કહેવત ભંડાર
- અક્કરમીનો પડીઓ કાંણો
- અક્કલ ઉધાર ન મળે
- અક્કલનો ઓથમીર મંગાવી ભાજી તો લાવ્યો કોથમીર
- અચ્છોવાના કરવાં
- અજાણ્યા પાણીમાં ઊતરવું નહિ
- અજાણ્યો અને આંધળો બેઉ સરખા
- અત્તરનાં છાંટણા જ હોય, અત્તરના કુંડાં ન ભરાય
- અતિ ચીકણો બહુ ખરડાય
- અતિ લોભ તે પાપનું મૂળ
- અણીનો ચૂક્યો સો વરસ જીવે
- અધૂરો ઘડો છલકાય ઘણો
- અન્ન અને દાંતને વેર
- અન્ન તેવો ઓડકાર
- અનાજ પારકું છે પણ પેટ થોડું પારકું છે ?
- અવસરચૂક્યો મેહુલો શું કામનો ?
- અવળા હાથની અડબોથ
- અવળે અસ્ત્રે મુંડી નાખવો
- અંગૂઠો બતાવવો
- અંજળ પાણી ખૂટવા
- અંધારામાં પણ ગોળ તો ગળ્યો જ લાગે
- અંધારામાં તીર ચલાવવું
- અંધેરી નગરી ગંડુ રાજા
- આકાશ પાતાળ એક કરવા
- આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
- આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ
- આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
- આજ રોકડા, કાલ ઉધાર
- આજની ઘડી અને કાલનો દી
- આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
- આદુ ખાઈને પાછળ પડી જવું
- આપ ભલા તો જગ ભલા
- આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા
- આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
- આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ
- આપણી તે લાપસી અને બીજાની તે કુસકી
- આપવાના કાટલાં જુદા ને લેવાના કાટલાં જુદા
- આફતનું પડીકું
- આબરૂના કાંકરા કરવા / ધજાગરો કરવો
- આભ ફાટ્યું હોય ત્યાં થીગડું ન દેવાય
- આમલી પીપળી બતાવવી
- આરંભે શૂરા
- આલાનો ભાઈ માલો
- આલિયાની ટોપી માલિયાને માથે
- આવ પાણા પગ ઉપર પડ
- આવ બલા પકડ ગલા
- આવડે નહિ ઘેંસ ને રાંધવા બેસ
- આવ્યા'તા મળવા ને બેસાડ્યા દળવા
- આવી ભરાણાં
- આળસુનો પીર
- આંકડે મધ ભાળી જવું
- આંખ આડા કાન કરવા
- આંખે જોયાનું ઝેર છે
- આંગળા ચાટ્યે પેટ ન ભરાય
- આંગળી ચીંધવાનું પુણ્ય
- આંગળી દેતાં પહોંચો પકડે
- આંગળીથી નખ વેગળા જ રહે
- આંગળીના વેઢે ગણાય એટલાં
- આંતરડી કકળાવવી/દૂભવવી
- આંતરડી ઠારવી
- આંધળામાં કાણો રાજા
- આંધળી ઘોડી ને પોચા ચણા મીઠા લાગ્યા ને ખાધા ઘણા
- આંધળી દળે ને કૂતરા ખાય
- આંધળે બહેરું કૂટાય
- આંધળો ઓકે સોને રોકે
- ઈંટનો જવાબ પથ્થર
- ઉકલ્યો કોયડો કોડીનો
- ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
- ઉતાવળે આંબા ન પાકે
- ઉલાળિયો કરવો
- ઊગતા સૂરજને સૌ નમે
- ઊજળું એટલું દૂધ નહિ, પીળું એટલું સોનુ નહિ
- ઊઠાં ભણાવવા
- ઊડતા પંખીને પાડે તેવો હોંશિયાર
- ઊતર્યો અમલદાર કોડીનો
- ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ
