો આમ વાતો કરતા થોડું આગળ ચાલ્યા ત્યાં અચાનક ગોપાલે સામેથી એક રીંછ આવતું જોયું. ગોપાલનાં બધાં બણગાં હવામાં ઊડી ગયાં. તે તો રીંછને જોતાં જ પોતાના મિત્રની પરવા કર્યા વિના પોતાનો જીવ બચાવવા ભાગ્યો.
ગોપાલ દોડીને પાસેના ઝાડ પર ચડી ગયો. મોહને રીંછને નજીક આવતું જોઈ બૂમ પાડી - મિત્ર, ગોપાલ ! મને બચાવ ! પણ ગોપાલ તો ઝાડની ઊંચી ડાળીએ પહોંચી પાંદડાંની ઘટામાં સંતાઈ ગયો.
મોહનને ઝાડ પર ચઢતાં આવડતું ન હતું. તેને થયું કે હવે કરવું શું ? પણ મોહનને એક ઉપાય મળી ગયો. તે પોતાનો શ્વાસ રોકી જમીન પર મડદાની જેમ સૂઈ ગયો. ના હાલે કે ના ચાલે. થોડી વારમાં રીંછ મોહનની નજીક આવ્યું. તેણે એના શરીરને સૂંઘી જોયું. રીંછને થયું કે આ તો મરેલો જ છે. એટલે તે ત્યાંથી આગળ જતું રહ્યું. ગોપાલે આ જોયું પણ એને ખબર ન પડી કે રીંછ શું કરતું હતું.
રીંછના ગયા પછી ગોપાલ ઝાડ પરથી નીચે ઊતર્યો. એણે મોહનની મજાક કરતાં પૂછ્યું - અલ્યા મોહન ! શું રીંછ તારું સગું થતું હતું કે શું ? એણે તારા કાનમાં શું કહ્યું ?મોહન કહે - રીંછ મને શિખામણ આપી કે મુસીબતમાં સાથ છોડી જાય તેનો કદી વિશ્વાસ ન કરવો.
મોહનનો આવો જવાબ સાંભળીને ગોપાલનું માથું શરમથી નીચું થઈ ગયું.
ઉંદર અને સિંહ
એક જંગલમાં સિંહ રહેતો હતો.
ઉનાળાના દિવસો હતા. આકરો તાપ હતો. સિંહ ગરમીથી અકળાઈ ગયો હતો. તે ઝાડના છાંયે બેસી ઊંઘતો હતો. એવામાં એક ઉંદર ત્યાં આવી ચડ્યો. સિંહને ઊંઘતો જોઈ તે તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. તેના શરીર પર તે રમવા લાગ્યો.
ઉંદર સિંહની કેશવાળી પકડી ઝૂલા ખાતો હતો. ત્યાં તેની પૂંછડી સિંહના નાકમાં ભરાઈ. તેથી સિંહની ઊંઘ ઊડી ગઈ. તેણે 'હાક.. છી !' કરી છીંક ખાતાં ખાતાં એક ઉંદરને ભાગતો જોયો. તેણે નાસતા ઉંદરની પૂંછડી પોતાના પંજાથી દબાવી દીધી.
ઉંદર ખૂબ ડરી ગયો. તે કરગરીને બોલ્યો - સિંહદાદા આપ જંગલના રાજા છો. મારો એક ગુનો માફ કરી મને છોડી દો. જરૂર પડશે ત્યારે હું એનો બદલો વાળી આપીશ !
સિંહ એ સાંભળી હસી પડ્યો અને બોલ્યો - ઉંદરડા ! નાનકડા જીવડા જેવો તું વળી મને શી મદદ કરવાનો ?
ઉંદરે હાથ જોડી ફરી વિનંતી કરી - સિંહદાદા, એક વખત મને જીવતદાન આપો. તમારો ઉપકાર જિંદગીભર યાદ રાખીશ. આટલું બોલતાં ઉંદરની આંખમાં આંસુ આવી ગયાં. નાનકડા ઉંદરને રડતો જોઈ સિંહને તેની દયા આવી. તેણે ઉંદરને જવા દીધો.
થોડાક દિવસો પછી સિંહને પકડવા શિકારીઓ જંગલમાં ઘૂસી ગયા. તેણે સિંહને પકડવા જાળ પાથરી. પછી જાળને સૂકા પાંદડાંથી ઢાંકી દીધી. સિંહ ત્યાંથી ચાલવા ગયો. પણ તે શિકારીઓએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો. શિકારીઓએ તેને જાળમાં બરાબરનો બાંધીને ઝાડની ડાળીએ લટકાવી દીધો. પછી તેઓ તે સિંહને લઈ જવા માટે એક મોટું પાંજરું લેવા ગયા. સિંહે જાળમાંથી છૂટવાં ઘણાં ફાંફાં માર્યાં પણ કંઈ વળ્યું નહિ ! થાકીને સિંહે ગર્જના કરવા માંડી.
નાનકડા ઉંદરે સિંહની આ ગર્જનાઓ સાંભળી. તે સિંહનો અવાજ ઓળખી ગયો. તરત જ તે સિંહ પાસે દોડી આવ્યો. આવીને જૂએ તો સિંહદાદા ઝાડ ઉપર જાળમાં બંધાયેલા હતા.
ઉંદર બોલ્યો - સિંહદાદા, ધીરજ રાખજો. શિકારીઓ તમને લેવા આવે તે પહેલાં જ હું જાળ કાપી નાખીશ ને તમને બંધનમાંથી છોડાવી દઈશ ! એમ કહી ઉંદર ઝાડ પર સડસડાટ ચડી ગયો. પોતાના તીણા દાંતથી જાળ કાપવા માંડી. કટ … કટ … કટ…જોતજોતામાં તીણા દાંત વડે આખી જાળ કોતરી કાઢી.
જાળ કપાતાં સિંહ ભફાંગ અવાજ સાથે જમીન પર પડ્યો. છુટકારાનો દમ લેતાં તે બોલ્યો - મિત્ર, તારો ખૂબ આભાર. મોટાઈમાં ફુલાઈને તને નાનો જાણી તારી ખોટી અવગણના કરી પણ હવે મને તેનો પસ્તાવો થાય છે.
સિંહની વાત સાંભળી ઉંદરને સંતોષ થયો કે ભલે પોતે નાનો રહ્યો પણ પોતાના પર થયેલા ઉપકારનો બદલો તે બરાબર વાળી શક્યો હતો.
ઉંદર સાત પૂંછડિયો
એક ઉંદરડીના નાના બચ્ચાંને સાત પૂંછડી હતી.
ઉંદરડી તેનું બહુ જતન કરતી હતી. એ સાત પૂંછડિયો ઉંદર થોડો મોટો થયો એટલે તેની માએ એને નિશાળે ભણવા મોકલ્યો.
નિશાળમાં છોકરાઓને ઉંદરની સાત પૂંછડીઓ જોઈને રમૂજ થઈ. છોકરાઓ ઉંદરને ખીજવવા લાગ્યા.
ઉંદર સાત પૂંછડિયો ! ઉંદર સાત પૂછડિયો!
છોકરાઓના મોઢે આવું સાંભળી ઉંદર રડતો રડતો ઘેર આવ્યો.
ઉંદરડીએ પૂછયું - બેટા રડે છે કેમ ?
ઉંદર કહે - મા નિશાળમાં મને છોકરાઓ સાત પૂંછડિયો કહીને ખીજવે છે.
ઉંદરડી કહે - બેટા, એમાં રડવાનું ન હોય. જા વાળંદ પાસે જા. એક પૂંછડી કપાવી આવ.
માની વાત સાંભળીને ઉંદર વાળંદ પાસે એક પૂંછડી કપાવી આવ્યો.
ઉંદર બીજે દિવસે નિશાળે ગયો. છોકરાઓ બરાબર પૂંછડીઓ ગણી પાછા ખીજવવા લાગ્યા.
ઉંદર છ પૂંછડિયો ! ઉંદર છ પૂંછડિયો !
ઉંદર નિશાળમાંથી ભાગ્યો અને ઘેર આવી માને કહે - મા મને તો હજુ છોકરાઓ ઉંદર છ પૂંછડિયો કહીને ખીજવે છે.
મા કહે - કાંઈ વાંધો નહિ. જા એક પૂંછડી કપાવી આવ. ઉંદર વળી પાછો એક પૂંછડી કપાવી આવ્યો.
આમ ઉંદર દરરોજ એક પૂંછડી કપાવે. એમ કરતાં ઉંદરને એક જ પૂંછડી રહી. તો પણ નિશાળમાં બધાં છોકરાઓએ ઉંદરને ખીજવ્યો.
ઉંદર એક પૂંછડિયો ! ઉંદર એક પૂંછડિયો !
છોકરાઓથી કંટાળીને ઉંદરે ઘેર આવી માને પૂછ્યા વિના છેલ્લી પૂંછડી જાતે જ કાપી નાખી. પછી અરીસામાં જોયું ને બોલ્યો - હવે મારે પૂંછડી જ નથી. એટલે છોકરાઓ મને ખીજવી નહિ શકે.
બીજે દિવસે ઉંદર નિશાળે ગયો. છોકરાઓને વધારે ગમ્મત પડી. એ તો ઉંદરને ઘેરી વળીને ખીજવવા લાગ્યા.
ઉંદર બાંડો ! ઉંદર બાંડો !
ઉંદર ઘેર આવી માને ફરિયાદ કરી.
ઉંદરડી કહે - બેટા, તારે તારી બધીજ પૂંછડીઓ કપાવી નાખવાની જરૂર ન હતી. બધાં ઉંદરને એક પૂછડી તો હોય જ.
ઉંદર રડતા રડતા બોલ્યો - મા, ગમે તેમ કર, મારે મારી પૂંછડી પાછી જોઈએ છે.
મા વિચાર કરીને કહે - જા તારી કપાયેલી પૂંછડી લઈ આવ તો.
ઉંદરે દોડતા જઈને પોતાના ઓરડામાંથી પૂંછડી લઈ આવી માને આપી.
માએ ખૂબ મહેનત કરી ઉંદરને તેની કપાયેલ પૂંછડી ફરી સરસ રીતે લગાવી આપી અને કહ્યું કે હવે પછી છોકરાંઓને જે બોલવું હોય તે ભલે બોલે પણ તું તેના તરફ બિલકુલ ધ્યાન આપીશ નહિ.
ઉંદરભાઈ તો પછી રોજ નિશાળે જવા લાગ્યા અને ભણવામાં ધ્યાન આપવા લાગ્યા. છોકરાંઓએ થોડા દિવસ ઉંદરને ખિજાવવાની કોશિશ કરી જોઈ પણ ઉંદરે તો તેમના તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહિ એટલે તેમણે પણ ઉંદરને હેરાન કરવાનું છોડી દીધું. ઉંદરભાઈ તો ખૂબ ભણીને પહેલા નંબરે પાસ થઈ ગયા !
ફુલણજી દેડકો
એક દેડકો હતો. તે પોતાનાં ચાર બચ્ચાં અને દેડકી સાથે કૂવામાં રહે. દેડકો ખૂબ ખાઉધરો. તે ખાઈ ખાઈ ખૂબ જાડો પાડો થઈ ગયો હતો. તે માનતો કે પોતાનાથી બીજું કોઈ મોટું છે જ નહિ.
દેડકાનાં ચારે બચ્ચાં કૂવાની પાળે રમતાં હતાં. તેમણે દૂરથી ચાલ્યો જતો એક હાથી જોયો. પહેલાં કોઈ દિવસ તેમણે આવું વિશાળકાય પ્રાણી જોયું ન હતું. તેઓ ખૂબ ડરી ગયાં ને કૂવાના પાણીમાં કૂદી પડ્યાં. પોતાની મા દેડકી પાસે જઈ બોલ્યાં, 'મા, મા આજે અમે એક મોટા કાળા પહાડ જેવું પ્રાણી જોયું. તેને લાંબું નાક હતું. મોટા ઝાડના થડ જેવા ચાર પગ હતા. ગાગર જેવું મોટું પેટ હતું'.બચ્ચાંની વાત સાંભળી દેડકો મોટી ફલાંગો ભરતો ત્યાં આવી પહોંચ્યો ને બોલ્યો, 'હોય જ નહિ મારાથી મોટું બીજું કોઈ હોઈ જ ન શકે!'ચારે બચ્ચાં કહે, ' ખરેખર અમે બહુ જ મોટું પ્રાણી જોયું છે.'દેડકાએ પોતાનું પેટ ફુલાવ્યું ને પૂછ્યું, 'આટલું મોટું પ્રાણી?'બચ્ચાં કહે, 'ના બાપા હજુ મોટું.'દેડકાએ ફરી પોતાનું પેટ વધુ ફુલાવ્યું ને કહ્યું, 'આટલું મોટું?'બચ્ચાં કહે, 'ના ખૂબ જ મોટું તેનું પેટ હતું.' દેડકાએ ખૂબ જોર કરી પોતાનું પેટ ફુલાવ્યું.
ચારે બચ્ચાં બોલી ઊઠયાં, 'ના તેનું પેટતો આનાથી ખૂબ જ મોટું હતું.'દેડકો કહે, ' હવે જુઓ હું વધુ પેટ ફુલાવી તમને બતાવું છું કે હું કેટલો મોટો છું.'દેડકી કહે, ' દેડકા રાજા તમે ખોટું જોર કરવાને બદલે આપણાં બચ્ચાંની વાત સમજો તો ખરા?'દેડકો કહે, 'મારા કરતા બીજું કોઈ મોટું હોઈ જ ન શકે.' એમ કહીને તે ફરી ખૂબ જોર કરી પોતાનું પેટ ફુલાવવા લાગ્યો. થોડી વારે મોટા અવાજ સાથે દેડકાનું પેટ ફાટી પડ્યું.
બિચારો દેડકો ! ખોટું અભિમાન કરી પોતાની તાકાત કરતાં વધુ જોર કરવા જતાં પોતાનો જીવ ગુમાવી બેઠો !
ઉપકારનો બદલો અપકાર
એક કૂતરી હતી. કૂતરીને ચાર ગલૂડિયાં હતાં. રહેવા માટે તેની પાસે કોઈ જગ્યા નહોતી. શિયાળો આવી પહોંચ્યો. ખૂબ ઠંડી પડવા માંડી. કૂતરી અને બચ્ચાં ઠંડીમાં ધ્રૂજવા માંડ્યાં. કૂતરીને થયું કે જો રહેવાની કોઈ વ્યવસ્થા નહીં કરું તો બચ્ચાં મરી જશે. નજીકમાં જ એક કૂતરાની બખોલ હતી. કૂતરી કૂતરાને આજીજી કરીને બોલી, ‘ભાઈ, મારાં ગલૂડિયાં ટાઢમાં મરી જશે. બખોલમાં જગ્યા હોય તો બચ્ચાંને રહેવા દો.’કૂતરો ભલો હતો. તે બોલ્યો, ‘બચ્ચાંને પણ લઈ આવ અને તું પણ આવી જા. હું બીજે જાઉં છું. થોડા દિવસ પછી આવીશ. ત્યાં સુધીમાં ટાઢ ઓછી થઈ જશે.’કૂતરો જતો રહ્યો. જોતજોતામાં થોડાં દિવસો વીતી ગયા. ટાઢ પણ ઓછી થઈ ગઈ. એક દિવસ કૂતરો આવી પહોંચ્યોં. કૂતરીને કહ્યું, ‘હવે મારું ઘર ખાલી કરી આપ.’કૂતરીને એ ઘર છોડવું નહોતું. એણે બહાનું કાઢીને કહ્યું, ‘મારાં બચ્ચાં હજી નાનાં છે. એમને લઈને ક્યાં જાઉં? થોડા દિવસ હજી અમને રહેવા દો તો મહેરબાની.’કૂતરો બોલ્યો, ‘ભલે, થોડા દિવસ રહો. પણ હવે પાછો આવું ત્યારે ઘર ખાલી કરી આપજે.’કૂતરો જતો રહ્યો. થોડો સમય વીતી ગયો. એક દિવસ કૂતરો આવી પહોંચ્યો. કૂતરાને દૂરથી આવતો જોઈને કૂતરી બખોલમાંથી બહાર આવી ગઈ. કૂતરો બોલ્યો, ‘હવે તો બચ્ચાં મોટાં થઈ ગયાં ને ?’કૂતરીએ કહ્યું, ‘હા બહુ મોટાં થઈ ગયાં છે. એ ચાર ને હું પાંચમી. ને તું છે એકલો. જરાપણ ડબડબ કરીશ તો જોવા જેવી થશે. માટે છાનોમાનો જતો રહે અહીંથી.’કૂતરો સમજી ગયો કે કૂતરીની દાનત બગડી છે. એણે પોતાનું ઘર પચાવી પાડ્યું છે. એ કંઈ બોલવા જાય ત્યાં તો મોટામોટા ચાર ડાઘીયા કૂતરા બહાર આવ્યા ને ઘૂરકવા માંડ્યા. કૂતરો નિરાશ થઈ ત્યાંથી ચાલતો થયો. ઘર ગુમાવ્યાનું એને બહુ દુઃખ થયું. પણ વધુ દુઃખ તો એને એ વાતનું થયું કે જે કૂતરી પર દયા કરી એ કૂતરીએ જ એનું ઘર આંચકી લીધું. પોતે એના પર ઉપકાર કર્યો પણ એણે કેવો બદલો વાળ્યો.
બીજા ઉપર ઉપકાર કરવા જતી વખતે એ વાત હંમેશા યાદ રાખવી કે આ જગતમાં ઘણા લોકો ઉપકારનો બદલો અપકારથી પણ વાળે છે !
કોણ વધુ બળવાન?
એક વખત પવન અને સૂરજ ચડસાચડસીમાં ઊતરી પડ્યા. પવન કહે, ‘સૂરજ, તારા કરતાં હું બળવાન’.
‘તું બળવાન? હં!’ સૂરજે કહ્યું: ‘મારી આગળ તારી કશી વિસાત નહિ, સમજ્યો?’પવને કહ્યું: ‘ના ના, તારા કરતાં હું ખૂબ બળવાન, બોલ!’આ જ વખતે તેમણે પૃથ્વી પર રસ્તે ચાલ્યા જતા એક મુસાફરને જોયો. તેણે પોતાના શરીરે શાલ લપેટેલી રાખી હતી.
સૂરજે પવનને કહ્યું: ‘પેલા મુસાફરની શાલ આપણા બેમાંથી જે ઉતરાવે તે વધુ બળવાન. બોલ છે કબૂલ?’પવને કહ્યું: ‘મંજૂર!’
‘જા, પહેલી તક તને આપું છું’, સૂરજે પવનને કહ્યું.
‘અરે, હમણાં જ તેની શાલ ઉડાડી દઉં છું. જોજેને!’ પવન બોલ્યો.
પવન મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડવા જોરજોરથી ફૂંકાવા લાગ્યો. પરંતુ પવન જેટલો જોરથી ફૂંકાવા લાગ્યો, મુસાફર એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટીને રાખવા લાગ્યો. આ સંઘર્ષ ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી પવનનો વારો પૂરો ન થયો.
હવે સૂરજનો વારો આવ્યો. સૂરજે હળવેથી પૃથ્વી પર હૂંફાળું સ્મિત વેર્યું. મુસાફરને જરાક ગરમી લાગી. એણે તરત જ શાલની પકડ ઢીલી કરી નાંખી. જેમ જેમ સૂરજનું સ્મિત વધતું ગયું તેમ તેમ પૃથ્વી પર ગરમી વધતી ગઈ. હવે મુસાફરને શાલ ઓઢી રાખવાની જરૂર ન લાગી. તેણે શાલ ઉતારીને પોતાના હાથમાં લઈ લીઘી. પવનને માનવું પડ્યું કે પોતાનાથી સૂરજ બળવાન છે.