- ઊંઘ અને આહાર વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે
- ઊંઘ વેચીને ઉજાગરો લેવાનો ધંધો ખોટો
- ઊંચે આભ ને નીચે ધરતી
- ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો
- ઊંટના અઢારે અંગ વાંકા જ હોય
- ઊંટના ઊંટ ચાલ્યા જાય
- ઊંટની પીઠે તણખલું
- ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
- ઊંડા પાણીમાં ઊતરવું
- ઊંદર ફૂંક મારતો જાય અને કરડતો જાય
- ઊંદર બિલાડીની રમત
- ઊંધા રવાડે ચડાવી દેવું
- ઊંધી ખોપરીનો માણસ
- ઊંબાડિયું મૂકવાની ટેવ ખોટી
- એક કરતાં બે ભલા
- એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું
- એક કાંકરે બે પક્ષી મારવા
- એક ઘા ને બે કટકા
- એક ઘાએ કૂવો ન ખોદાય
- એક દી મહેમાન, બીજે દી મહી, ત્રીજે દી રહે તેની અક્કલ ગઈ
- એક નકટો સૌને નકટાં કરે
- એક નન્નો સો દુ:ખ હણે
- એક નૂર આદમી હજાર નૂર કપડાં
- એક પગ દૂધમાં ને એક પગ દહીંમાં
- એક બાજુ કૂવો અને બીજી બાજુ હવાડો
- એક ભવમાં બે ભવ કરવા
- એક મરણિયો સોને ભારી પડે
- એક મ્યાનમાં બે તલવાર ન રહે
- એક સાંધે ત્યાં તેર તૂટે
- એક હાથે તાળી ન પડે
- એકનો બે ન થાય
- એના પેટમાં પાપ છે
- એનો કોઈ વાળ વાંકો ન કરી શકે
- એરણની ચોરી ને સોયનું દાન
- એલ-ફેલ બોલવું
- ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય
દૂધે વાળુ જે કરે, તે ઘર વૈદ ન જાય
- ઓછું પાત્ર ને અદકું ભણ્યો
- ઓડનું ચોડ કરવું
- ઓળખાણ સૌથી મોટી ખાણ.છે
- ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે
- કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી
- કજિયાનું મોં કાળું
- કડવું ઓસડ મા જ પાય
- કડવો ઘૂંટડો ગળે ઊતારવો
- કપાસિયે કોઠી ફાટી ન જાય
- કપાળ જોઈને ચાંદલો કરાય
- કમળો હોય તેને પીળું દેખાય
- કમાઉ દીકરો સૌને વહાલો લાગે
- કમાન છટકવી
- કરમ કોડીના અને લખણ લખેશરીના
- કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી
- કરો કંકુના
- કરો તેવું પામો, વાવો તેવું લણો
- કર્મીની જીભ, અકર્મીના ટાંટીયા
- કર્યું કારવ્યું ધૂળમાં મળી જવું
- કાકા મટીને ભત્રીજા ન થવાય
- કાકો પરણ્યો ને ફોઈ રાંડી
- કાખમાં છોકરું ને ગામમાં ઢંઢેરો
- કાખલી કૂટવી
- કાગડા ઊડવા
- કાગડા બધે ય કાળા હોય
- કાગડો દહીંથરું લઈ ગયો
- કાગના ડોળે રાહ જોવી
- કાગનું બેસવું ને ડાળનું પડવું
- કાગનો વાઘ કરવો
- કાચા કાનનો માણસ
- કાચું કાપવું
- કાજીની કૂતરી મરી જાય ત્યારે આખું ગામ બેસવા આવે પણ
કાજી મરી જાય ત્યારે કાળો કાગડો ય ખરખરો કરવા ન આવે
- કાટલું કાઢવું
- કાતરિયું ગેપ
- કાન છે કે કોડિયું?
- કાન પકડવા
- કાન ભંભેરવા/કાનમાં ઝેર રેડવું
- કાનખજુરાનો એકાદ પગ તૂટે તો શું ફરક પડે?