ઘણી વખત જે કામ બળથી ન થાય તે કેવળ મીઠડું સ્મિત કરી જાય છે!
જ્યાં સંપ ત્યાં જંપ
એક હતો ખેડૂત. તેને પાંચ દીકરા હતા. તે બધા બળવાન અને મહેનતુ હતા. પણ તેઓ અંદરોઅંદર એકબીજા સાથે લડતા-ઝઘડતા હતા.
ખેડૂતની ઈચ્છા હતી કે પાંચેય દીકરા ઘરમાં સંપીને શાંતિથી રહે. એટલે તે એમને ખૂબ સમજાવતો. પરંતુ ખેડૂતની સલાહની દીકરાઓ પર કોઈ અસર થતી નહિ. તેથી ખેડૂત હંમેશા ચિંતાતુર રહેતો.
એ રોજ વિચાર કરતો કે આ છોકરા સંપીને રહે તે માટે શું કરવું જોઈએ? એક દિવસ અચાનક તેને ઉકેલ મળી ગયો. તેણે પાંચેય દીકરાને પોતાની પાસે બોલાવી કહ્યું: ‘જુઓ આ લાકડાની ભારીમાંથી એક પણ લાકડી કાઢ્યા વિના આખી ભારી તમારામાંથી કોણ તોડી શકે છે?’ખેડૂતના દરેક દીકરાએ વારાફરતી લાકડાની એ ભારી હાથમાં લીધી. દરેકે તે ભારીને તોડવા બળપૂર્વક ખૂબ પ્રયત્ન કર્યો. પરંતુ એમાંથી કોઈ પણ એ ભારી તોડી ન શક્યો.
પછી પેલા ઘરડા ખેડૂતે કહ્યું: ‘ચાલો લાકડાની ભારી છોડી નાખો અને તેની લાકડી એક પછી એક તોડી નાખો.’ દરેકે એક પછી એક લાકડી હાથમાં લીધી અને સરળતાથી તોડી બતાવી.
પછી ખેડૂતે સલાહ આપતાં કહ્યું: ‘એક એક લાકડી સહેલાઈથી તૂટી ગઈ કેમકે તે મજબૂત નહોતી. પણ એ જ લાકડીઓ જ્યારે ભારીમાં બંધાયેલી હતી ત્યારે ખૂબ જ મજબૂત હતી. તમે પણ પાંચેય જણ સંપથી રહેશો તો મજબૂત બનશો પરંતુ લડી ઝઘડીને અલગ અલગ રહેશો તો કમજોર બનશો.’
બળિયાથી દૂર રહેવામાં જ શાણપણ છે
એક વખત નદીમાં મોટું પૂર આવ્યું. નદીમાં કેટલીયે ચીજવસ્તુઓ તણાઈને વહેતી જતી હતી. એમાં એક તાંબાનો અને બીજો માટીનો એમ બે ઘડા પણ તરતા તરતા જતા હતા.
તાંબાના ઘડાએ માટીના ઘડાને જોયો અને બોલ્યો, ‘દોસ્ત, તું પોચી માટીનો બનેલો છે, નાજુક છે. તારી ઈચ્છા હોય તો મારી પાસે આવ. તને કંઈ નુકસાન થવાનું હશે તો હું તને બચાવી લઈશ.’
‘મિત્ર, તેં મારા માટે ભલી લાગણી બતાવી તેથી તારો આભાર’ માટીના ઘડાએ કહ્યું અને ઉમેર્યું, ‘પણ તારી તદ્દન નજીક આવવાની મારી હિંમત થતી નથી. તું રહ્યો સખત અને મજબૂત, જ્યારે હું રહ્યો માટીનો – પોચો. ભૂલમાંય આપણે જો અથડાઈ જઈએ, તો મારા તો ચૂરેચૂરા થઈ જાય! તું મારું ભલું ચાહતો હોય તો મારાથી દૂર રહે. એમાં જ મારી ભલાઈ છે.’
આમ બોલતો માટીનો ઘડો હળવે હળવે તરતો તરતો તાંબાના ઘડાથી દૂર દૂર ચાલ્યો ગયો.
ચોરની લાકડી એક વેંત ટૂંકી
એક વખત નગરના મોટા પ્રતિષ્ઠિત વેપારીને ઘેર મોટી રકમની ચોરી થઈ ગઈ. વેપારીએ તે ચોરીની ફરિયાદ કાજી પાસે કરી પરંતુ ઘણી તપાસ કર્યા પછી પણ ચોરી કોણે કરી છે તે ખબર ન પડી ત્યારે તે મામલો અકબરના દરબારમાં આવ્યો.
અકબર બાદશાહે ચોરને શોધી કાઢવાનો હુકમ બીરબલને કર્યો. બીરબલે તે વેપારીને બોલાવ્યો અને પૂછ્યું: ‘તમને કોઈ પર શક છે? શક હોય તો કહી દેજો, ગભરાતા નહીં. તમને તમારું ચોરાયેલું ધન મળી જશે.’વેપારીએ જવાબ દીધો, ‘હજૂર, મારો એવો અંદાજ છે કે મારા નોકરોમાંથી કોઈ એકે આ ચોરી કરી છે. કોઈ બહારના માણસનું આ કામ નથી. પરંતુ મારા ચાર-પાંચ નોકરોમાંથી કોણે ચોરી કરી હશે તે હું કહી શકતો નથી.’બીરબલે સિપાહીને મોકલી તે વેપારીના નોકરોને તેડાવ્યા. જ્યારે ચારેય નોકરો આવી ગયા ત્યારે બીરબલે ચાર એક સરખી લાંબી લાકડીઓમાંથી એક એક લાકડી નોકરોને આપી અને કહ્યું: ‘જુઓ, આ જાદુઈ લાકડી તમારે ચારેયને તમારી પાસે આજ રાત પૂરતી રાખવાની છે.’આમ કહી બીરબલે લાકડીઓ ઉપર મંત્ર ફૂંકવાનો ઢોંગ કર્યો. પછી કહ્યું: ‘કાલે સવારે આવીને તમારે ચારેયે મને સૌ સૌની લાકડી બતાવવાની છે. જેણે ચોરી કરી હતે તેની લાકડી કાલ સવારે એક વેંત લાંબી થઈ જશે. અને જેણે ચોરી નહીં કરી હોય તેની લાકડી એ જ માપની રહેશે.’ આમ કહી બીરબલે ચારેય નોકરોને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા.
હવે બન્યું એવું કે જે ખરેખર ચોર હતો તેણે ઓરડામાં જઈ વિચાર્યું કે મેં ચોરી કરી છે તેથી મારી લાકડી સવાર સુધીમાં એક વેંત લાંબી જઈ જશે. તો હું આ લાકડીમાંથી એક વેંત અત્યારે જ કાપી નાખું તો સવારે મારી લાકડી લાંબી થશે તો બધા નોકરોની જેવડી જ થઈ જશે. આમ વિચારી તે ચોર નોકરે પોતાની લાકડી એક વેંત જેટલી કાપી નાખી.
તે લાકડી ખરેખર જાદુઈ નહોતી. સવારે જ્યારે ચારેય નોકરો પોતાની લાકડી લઈને હાજર થયા ત્યારે બીરબલે બધી લાકડી સાથે રાખી ને માપી અને તેણે તરત જ કહી દીધું કે આ એક વેંત નાની લાકડીવાળા નોકરે જ ચોરી કરી છે. નોકરની ચોરી પકડાઈ ગઈ હતી. તે હવે સજા મળવાના ભયથી ગભરાઈ ગયો. તેણે ચોરીની બધી વાત કબૂલ કરી લીધી. આમ બીરબલની ચતુરાઈને કારણે સાચો ચોર પકડાઈ ગયો અને વેપારીને તેનું ધન પાછું મળી ગયું અને ચોરને સજા થઈ.
શું ચડે? ભણતર કે સામાન્ય સમજ?
એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. તેમાંના ત્રણ ખૂબ ભણીને વિદ્વાન થયા હતા. આમ તો તેઓ જ્ઞાનનો ભંડાર હતા પણ તેમનામાં સામાન્ય સમજદારીનો તદ્દન અભાવ હતો. ચોથો મિત્ર કંઈ ખાસ ભણ્યો ન હતો પણ તેનામાં સામાન્ય સમજ ઘણી હતી.
એક દિવસ ચારે મિત્રો પોતપોતાનું નસીબ અજમાવવા રાજાની રાજધાની તરફ જવા નીકળ્યા. રસ્તામાં એક જંગલ આવતું હતું. તેઓ હસી-મજાક કરતા જંગલમાંથી પસાર થતા હતા. અચાનક તેમની નજર એક ઝાડ નીચે પડેલાં હાડકાંના ઢગલા પર પડી. ચારેય મિત્રો ધીરે ધીરે ચાલતા હાડકાંના ઢગલા પાસે પહોંચ્યા. તેઓને થોડો ડર પણ લાગ્યો. પેલા વિદ્વાન મિત્રોમાંના એકે તો હાડપિંજરને બરાબર ધ્યાનથી જોયું પછી બોલ્યો: ‘આ કોઈ સિંહનાં હાડકાં લાગે છે. હું મારી વિદ્યાના બળે આ હાડકાને એકબીજાં સાથે ગોઠવી મરેલા સિંહનું હાડપિંજર તૈયાર કરી આપી શકું તેમ છું.’ એમ કહી તેણે સિંહનું હાડપિંજર તૈયાર કર્યું.
હાડપિંજર જોઈને બીજા વિદ્વાન મિત્રે કહ્યું: ‘મારી વિદ્યાથી હું આમાં લોહી, માંસ-મજ્જા ભરી દઉં અને તેની પર ચામડી મઢી દઉં!’ એમ કહી તેણે હાડપિંજરને લોહી, માંસ-મજ્જા, ચામડીથી તૈયાર કરી દીધું.