- કાનનાં કીડા ખરી પડે તેવી ગાળ
- કાનાફૂંસી કરવી
- કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ
- કામ કામને શિખવે
- કામ પતે એટલે ગંગા નાહ્યા/જાન છૂટે
- કામના કૂડા ને વાતોના રૂડા
- કામનો ચોર
- કારતક મહિને કણબી ડાહ્યો
- કાલાં કાઢવાં
- કાળજાની કોર/કાળજાનો કટકો
- કાળજાનું કાચું/પાકું
- કાળા અક્ષર ભેંશ બરાબર
- કાળા માથાનો માનવી ધારે તે કરી શકે
- કાળી ટીલી ચોંટવી
- કાળી લાય લાગવી
- કાંકરો કાઢી નાખવો
- કાંચિડાની જેમ રંગ બદલવા
- કાંટો કાંટાને કાઢે
- કાંડાં કાપી આપવાં
- કાંદો કાઢવો
- કીડી પર કટક ન ઊતારાય
- કીડીને કણ અને હાથીને મણ
- કીડીને પાંખ ફૂટે એ એના મરવાની એંધાણી
- કીધે કુંભાર ગધેડે ન ચડે
- કુકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય
- કુલડીમાં ગોળ ભાંગવો
- કુંન્ડુ કથરોટને હસે
- કુંભાર કરતાં ગધેડા ડાહ્યાં
- કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ રહે
- કૂતરાનો સંઘ કાશીએ ન પહોંચે
- કૂતરું કાઢતા બિલાડું પેઠું
- કૂવામાં હોય તો અવેડામાં આવે
- કેટલી વીસે સો થાય તેની ખબર પડવી
- કેસરિયા કરવા
- કોઈની સાડીબાર ન રાખે
- કોઈનો બળદ કોઈની વેલ ને બંદાનો ડચકારો
- કોઠી ધોયે કાદવ જ નીકળે
- કોઠે જઈ આવ્યો ને કથા કરવા બેઠો
- કોડિયા જેવડું કપાળ અને વચ્ચે ભમરો
- કોણીએ ગોળ ચોપડવો
- કોણે કહ્યું'તું કે બેટા બાવળિયા પર ચડજો ?
- કોથળામાં પાનશેરી રાખીને મારવો
- કોથળામાંથી બિલાડું કાઢવું
- કોના બાપની દિવાળી
- કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે
- કોપરાં જોખવાં
- કોલસાની દલાલીમાં કાળા હાથ
- ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી?
- ખણખોદ કરવી
- ખરા બપોરે તારા દેખાડવા
- ખંગ વાળી દેવો
- ખાઈને સૂઈ જવું મારીને ભાગી જવું
- ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે
- ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે
- ખાડો ખોદે તે પડે
- ખાતર ઉપર દીવો
- ખાલી ચણો વાગે ઘણો
- ખાળે ડૂચા અને દરવાજા મોકળા
- ખાંડ ખાય છે
- ખાંધે કોથળો ને પગ મોકળો
- ખિસ્સા ખાલી ને ભભકો ભારી
- ખીચડી પકવવી
- ખીચડી હલાવી બગડે ને દીકરી મલાવી બગડે
- ખીલાના જોરે વાછરડું કૂદે
- ખેલ ખતમ, પૈસા હજમ
- ખોટો રૂપિયો કદી ન ખોવાય
- ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ
- ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર
- ગઈ ગુજરી ભૂલી જ જવાની હોય
- ગઈ તિથિ જોશી પણ ન વાંચે
- ગગા મોટો થા પછી પરણાવશું
- ગગો કુંવારો રહી જવો
- ગજ વાગતો નથી
- ગજવેલના પારખાં ન હોય
- ગતકડાં કાઢવા
- ગધેડા ઉપર અંબાડી ન શોભે
- ગધેડાને તાવ આવે તેવી વાત
- ગરજ સરી એટલે વૈદ વેરી
- ગરજવાનને અક્કલ ન હોય
- ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે
- ગળ્યું એટલે ગળ્યું, બીજું બધું બળ્યું
- ગંજીનો કૂતરો, ન ખાય ન ખાવા દે
- ગાજરની પીપૂડી વાગે ત્યાં સુધી વગાડવાની ને પછી ખાઈ જવાની
- ગાજ્યા મેઘ વરસે નહિ ને ભસ્યા કૂતરા કરડે નહિ
- ગાડા નીચે કૂતરું
- ગાડી પાટે ચડાવી દેવી
- ગાડું ગબડાવવું
- ગાડું જોઈને ગુડા ભાંગે
- ગાભા કાઢી નાખવા
- ગામ ગાંડું કરવું
- ગામ માથે લેવું
- ગામ હોય ત્યાં ઉકરડો પણ હોય