આ જોઈ ત્રીજો વિદ્વાન મિત્ર બોલ્યો, ‘મારી વિદ્યાથી આ સિંહને હું જીવતો કરી શકું.’ પેલા ઓછું ભણેલા ચોથા મિત્રે વિચાર્યું કે આ સિંહ જીવતો થશે તો કોઈને છોડશે નહિ. તેણે સૌને ચેતવ્યા કે આ સિંહને જીવતો કરીને આપણે કોઈ ખતરો ઊભો કરવો નથી.
એક વિદ્વાન મિત્ર બોલ્યો, ‘આ મૂર્ખ આપણી વિદ્યાની અદેખાઈ કરે છે. આપણે એનું કાંઈ સાંભળવું નથી.’બીજા બે વિદ્વાન મિત્રો પણ તેની વાત સાથે સંમત થયા. પેલો ચોથો શાણો મિત્ર દોડીને દૂર ઝાડ પર ચઢી ગયો. પેલા ત્રણ વિદ્વાન મિત્રો તેના તરફ હસ્યા. તેની મજાક ઉડાવી.
એક જણ બોલ્યો, ‘સાવ ડરપોક!
બીજો કહે, ‘અદેખો છે અદેખો!’પછી પેલા ત્રીજા વિદ્વાન મિત્રે સિંહમાં પ્રાણ પૂર્યો કે તરત સિંહ આળસ મરડીને ઊભો થયો અને ત્રાડ પાડી. પાસે જ ઊભેલા પેલા ત્રણ વિદ્વાન મિત્રો પર સિંહ તૂટી પડ્યો અને તેમને ફાડી ખાધા. ઝાડ પર ચડી ગયેલા પેલા ચોથા મિત્રને તેની સામાન્ય બુદ્ધિ અને ડહાપણે બચાવી લીધો.
આપણી પાસે જે કોઈ જાણકારી કે જ્ઞાન હોય તેનો વગર વિચારે ઉપયોગ ન કરવો જોઈએ.
મગતરાંએ મહારથીને નમાવ્યો
એક વખત જંગલના રાજા સિંહને મનમાં અભિમાન આવ્યું કે આ આખા જગતમાં મારા જેવો બીજો કોઈ બળિયો નથી.
એક દિવસ તેને એક મચ્છર સામે મળ્યો. મચ્છરને સિંહના અભિમાનની ખબર હતી. મચ્છરે વિચાર્યું કે આજે મોકો છે. લાવ સિંહનું ખોટું અભિમાન ઉતારું.
મચ્છરે સિંહને કહ્યું, ‘ઓ વનરાજ, તમારામાં હિંમત હોય તો મારી સાથે લડવા આવી જાઓ.’ વનરાજે જવાબ ન આપ્યો એટલે સિંહને ખીજવવા લાગ્યો, ‘કેમ મારાથી ગભરાઈ ગયાને? સિંહ બીકણ, સિંહ બીકણ.’
‘જા, જા, તારા જેવા જંતુ સાથે કોણ લડે? તારા જેવા મગતરાં સાથે લડવામાં મારી શોભા નહિ.’ સિંહે કહ્યું.
મચ્છર કહે, ‘ખોટું અભિમાન કરવાનું રહેવા દો. ખરી હિંમત હોય તો સામે આવો.’મચ્છરનું મહેણું સાંભળી સિંહ તો ખિજાયો અને ત્રાડ પાડતો મચ્છર સામે ધસ્યો. મચ્છર ગણગણ કરતો સિંહના નાકની અંદર જઈ બેઠો ને ત્યાં તેને ચટકા ભરવા લાગ્યો. સિંહ ખૂબ ખિજાયો. તેણે પોતાના નાક ઉપર પંજો માર્યો. મચ્છર તો ઊડી ગયો પણ પંજો પોતાના જ નાક પર લાગ્યો. સિંહ વધુ ખિજાયો. ફરી પાછો મચ્છર નાક પર આવી બેઠો ને વળી સિંહે પંજો માર્યો. મચ્છર ઊડી ગયો. ફરીથી સિંહને જ વાગ્યું. નાક તો લાલ ચોળ થઈ ગયું.
સિંહ ગુસ્સાથી પાગલ થઈ ગયો. તેણે મોટી ત્રાડ પાડી, પંજો પછાડ્યો ને પૂછડું જોરથી ઉછાળ્યું. પણ પેલો મચ્છર તો હળવેથી તેના મોં પર બેઠો ને ચટ દઈને કરડ્યો.
ધીમેથી તેના કાનમાં પેઠો ને ચટ દઈને કરડ્યો. ધીમેથી તેના પૂંછડા પર બેઠો ને ચટ દઈને કરડીને ઊડી ગયો. બિચારો સિંહ! મચ્છરને ભગાડવા પૂછડું જોર જોરથી પછાડે કે જેથી મચ્છર મરી જાય પણ થાય ઊંધું. છેવટે પોતાને જ વાગે.
આખરે સિંહ થાકી ગયો. તેણે મચ્છરને કહ્યું, ‘ભાઈ, તારાથી હું હાર્યો. કબૂલ કરું છું કે તું મારાથી બળિયો છે.’સિંહને આમ કરગરતો જોઈ મચ્છરને ખૂબ મજા પડી. સિંહને ફરતાં બે ચાર ચક્કર લગાવી તે ઊડી ગયો. મચ્છર ગયો તેથી સિંહને નિરાંત થઈ.
ઘણી વખત નાના મગતરાં પણ મહારથીને નમાવી શકે છે.
દોડવીર કાચબો
એક કાચબો શાંતિથી ધીમે ધીમે ચાલતો જતો હતો. ત્યાં સસલાનું એક ટોળું તેની પાસેથી નાચતું કુદતું નીકળ્યું. તેમાંથી એક સસલાએ પાછા વળી કાચબાની મશ્કરી કરતાં કહ્યું, ‘કાચબાભાઈ તમે કેવા ઠચૂક ઠચૂક ચાલો છો. અમને પણ તમારા જેવી ચાલ શીખવોને!’કાચબાએ અગાઉ ઘણાં સસલાં જોયા હતા. એને ખબર હતી કે સસલાં કોઈ કામ ચીવટથી કરી શકતા નથી. તેઓ બેદરકાર ને ઉંઘણશી હોય છે. આથી તેણે વટથી કહ્યું, ‘સસલાભાઈ! મારી ચાલ ભલે ઠચૂક હોય તો પણ તમારા જેવા દોડવીરને પણ દોડવાની હરીફાઈમાં હરાવી શકું તેવો છું સમજ્યા!’આ બંનેની વાત ત્યાં ઊભેલા એક શિયાળે સાંભળી. તેણે સસલાને પાનો ચડાવતાં કહ્યું, ‘અરે સસલાભાઈ! આ કાચબાએ તમારા જેવા દોડવીરને પડકાર ફેંક્યો છે છતાં તમે ચૂપ કેમ છો?’સસલાએ કાચબાને કહ્યું, ‘ચાલો આપણે બન્ને શરત લગાવીએ. દોડવાની હરીફાઈમાં કોણ જીતે છે?’કાચબો તરત બોલ્યો, ‘ચાલો અત્યારે જ કરીએ ફેંસલો. હું તમારી સાથે હરીફાઈમાં દોડવા તૈયાર છું!’બીજાં બધાં સસલાંઓ દોડ હરીફાઈ જોવા ભેગાં થઈ ગયાં. સસલાએ ઊંચા થઈ દૂર દૂર રહેલો એક ખડક બતાવી કહ્યું, ‘કાચબાભાઈ સામે દેખાતા ખડક પાસે પહેલું પહોંચે તે જીત્યું ગણાશે.’કાચબાએ કહ્યું, ‘એ બરાબર છે.’ કાચબો અને સસલો દોડવા માટે ઊભા રહી ગયા.
શિયાળે ઝંડો ફરકાવી દોડ હરીફાઈ શરૂ કરાવી. કાચબો માંડ્યો ઠચૂક ઠચૂક ચાલવા. સસલો માંડ્યો ઝડપથી દોડવા. થોડી વારમાં જ સસલો તો ઘણે દૂર પહોંચી ગયો. સસલાને થયું, ‘કાચબાને આટલે સુધી પહોંચતાં ઘણી વાર થશે તેથી લાવ જરા આરામ કરી લઉં.'સસલો ઝાડ નીચે બેઠો. ઠંડો પવન વાતો હતો. ત્યાં તેને ઊંઘ આવી ગઈ.
થોડી વારે સસલો ઊંઘમાંથી જાગ્યો. જુએ છે તો પેલા દૂરના ખડક પાસે કાચબો જઈને ઊભો હતો. સસલો શરમાઈ ગયો. તેણે કાચબા પાસે જઈ પોતાની હાર કબૂલી લીધી.
કાચબાએ કહ્યું, 'સસલાભાઈ જુઓ મેં ઠચૂક ઠચૂક ચાલીને ભલે શરત જીતી લીધી પણ તમે જો ચીવટ રાખી હોત અને કામના વખતે ઊંઘવાનું ટાળ્યુ હોત તો તમે જીતી ગયા હોત. હું કંઈ તમારા જેટલી ઝડપે થોડો દોડી શકવાનો હતો. આ તો તમારી બેદરકારીએ મને જિતાડ્યો છે!'શિયાળ કહે, ‘ઉતાવળા સો બહાવરા ધીરા સો ગંભીર એ વાત સાચી છે.’
કરતા હોય સો કીજિયે
કલવો કાગડો આખો દિવસ ગામ આખાનાં દરેક ઘરેથી લાગ જોઈને ખાવાનું લઈ આવે. પછી નદીને કિનારે ઝાડ પર બેસી નિરાંતે ખાય.
તે દરરોજ બગલાને માછલાં પકડતાં જુએ. ક્યારેક બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે.
થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા. બગલો દરરોજ ઊંચે ઊડે. પાણીમાં જુએ. માછલું દેખાય કે સરરર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાંચ પાણીમાં નાખી માછલું પકડી પાડે. બગલાને મોટી પાંખ, લાંબી ચાંચ અને જોર ઘણું એટલે સહેલાઈથી તે આ કામ કરે.
એક દિવસ કાગડાને વિચાર આવ્યો કે ‘હું પણ બગલાની જેમ માછલાં પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે. નદીને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની ગરજ મટે.’ એવું વિચારી કાગડો આકાશમાં ઊડ્યો. પાણીમાં નજર કરીને જુએ તો નીચે છીછરા, કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડા માછલાં દેખાયા એટલે ઊંચા પગ કરી, હતું એટલું જોર કરી પાણીમાં પડ્યો.
છીછરા પાણીમાં પડતાં વેંત તેની ચાંચ ચીકણી શેવાળમાં ફસાઈ ગઈ. મોં અને આંખ કાદવથી ખરડાઈ ગયાં. પૂંછડી પાણી બહાર રહી ગઈ અને ઊંધા માથે પટકાયેલા કાગડાભાઈ તરફડવા લાગ્યા. કલવા કાગડાને તરફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેને પૂંછડીએથી પકડી બહાર ખેંચી કાઢ્યો.
કલવો કાગડો શરમાઈ ગયો. બગલો જતાં જતાં કહેતો ગયો કે,કરતા હોય સો કીજિયે ઓર ન કીજિયે કગ
માથું રહે શેવાળમાં ને ઊંચા રહે બે પગ
કલવાભાઈને છેવટે સમજ પડી કે કોઈનું આંધળું અનુકરણ એ મૃત્યુનું કારણ બની શકે છે.
લાલચુ કૂતરો
એક કૂતરો હતો. તે ભારે લાલચુ અને ઝઘડાખોર હતો. ઘણી વખત પોતાનાથી નબળા કૂતરા પાસેથી ખાવાનું પડાવી લેતો. એક દિવસ તેણે એક રોટલો મળ્યો ને તે રાજી રાજી થઈ ગયો. તેણે રોટલો મોંમાં લીધો. તેને થયું, ‘થોડે દૂર જઈને નિરાંતે રોટલો ખાઈશ.’ તે ભાગ્યો અને દોડતો દોડતો ગામના છેવાડે પહોંચી ગયો. ત્યાં નદી વહેતી હતી.
વધુ સલામત જગાએ પહોંચવા તે નદી ઓળંગીને સામેના કિનારે જવા તૈયાર થયો. કૂતરાની નજર નદીના પાણીમાં ગઈ. તેણે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. પ્રતિબિંબ જોઈને તેને લાગ્યું કે નીચે બીજો કૂતરો ઊભો છે અને તેના મોંમાં પણ રોટલો છે.
બીજા કૂતરાના મોમાં રોટલાને જોઈને તેને લાલચ થઈ આવી કે ‘લાવ આ કૂતરાનો પણ રોટલો પડાવી લઉં તો મને બે રોટલા ખાવા મળે.’ એવું વિચારી બીજા કૂતરાને બીવડાવવા માટે ભસવા તેનું મોં ખોલ્યું કે તેના મોંમાંથી રોટલો નદીના ઊંડા પાણીમાં પડી ગયો.
કૂતરાને ભાન થયું, ‘આ તો મેં ખોટું કર્યું. બીજાનો રોટલો ઝૂંટવવા જતાં મેં મારો રોટલો પણ ગુમાવ્યો.’સાચી વાત છે કે લાલચનું પરિણામ ખરાબ જ આવે.
સૌથી મોટું ઈનામ
એક વરુ હતું. એક દિવસ તે શિકાર કરીને ખાતું હતું ત્યારે ઉતાવળમાં તેના ગળામાં નાનું હાડકું ફસાઈ ગયું. એણે હાડકાને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ હાડકું બહાર નીકળ્યું નહિ.
તેને થયું કે જો આ હાડકું નહિ નીકળે તો હું ભૂખ અને તરસથી મરી જઈશ! તે જંગલનાં બધાં પ્રાણીને કહેવા લાગ્યું, ‘મારા ગળામાંથી હાડકું કાઢી આપો ને?’પણ બધાં પ્રાણીઓએ એને કહ્યું કે અમે નહિ કાઢી આપીએ.
વરુને ગળામાં ખૂબ જ દુઃખવા લાગ્યું. તે બરાડા પાડતું નદી કિનારે આવી પહોંચ્યું. ત્યાં એક બગલો ઊભો હતો.
વરુએ બગલાને કહ્યું,‘બગલાભાઈ, મારા ગળામાં ફસાયેલ હાડકું કાઢી આપો, હું તમને મોટું ઈનામ આપીશ.’વરુ પોતાનું મોં ખલ્લું રાખીને બેઠો હતો. બગલાભાઈએ ઈનામની લાલચે વરુના મોંમા તેની ચાંચ નાખી ખૂબ મહેનત કરીને વરુના ગળામાંથી હાડકું બહાર કાઢ્યું. વરુને રાહત થઈ.
બગલો કહે, ‘વરુભાઈ, મને મારું ઈનામ આપી દો.’વરુ ઘૂરક્યો, ‘અલ્યા બગલા! તું ઈનામથી વાત ભૂલી જા. મારા મોંમાંથી કોઈ બચ્યું છે ખરું ? તારી ડોક મારા મોમાં હતી તોય હું તને મારીને ખાઈ ન ગયો એટલે તારે મારો આભાર માનવો જોઈએ. તું બચી ગયો છે, આથી વધુ સારું ઈનામ હું તને બીજું શું આપું, બોલ?’બગલો શું બોલે? મોં વકાસીને બેસી રહ્યો. વરુ ત્યાંથી જતું રહ્યું.
શેરડીનો સ્વાદ
હાથીને શેરડી બહુ ભાવે. એક દિવસ હાથી શેરડીના ખેતરે પહોંચી ગયો. ખેતરનો માલિક ઘસઘસાટ ઊંઘી ગયો હતો. હાથીએ પેટ ભરીને શેરડી ખાધી. હાથીએ હાથણી માટે શેરડીનો ભારો પોતાની પીઠ પર લીધો.
દૂરથી શિયાળે હાથીને આવતો જોયો. તેની પાસેનો શેરડીનો ભારો જોઈ શિયાળને પણ શેરડી ખાવાનું મન થયું.
થોડીવારમાં હાથી શિયાળ પાસે આવી ગયો. શિયાળે દયામણો અવાજ કાઢી કહ્યું, ‘અરે ઓ હાથીભાઈ, તમે ખૂબ દયાળુ છો. મને થોડી મદદ કરશો?’હાથી કહે, ‘બોલ, તારે મારી શી મદદ જોઈએ છે?’શિયાળ કહે, ‘હું ખૂબ બીમાર છું. મને તમારી પીઠ પર બેસાડી આગળના રસ્તે ઉતારી દેજો.’હાથી કહે, ‘એમાં શી મોટી વાત છે. એક કરતાં બે ભલા.’ કહી શિયાળને પોતાની પીઠ પર બેસાડી દીધો. શિયાળ હાથી ઉપર બેસી શેરડી ખાવા લાગ્યું. શેરડીના સાંઠા ખાલી થતા ગયા તેમ શિયાળે રસ્તામાં આવતા ઝાડની ડાળીઓ કાપતો ગયો. ને તેને શેરડીના સાંઠાની જગ્યાએ મૂકતો ગયો. શિયાળે ધરાઈને શેરડી ખાધીને કેટલીય શેરડી બગાડી.
શિયાળને તેના રહેઠાણ પાસે ઉતારી હાથી પોતાના ઘેર ગયો. ને હાથણીને કહે, ‘લે તારા માટે શેરડીના સાંઠા લાવ્યો છું.’ કહી પોતાની પીઠ પરથી ભારો નીચે નાખ્યો. હાથણી કહે, ‘આ શેરડી નહિ પણ બળતણ માટેનાં સાંઠીકડાં છે.’ હાથી કહે, ‘હું તો શેરડી લાવ્યો છું. પણ હા, આ પેલા લુચ્ચા શિયાળનું કામ છે. તે મને છેતરી ગયો છે.’શિયાળને પાઠ ભણાવવા હાથીએ મધમાખીની રાણી પાસે જઈ બધી વાત કરી. મધમાખીની રાણીએ મધપૂડાઓની બધી માખીઓ એક મોટી થેલીમાં ભરી. હાથીને આપતાં રાણી બોલી, ‘આ થેલી તમારી પીઠ પર મૂકજો, એટલે લાલચુ શિયાળ થેલી જોઈને લલચાશે.’હાથીએ મધમાખીથી ભરેલી થેલી પીઠ પર મૂકી. તે શિયાળના રહેઠાણ પાસે પહોંચ્યો. શિયાળ હાથીને અને તેની પીઠ પરની થેલી જોઈને ખુશ થઈ ગયો. પહેલાની માફક જ તે ફરી હાથીની પીઠ પર જઈ બેઠો. તેને થયું થેલીમાં ગોળ હશે. શિયાળે થેલીના મોંની દોરી ખોલી ખાવા માટે હાથ નાખ્યો. ઘણા લાંબા સમયથી અંદર પુરાયેલ મધમખીઓ ફુવારાની જેમ થેલીમાંથી ઊડીને ડંખ દેવા લાગી. શિયાળે પીડાથી બૂમો પાડી, ‘હાથીભાઈ મને જલદી નીચે ઉતારો, મારી ભૂલ થઈ ગઈ. હવે ક્યારેય પણ ચોરી નહિ કરું.’ હાથી નીચે બેઠો એટલે શિયાળ પીઠ પરથી ઊતરી ગયો.
હાથી કહે, ‘ચાલ્યો જા અહીંથી. ક્યારેય પાછો આવીશ નહિ.’હાથીએ મધમાખીઓનો આભાર માન્યો ને તે પોતાને ઘેર ગયો.
ચતુર કાગડો
એક કાગડો હતો. ઉનાળાના દિવસોમાં ઊડતો ઊડતો તે ઘણે દૂર નીકળી ગયો. એવામાં તેને બહુ જ તરસ લાગી. તરસથી તેનો કંઠ શોષાવા લાગ્યો. આજુબાજુ કોઈ નદી કે તળાવ ન હતા.
પાણીની શોધમાં તે આમતેમ ભટકવા માંડ્યો. ઘણી શોધ કરવા છતાં તેને પાણી મળ્યું નહિ.
અચાનક તેની નજર એક કોઠી પર પડી. તેના આનંદનો પાર ન રહ્યો. ઝડપથી તે કોઠી પાસે પહોંચી ગયો. તેને થયું મહેનતનું ફળ મળ્યું ખરું!
જુએ તો કોઠીમાં પાણી તો હતું પણ ઠીક ઠીક નીચે હતું. તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી પણ તેની ચાંચ પાણી સુધી પહોંચી નહિ.
પાણી પીવા તેણે ઘણી મહેનત કરી. ખૂબ ઊંચો નીચો થયો,પરંતુ બધી જ મહેનત નકામી ગઈ.
પણ તે હિંમત ન હાર્યો. ખંતથી કામ લેવાનું તેણે નક્કી કર્યું. કોઈપણ યુક્તિ કરીને તરસ છીપાવવી એમ તેણે વિચાર્યું.
તે ચતુર હતો. તેણે આજુબાજુ નજર કરી. બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો તે જોઈને તે મનમાં હરખાયો. તેને યુક્તિ સૂઝી ગઈ.
જો કે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી. તરસે મરવા કરતાં મહેનત કરવી સારી એમ વિચારી તેણે ઢગલામાંથી ચાંચથી કાંકરો ઉપાડ્યો. કાંકરાને કોઠીમાં નાખ્યો. તેણે વારાફરતી ઊડી ઊડીને કાંકરા કોઠીમાં નાખવા માંડ્યા.
કોઠીમાં કાંકરા જેમ જેમ પડતા ગયા. તેમ તેમ કોઠીનું પાણી ઊંચે આવતું ગયું. પાણી છેક કાંઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાંકરા નાંખ્યા.
કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પીધું. પેટ ભરીને પાણી પી ખુશ થતો પોતાના મુકામ તરફ ઊડી ગયો.
જ્યાં ચતુરાઈ અને મહેનત બન્ને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ અઘરું રહેતું નથી.
બોલતી ગુફા
એક જંગલ હતું. એ જંગલમાં એક શિયાળ ગુફા બનાવીને રહેતું હતું. શિયાળ દિવસે શિકાર કરવા જંગલમાં રખડે ને સાંજે ગુફામાં આવીને સૂઈ રહે.
એક દિવસ શિયાળ ગુફાની બહાર ગયું હતું ત્યારે એક અજાણ્યો સિંહ ફરતો ફરતો શિયાળની ગુફા પાસે આવ્યો. તે ભારે આળસુ હતો. તેણે વિચાર કર્યો. ‘અત્યારે હું ગુફામાં બેસી જાઉં. જેની ગુફા હશે તે આવશે એટલે તેને ખાઈ જઈશ.’ સિંહ ગુફામાં જઈ બેસી ગયો.
સાંજે શિયાળ આવ્યું. એણે માટીમાં ગુફા તરફ જતાં સિંહના પગલાંની છાપ જોઈ. તેણે વિચાર્યું કે સિંહના પગલા ગુફામાં જતાં દેખાય છે પણ બહાર નીકળતાં પગલાં દેખાતાં નથી. માટે સિંહ ગુફામાં જ છે. શિયાળ ચેતી ગયું. તેણે નક્કી કર્યું, ‘અત્યારે ગુફામાં જવાય નહિ.’આથી શિયાળ ગુફાથી થોડે દૂર જઈને બેઠું. થોડીવાર સુધી કોઈને બહાર નીકળતા જોયું નહિ, એટલે તેણે એક યુક્તિ કરી. ગુફાને કહેતું હોય તેમ શિયાળ બોલ્યું, ‘ગુફા રે ગુફા! આજે કેમ બોલી નહિ? રોજ તો હું આવું ત્યારે તું બોલે છે કે આવો! આવો! આજે તને શું થયું છે? તું નહિ બોલે તો હું પાછું ચાલ્યું જઈશ.’સિંહ વિચારમાં પડ્યો, ‘ગુફા રોજ શિયાળને આવકાર આપતી હશે પરંતુ આજે મારી બીકને લીધે ગુફા બોલતી નથી. તો લાવ ગુફાને બદલે હું જ બોલું. નહિ બોલું તો હાથમાં આવેલો શિકાર જતો રહેશે’ એટલે સિંહ બોલ્યો, ‘આવો! આવો!’સિંહનો અવાજ સાંભળી શિયાળને ખાતરી થઈ ગઈ કે તેનું અનુમાન સાચું છે. તેથી તે ત્યાંથી ઊભી પૂછડિયે ભાગ્યું.
થોડીવાર થઈ. શિયાળ ગુફામાં આવ્યું નહિ. એટલે સિંહ ગુફામાંથી બહાર આવ્યો. જોયું તો શિયાળ દેખાયું નહિ. આમ સિંહ ભૂખ્યો રહ્યો. સિંહને ખોરાકની શોધમાં આખરે ગુફા છોડવી પડી. શિયાળની યુક્તિ સફળ થઈ. શિયાળ બચી ગયું.
શિયાળ બોલ્યું, ‘જે ચેતીને ચાલે એને પસ્તાવાનો વારો કદી ન આવે.’
શિયાળનો ન્યાય
એક પંડિતજી હતા. તે ભારે દયાળુ હતા. એક દિવસ તે બહારગામ જવા નીકળ્યા. ચાલતાં ચાલતાં જંગલ આવ્યું. જંગલમાં એમણે પાંજરામાં પુરાયેલો સિંહ જોયો.
સિંહે પંડિતજીને જોઈને વિનંતી કરી, ‘હે પંડિતજી! તમે તો દયાળુ છો. મને પીંજરામાંથી બહાર કાઢો. તમને હું સોનામહોરથી ભરેલી થેલી આપીશ!’પંડિતજીને થયું, સોનામહોરથી ભરેલી થેલી! વાહ! મારું નસીબ ઊઘડી ગયું. પંડિતજીએ લાંબો વિચાર કર્યા વિના સિંહને પાંજરામાંથી બહાર કાઢ્યો. બહાર નીકળ્યો એટલે સિંહ કહે, ‘મને ભૂખ લાગી છે. હવે હું તમને ખાઈ જઈશ.’પંડિતજી બહુ કગરર્યા પણ સિંહ કહે, ‘ના હું તો તમને ખાઈશ.’ એટલામાં ત્યાં એક શિયાળ આવ્યું. પંડિતજીએ બધી વાત તેને કરી, પોતાનો ન્યાય કરવા કહ્યું.
શિયાળ કહે, ‘ન્યાય કરવો ખૂબ અઘરો છે. તમે મને સમજાવો કે સિંહ પહેલાં ક્યાં હતો ને પંડિતજી તમે ક્યાં હતાં?’આવું સાંભળી સિંહ કૂદકો મારી પાંજરામાં જઈ ઊભો રહ્યો ને બોલ્યો, ‘હું પહેલા અહીં ઊભો હતો.’પંડિતજીએ સિંહને પાંજરાંમાંથી કઈ રીતે બહાર કાઢ્યો તે સમજાવ્યું. શિયાળે પાંજરા પાસે જઈ તેનો દરવાજો બંધ કરી દીધો ને બોલ્યું, ‘સિંહરાજ તમે પાંજરામાં હતા ત્યારે આમ જ દરવાજો બંધ હતો ને?’સિંહે કહ્યું, ‘હા.’શિયાળ બોલ્યું, ‘પંડિતજી તમે હવે આગળ ચાલવા માંડો. સિંહ ઉપર તમે ઉપકાર કર્યો છતાં તે તમને મારી નાખવા તૈયાર થયો તેથી સિંહરાજ પાંજરામાં જ સારા’ એમ કહીને તે પણ જંગલમાં જતું રહ્યું.
વગર વિચારે જાતે ઊભી કરેલી આફતમાંથી પંડિતજી ઉગરી ગયા.
ચકલા ચકલીની વાર્તા
એક હતો ચકો અને એક હતી ચકી. ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. ચકલીએ તો એની ખીચડી રાંધી. ચૂલે ખીચડી મૂકી ચકીબાઈ પાણી ભરવા ગઈ. ચકલાને એ કહેતી ગઈ :
‘જરા ખીચડીનું ધ્યાન રાખજો. દાઝી ન જાય.’ચકલો કહે : ‘ઠીક.’ચકી ગઈ પછી ચકલાને ભૂખ લાગી. ખીચડી કાચીપાકી હતી તો ય ચકાભાઈ ખાઈ ગયા. ખાધા પછી ચકલી ખીજાશે એવો ડર લાગ્યો એટલે ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂઈ ગયા.
ચકીબાઈ પાણી ભરીને આવ્યા અને જૂએ તો ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂતા હતા. ચકીએ પૂછ્યું : ‘કેમ ઠીક નથી ?’ચકો કહે : ‘મારી તો આંખો દુઃખે છે એટલે હું આંખે પાટા બાંધીને સૂતો છું.’ચકી પાણીનું બેડું ઉતારી રસોડામાં ગઈ. તપેલું નીચે ઉતાર્યું અને જોયું તો તેમાં ખીચડી ન મળે !