- ગામના મહેલ જોઈ આપણાં ઝૂંપડાં તોડી ન નખાય
- ગામના મોંએ ગરણું ન બંધાય
- ગામનો ઉતાર
- ગામમાં ઘર નહિ સીમમાં ખેતર નહિ
- ગાય દોહી કૂતરાને પાવું
- ગાય પાછળ વાછરડું
- ગાંજ્યો જાય તેવો નથી
- ગાંઠના ગોપીચંદન
- ગાંડા સાથે ગામ જવું ને ભૂતની કરવી ભાઈબંધી
- ગાંડાના ગામ ન વસે
- ગાંડી માથે બેડું
- ગાંડી પોતે સાસરે ન જાય અને ડાહીને શિખામણ આપે
- ગાંધી-વૈદનું સહીયારું
- ગેંગે-ફેંફે થઈ જવું
- ગોટલાં છોતરાં નીકળી જવા
- ગોર પરણાવી દે, ઘર ન માંડી દે
- ગોળ ખાધા વેંત જુલાબ ન લાગે
- ગોળ નાખો એટલું ગળ્યું લાગે
- ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર
- ગોળથી મરતો હોય તો ઝેર શું કામ પાવું?
- ગ્રહણ ટાણે સાપ નીકળવો
- ઘડો-લાડવો કરી નાખવો
- ઘર ફૂટે ઘર જાય
- ઘર બાળીને તીરથ ન કરાય
- ઘરડા ગાડા વાળે
- ઘરડી ઘોડી લાલ લગામ
- ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો
- ઘરના ભુવા ને ઘરના ડાકલાં
- ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાં લાગી આગ
- ઘરની ધોરાજી ચલાવવી
- ઘરમાં વાઘ બહાર બકરી
- ઘરમાં હાંડલા કુસ્તી કરે તેવી હાલત
- ઘરે ધોળો હાથી બાંઘવો
- ઘા પર મીઠું ભભરાવવું
- ઘાણીનો બળદ ગમે તેટલું ચાલે પણ રહે જ્યાં હતો ત્યાં જ
- ઘી ઢોળાયું તો ખીચડીમાં
- ઘી-કેળાં થઈ જવા
- ઘીના ઠામમાં ઘી પડી રહ્યું
- ઘેર ઘેર માટીના ચૂલા
- ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય
- ઘોડે ચડીને આવવું
- ઘોરખોદિયો
- ઘોંસ પરોણો કરવો
- ચકલાં ચૂંથવાંનો ધંધો
- ચકલી નાની ને ફૈડકો મોટો
- ચકીબાઈ નાહી રહ્યાં
- ચડાઉ ધનેડું
- ચપટી ધૂળની ય જરૂર પડે
- ચપટી મીઠાની તાણ
- ચમડી તૂટે પણ દમડી ન છૂટે
- ચમત્કાર વિના નમસ્કાર નહિ
- ચલક ચલાણું ઓલે ઘેર ભાણું
- ચા કરતાં કીટલી વધારે ગરમ હોય
- ચાદર જોઈને પગ પહોળા કરાય
- ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા
- ચાલતી ગાડીએ ચડી બેસવું
- ચીભડાના ચોરને ફાંસીની સજા
- ચીંથરે વીંટાળેલું રતન
- ચેતતો નર સદા સુખી
- ચોર કોટવાલને દંડે
- ચોર પણ ચાર ઘર છોડે
- ચોરની દાઢીમાં તણખલું
- ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રૂએ
- ચોરની માને ભાંડ પરણે
- ચોરની વાદે ચણા ઉપાડવા જવું
- ચોરને કહે ચોરી કરજે અને સિપાઈને કહે જાગતો રહેજે
- ચોરને ઘેર ચોર પરોણો
- ચોરનો ભાઈ ઘંટીચોર
- ચોરી પર શીનાજોરી
- ચોરીનું ધન સીંકે ન ચડે
- ચોળીને ચીકણું કરવું
- ચૌદમું રતન ચખાડવું
- છક થઈ જવું
- છક્કડ ખાઈ જવું
- છક્કા છૂટી જવા
- છકી જવું
- છછૂંદરવેડા કરવા
- છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવું
- છાગનપતિયાં કરવા
- છાજિયા લેવા
- છાણના દેવને કપાસિયાની જ આંખ હોય
- છાતી પર મગ દળવા
- છાપરે ચડાવી દેવો
- છાશ લેવા જવી અને દોણી સંતાડવી
- છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય
- છાસિયું કરવું
- છિનાળું કરવું
- છીંડે ચડ્યો તે ચોર
- છેલ્લા પાટલે બેસી જવું
- છેલ્લું ઓસડ છાશ
- છોકરાંને છાશ ભેગા કરવા
- છોકરાંનો ખેલ નથી
- છોકરીને અને ઉકરડાને વધતાં વાર ન લાગે
- છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય
- જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે ?