ચકી કહે : ‘ચકારાણા, ચકારાણા ! આ ખીચડી કોણ ખાઈ ગયું ?’ચકો કહે : ‘મને તો કંઈ ખબર નથી. રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો હશે.’ચકલી તો ગઈ રાજાની પાસે ફરિયાદ કરવા ગઈ. જઈને કહે :
‘રાજાજી, રાજાજી ! તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો.’રાજા કહે : ‘બોલાવો કાળિયા કૂતરાને. ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો ?’કૂતરો કહે : મેં ચકલીની ખીચડી ખાધી નથી. ચકાએ ખાધી હશે ને ખોટું બોલતો હશે.’ચકો આવ્યો ને કહે : ‘મેં ખીચડી નથી ખાધી. કૂતરાએ ખાધી હશે.’રાજા કહે : ‘એલા સિપાઈ ક્યાં છે ? આ ચકલાનું અને કૂતરાનું બેઉનું પેટ ચીરો, એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે.’કૂતરો કહે : ‘ભલે, ચીરો મારું પેટ; ખાધી હશે તો નીકળશે ને ?’પણ ચકલો બી ગયો. ખીચડી તો એણે જ ખાધી હતી. એ તો ધ્રૂજવા લાગ્યો અને બોલ્યો : ‘ભાઈસા'બ ! ખીચડી મેં ખાધી છે. હું ખોટું બોલ્યો હતો. મારો ગુનો માફ કરો.’રાજા તો ખિજાયો એટલે એણે ચકલાને કૂવામાં નંખાવ્યો.
ચકલી તો કૂવા ઉપર બેઠી બેઠી રોવા માંડી. ત્યાં ગાયોનો ગોવાળ નીકળ્યો. ચકી કહે :
ભાઈ ગાયોના ગોવાળ
ભાઈ ગાયોના ગોવાળ
મારા ચકારાણાને કાઢો તો
તમને ખીર ને પોળી ખવડાવું
ગાયોનો ગોવાળ કહે : ‘બાપુ હું કાંઈ નવરો નથી કે તારા ચકલાને કાઢું. મારે ઘણું કામ છે. હું તો મારે આ ચાલ્યો..’એમ કહીને ગાયોનો ગોવાળ તો ચાલ્યો ગયો. ચકલી ત્યાં રાહ જોઈને બેઠી. થોડી વારે ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો. ચકી કહે :
ભાઈ ભેંશોના ગોવાળ
ભાઈ ભેંશોના ગોવાળ
મારા ચકારાણાને કાઢો તો
તમને ખીર ને પોળી ખવડાવું
ભેંશોના ગોવાળે તો ચકીને કોઈ દાદ આપી નહિ. પછી ત્યાંથી એક સાંઢીયાની ગોવાળણ નીકળી. એને ચકલીની દયા આવી એટલે એણે ચકલાને કૂવામાંથી બહાર કાઢ્યો.
કૂવામાંથી બહાર નીકળ્યા પછી ચકલાને પોતે ખોટું બોલ્યાનો ઘણો પસ્તાવો થયો. ચકા ચકી બન્નેએ સાથે મળી સરસ મજાની ખીર ને પોળી બનાવી સાંઢીયાની ગોવાળણને પેટ ભરીને ખવડાવ્યું અને પોતે પણ ખાધું, પીધું ને મજા કરી.

કેડ, કંદોરો ને કાછડી
એક હતો વાણિયો.
એક નાના ગામમાં એની નાની સરખી હાટડી હતી. તેલ વેચવાનો ધંધો કરે. શેઠ પણ પોતે અને નોકર પણ પોતે. બધું કામ જાતે જ કરવાનું. એક વાર બાજુના ગામમાંથી કહેણ આવ્યું કે ‘શેઠ, અમારે થોડું તેલ ખરીદવું છે તો અમને આવીને આપી જાઓ.’
વાણિયાએ તો કેડ પર કંદોરો પહેર્યો, મેલા-ઘેલા ધોતિયાની કાછડી બાંધી, એક હાથમાં તેલભરેલી તાંબડી લીધી, તેમાં તેલનું માપ રાખવાની પળી ભરાવી, બીજા હાથમાં ડાંગ જેવી લાકડી લીધી અને બાજુના ગામ જવાનો રસ્તો પકડ્યો.
બાજુના ગામમાં તેલ વેચી, રોકડા રૂપિયા લઈ એ પાછો આવતો હતો ત્યારે તેને રસ્તામાં ચાર ચોર મળ્યા. વાણિયાને એકલો જોઈ ચોર લોકોને થયું કે આને લૂંટી લેવામાં વાંધો નહિ આવે. એક ચોરે પૂ્છ્યું : ‘કેમ, શેઠ અત્યારે એકલા ક્યાં જાઓ છો ?’
વાણિયો તો ચાર ચોરને જોઈ સમજી ગયો હતો કે હું એકલો છું અને આ લોકો ચાર છે એટલે જો કંઈક યુક્તિ નહિ કરું તો આજે જરૂર લૂંટાઈ જવાનો. પણ એનામાં હિમ્મત જબરી હતી. સાવ બેફિકર થઈને તેણે ડીંગ હાંકી : ‘હું એકલો ક્યાં છું. અમે તો બાર જણા સાથે નીકળ્યા છીએ.’ચોરોને થયું કે ઓહો, આ લોકો બાર જણા હોય તો આપણી કારી નહિ ફાવે. તો ય એક ચોરે પૂછ્યું : ‘અલ્યા, બાર જણ તે કોણ છે ?‘
વાણિયો કહે :
કેડ, કંદોરો ને કાછડી, અમે ત્રણ જણા;તેલ, પળી ને તાંબડી અમે છ જણા;ડાંગ, ડોસો ને લાકડી, અમે નવ જણા;શેઠ, વાણિયો ને હાટડી અમે બાર જણા.’
ચોરોને તો કંઈ સમજાયું જ નહિ કે વાણિયો શું કહે છે. તેઓએ તો માન્યું કે વાણિયાની સાથે ઘણાં બધાં જણા છે એટલે તેને લૂંટવા જતાં આપણે જ માર ખાવાનો વખત આવશે. બીને તેઓ ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયા. અને યુક્તિબાજ વાણિયો હસતો હસતો ઘરભેગો થઈ ગયો.
લખ્યા બારુંની વાર્તા
એક હતો વાણિયો પણ તેનામાં સમજણ ઓછી.
વાણિયાની નાની સરખી હાટડી હતી. હાટડીમાં ખારા દાણા, દાળિયા, મમરા, રેવડી ને એવી નાની નાની ચીજો રાખે અને વેંચે. બિચારો સાંજ પડ્યે માંડ માંડ પેટજોગું રળી ખાય. પણ કોક કોક વખત એવાં એવાં કામ કરે કે એને ભલો-ભોળો કહેવો, મૂરખ કહેવો કે ગાંડો કહેવો તેની કોઈને સમજ ન પડે
એક વાર વાણિયાને હિસાબ કરતાં કરતાં બહુ મોડું થઈ ગયું. તે મોડી રાતે હાટડી બંધ કરી ઘેર જતો હતો ત્યારે તેને રસ્તામાં ચોર મળ્યા.
વાણિયો ચોરને કહે : ‘અલ્યા, મોડી રીતે ઈ કોણ છે ?’ચોરો કહે : ‘કેમ ભાઈ ? અમે તો વેપારી છીએ. આમ ટપારે છે શાનો ?’વાણિયો કહે : ’અલ્યા પણ અત્યારે મોડી રાતે ક્યાં ચાલ્યા ?’ચોરો કહે : ‘જઈએ છીએ માલ ખરીદવા.’વાણિયો કહે : ‘રોકડે કે ઉધાર ?’ચોરો કહે : ‘રોકડે ય નહિ ને ઉધારે ય નહિ. અમે તો પૈસા દીધા વિના માલ લઈએ છીએ.’વાણિયો કહે : ‘ત્યારે તો તમારો વેપાર બહુ સારો ! મને પણ તમારી સાથે લેશો ?’ચોરો કહે : ‘ચાલને ભાઈ ! તને ય તે શીખવા મળશે અને ફાયદો થશે.’વાણિયો કહે : ‘એ ઠીક. પણ વેપાર કેમ કરવો એ તો સમજાવો.’ચોરો કહે : ‘લે લખ કાગળમાં કે કોઈના ઘરની પછીતે.’વાણિયાએ તો ગજવામાંથી કાગળ કાઢી લખવાનું શરૂ કર્યું. કહે : ‘લખ્યું, કોઈના ઘરની પછીતે.’ચોરો કહે : ‘લખ, હળવે હળવે કાણું પાડવું.’વાણિયો કહે : ‘લખ્યું, હળવે હળવે કાણું પાડવું.’ચોરો કહે : ‘ધીમે ધીમે ઘરમાં જવું.’વાણિયો કહે : ‘લખ્યું, ધીમે ધીમે ઘરમાં જવું.’ચોરો કહે : ‘લખ, જે જોઈએ તે ભેગું કરવું.’વાણિયો કહે : ‘લખ્યું, જે જોઈએ તે ભેગું કરવું.’ચોરો કહે : ‘ન ધણીને પૂછવું, ન ધણીને પૈસા આપવા.’વાણિયો કહે : ‘લખ્યું, ન ધણીને પૂછવું, ન ધણીને પૈસા આપવા.’ચોરો કહે : ‘લખ, જે મળે તે લઈને ઘરભેગા થઈ જવું.’વાણિયો કહે : ‘લખ્યું, જે મળે તે લઈને ઘરભેગા થઈ જવું.’વાણિયાએ તો ચોરોએ જેમ લખાવ્યું તેમ બરાબર લખ્યું ને લખીને કાગળ ખિસ્સામાં નાખ્યો.
પછી બધા સાથે મળીને ચોરી કરવા ચાલ્યા.
ચોરો એક ઘરમાં ચોરી કરવા ગયા તો વાણિયો તેની બાજુવાળાના ઘરમાં ચોરી કરવા ગયો.
ચોરો તો ફટાફટ પોતાનું કામ પતાવી રવાના થઈ ગયા પણ વાણિયાને જરાય ઉતાવળ નહિ. તેણે તો શાંતિથી પોતાના ખિસ્સામાંથી કાગળ કાઢી દીવાસળીનું અજવાળું કરી બરાબર ધ્યાનથી વાંચ્યો. તેમાં લખ્યું હતું :-
કોઈના ઘરની પછીતે
હળવે હળવે કાણું પાડવું
ધીમે ધીમે ઘરમાં જવું
જે જોઈએ તે ભેગું કરવું
ન ધણીને પૂછવું ન ધણીને પૈસા આપવા
જે મળે તે લઈને ઘરભેગા થઈ જવું
વાણિયા તો બરાબર કાગળમાં લખ્યા પ્રમાણે કર્યું. પહેલા પછીતે કાણું પાડ્યું, પછી હળવે હળવે ઘરમાં ગયો. પછી એક કોથળો શોધી તેમાં પિત્તળના નાના મોટા વાસણો શાંતિથી ભરવા લાગ
આનંદી કાગડો
એક હતો કાગડો.
કાગડો સ્વભાવે મોજીલો અને આનંદી. એને તો દરેક વાતમાં મજા આવે. એક વાર કોઈ કારણસર રાજા કાગડા પર ગુસ્સે થઈ ગયો. રાજાએ તો પોતાના માણસોને બોલાવી કહ્યું ; ‘જાઓ; આ કાગડાને ગામના કૂવાને કાંઠે ગારો છે તેમાં ફેંકી આવો.’ કાગડાને રાજાજીના હુકમ પ્રમાણે ગારામાં ફેંકી દેવામાં આવ્યો. કાગડાભાઈ તો ગારામાં પડ્યા પડ્યા આનંદથી ગાવા લાગ્યા :
લપસણું કરતાં શીખીએ છીએ ભાઈ
લપસણું કરતાં શીખીએ છીએ
રાજા અને તેના માણસો નવાઈ પામ્યા કે લે આ કાગડો તો કેવો છે ? ગારામાં આખા શરીરે કાદવ કીચડ ચોંટી જવા છતાં દુઃખી થવાને બદલે ખુશ કેમ થાય છે ?રાજાને તો ક્રોધ ચડ્યો અને બીજો હુકમ કર્યો : ‘જાઓ; નાખો આ કાગડાને કૂવામાં. ભલે એ પાણીમાં ડૂબીને મરી જાય.’માણસોએ કાગડાને ઊંચકીને કૂવામાં ફેંકી દીધો. પણ કાગડાભાઈ તો કૂવામાં પડ્યા પડ્યા ગાવા લાગ્યા :
કૂવામાં તરતાં શીખીએ છીએ ભાઈ
કુવામાં તરતાં શીખીએ છીએ
રાજા કહે : ‘હવે તો આ કાગડાને આથી વધારે શિક્ષા કરવી જોઈએ.’પછી તેણે તો કાગડાને કાંટાથી ભરેલાં એક પીંજરામાં નખાવી દીધો. પણ કાગડાભાઈ તો એના એ જ રહ્યા. વળી આનંદી સૂરમાં ગાવાનું શરૂ કર્યું :
કૂંણા કાન વીંધાવીએ છીએ ભાઈ
કૂંણા કાન વીંધાવીએ છીએ
રાજા કહે : આ કાગડો તો ભાઈ ભારે જબરો છે ! ગમે તે દુઃખમાં એને નાખો પણ તેને કોઈ દુઃખ થતું જ નથી. ચાલો જોઈએ, એને સુખ થાય એવા ઠેકાણે નાખીએ એટલે એ કદાચ દુઃખી થઈ જશે.
પછી કાગડાભાઈને આંબાની ડાળે કોયલ ટહુકા કરતી હતી તેની બાજુમાં પાંજરે પૂરી મૂકાવ્યા. કાગડાભાઈને તો તે પણ સવળું પડ્યું. ખુશ થઈને ગાવા લાગ્યા :
કોયલના ટહુકા સાંભળીએ છીએ ભાઈ
કોયલના ટહુકા સાંભળીએ છીએ
પછી તો રાજાએ તેને ખીર ખવડાવી જોઈ. કાગડો તો ગાય કે
મીઠી ખીર ખાઈએ છીએ ભાઈ
મીઠી ખીર ખાઈએ છીએ
રાજાજીએ કાગડાને દુઃખી કરવા ઘણી કોશિશ કરી જોઈ પણ દુઃખી થાય તે બીજા. છેવટે થાકીને રાજાએ હુકમ કર્યો : ‘આ કાગડો કોઈ રીતે દુઃખી થાય તેમ લાગતું નથી. જાઓ, તેને છાપરા પર ફેંકી દો.’ છાપરાં પર બેઠા બેઠા કાગડાએ તો ગાયું કે :
હવે અમે આઝાદ છીએ ભાઈ
હવે અમે આઝાદ છીએ
અને કાગડો તો આનંદ કરતો કરતો ઊડીને પોતાના માળામાં પેશી ગયો.
ધરમ કરતાં ધાડ પડી
એક રાજા હતો. તેનો શયનખંડ ભવ્ય હતો. રાજાના પલંગના એક ખૂણામાં માંકડ રહેતો હતો. તે રોજ રાત્રે રાજાનું લોહી ચૂસતો હતો. એક વાર ત્યાં મચ્છર આવ્યો. માંકડે તેને કહ્યું, “તું જતો રહે, નહીં તો રાજાના સૈનિકો તારા કારણે મનેય મારી નાખશે.” પણ મચ્છર માન્યો નહીં. તે કહે, “બસ! આજની એક જ રાત હું અહીં રહીશ. મેં અનેક લોકોનાં લોહી ચાખ્યાં છે. ફક્ત રાજાનું લોહી ચાખ્યું નથી. આજે ચાખીને જતો રહીશ.” માંકડ કહે, “ઠીક. પણ સાંભળ. રાજા જ્યારે ઘસઘસાટ ઊંઘે પછી જ એમના પગે કરડજે, સમજ્યો.”મચ્છરે હા પાડી. રાત પડી એટલે રાજા આવ્યો ને પલંગમાં પડયો. હજી રાજા ઘસઘસાટ સૂતો નહોતો ત્યાં તો મચ્છરને રાજાનું લોહી પીવાની તલપ લાગી. તે માંકડની વાત ભૂલી ગયો ને રાજાના ગળે ચટક્યો.
રાજા ચીસ પાડી ઊઠયો, “ઝટ આવો ને જુઓ! મને કંઈક કરડી ગયું છે.” બહાર ઊભેલા સૈનિકો ફટાફટ આવ્યા. મચ્છર તો રાજાનું લોહી ચાખી ખુશ થઈ ઊડી ગયો. સૈનિકો પલંગ જોવા લાગ્યા. ગાદલા નીચે જોયું તો માંકડ. થોડી જ વારમાં સૈનિકોએ માંકડનો ખાતમો બોલાવી દીધો. બિચારો માંકડ! મહેમાન મચ્છરને કારણે મરણ પામ્યો. માંકડ અને મચ્છરની આ વાર્તા પરથી બોધ મળે છે કે મદદ એવા લોકોને જ કરવી જોઈએ.જે આપણને મુસીબતમાં ન ફસાવી દે.
અભિમાની કાગડો
એક કાગડાને એમ કે મારા જેવું કોઈ હોશિયાર નથી ને મારા જેવું કોઈ બળવાન નથી. આથી તે બીજા કાગડાઓને હંમેશાં તુચ્છકારી કાઢતો. બીજા કાગડાઓને તેના આવા વર્તનથી ખરાબ લાગતું. એમણે કાગડાના અભિમાનને ઓગાળવાનો નિર્ણય કર્યો. થોડા કાગડા અભિમાની કાગડા પાસે ગયા અને કહ્યું, “તમે તો બહુ ચતુર અને બળવાન છો. તો આપણે એક હરીફાઈ કરીએ. સરખા કદની બે થેલીઓ બનાવીએ. જેને જે વજન થેલીમાં મૂકવું હોય તે મૂકે. એ થેલી લઈને ઊંચે ઊડવાનું. જે વધારે સમય આકાશમાં ઊડી શકે તે બળવાન. બોલો તમારે ભાગ લેવો છે?” અભિમાની કાગડો તો પોતે જ બળવાન અને હોશિયાર છે એ સાબિત કરવા હંમેશાં તત્પર રહેતો એટલે તેણે તો તરત જ હરીફાઈમાં ભાગ લેવા માટે હા પાડી દીધી. હરીફાઈ શરૂ થઈ. અભિમાની કાગડાએ થેલીમાં રૂ ભર્યું. જ્યારે બીજા કાગડાએ થેલીમાં મીઠું ભર્યું. બંને જણાં આકાશમાં ઊડવા લાગ્યા. શરૂઆતમાં તો અભિમાની કાગડો ખૂબ ઊંચે ઊડવા લાગ્યો. પણ એ જ સમયે વરસાદ પડયો. વરસાદને કારણે અભિમાની કાગડાની થેલીમાં રહેલું રૂ પલળી ગયું અને થેલી ખૂબ ભારે થઈ ગઈ જ્યારે મીઠું લઈને ઊડી રહેલા કાગડાની થેલીમાંથી મીઠું ઓગળવા લાગ્યું. થોડી વારમાં મીઠું ભરેલી થેલી ખાલી થઈ ગઈ. તેથી તે આકાશમાં ઊડતો જ રહ્યો જ્યારે રૂ પલળવાને કારણે અભિમાની કાગડાની થેલી ભારે થઈ ગઈ. તે માંડ માંડ થેલી લઈને આકાશમાં ઊડી શકતો. તે લાંબો સમય આકાશમાં ઊડી શક્યો નહીં અને નીચે આવી ગયો. તેણે પોતાની હાર કબૂલી લીધી. તેને પોતાના અભિમાન પર પસ્તાવો થવા લાગ્યો. ક્યારેય અભિમાન કરવું જોઈએ નહીં.
No comments:
Post a Comment