- જનોઈવઢ ઘા
- જમણમાં લાડુ અને સગપણમાં સાઢુ
- જમવામાં જગલો અને કૂટવામાં ભગલો
- જમાઈ એટલે દશમો ગ્રહ
- જર, જમીન ને જોરું, એ ત્રણ કજિયાના છોરું
- જશને બદલે જોડા
- જંગ જીત્યો રે મારો કાણિયો, વહુ ચલે તબ જાણિયો
- જા બિલાડી મોભામોભ
- જા બિલ્લી કૂત્તે કો માર
- જાગ્યા ત્યાંથી સવાર
- જાડો નર જોઈને સૂળીએ ચડાવવો
- જાતે પગ પર કુહાડો મારવો
- જીભ આપવી
- જીભ કચરવી
- જીભમાં હાડકું ન હોય, તે આમ પણ વળે અને તેમ પણ વળે
- જીભે લાપસી પીરસવી તો મોળી શું કામ પીરસવી?
- જીવ ઝાલ્યો રહેતો નથી
- જીવતા જગતિયું કરવું
- જીવતો નર ભદ્રા પામે
- જીવવું થોડું ને જંજાળ ઝાઝી
- જીવો અને જીવવા દો
- જીવ્યા કરતાં જોયું ભલું
- જૂનું એટલું સોનું
- જે ગામ જવું હોય નહિ તેનો મારગ શા માટે પૂછવો?
- જે ચડે તે પડે
- જે જન્મ્યું તે જાય
- જે જાય દરબાર તેના વેચાય ઘરબાર
- જે નમે તે સૌને ગમે
- જે ફરે તે ચરે
- જે બોલે તે બે ખાય
- જે વાર્યા ન વરે તે હાર્યા વરે
- જે સૌનું થશે તે વહુનું થશે
- જેસલ હટે જવભર ને તોરલ હટે તલભર
- જેટલા મોં તેટલી વાતો
- જેટલા સાંધા એટલા વાંધા
- જેટલો ગોળ નાખો તેટલું ગળ્યું લાગે
- જેટલો બહાર છે તેથી વધુ ભોંયમાં છે
- જેણે મૂકી લાજ એનું નાનું સરખું રાજ
- જેના લગન હોય તેના જ ગીત ગવાય
- જેના હાથમાં તેના મોંમા
- જેની લાઠી તેની ભેંસ
- જેની રૂપાળી વહુ તેના ભાઈબંધ બહુ
- જેનું ખાય તેનું ખોદે
- જેનું નામ તેનો નાશ
- જેને કોઈ ન પહોંચે તેને પેટ પહોંચે
- જેને રામ રાખે તેને કોણ ચાખે
- જેનો આગેવાન આંધળો તેનું કટક કૂવામાં
- જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી
- જેવા સાથે તેવા
- જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ
- જેવી સોબત તેવી અસર
- જેવું કામ તેવા દામ
- જેવો ગોળ વિનાનો કંસાર એવો મા વિનાનો સંસાર
- જેવો દેશ તેવો વેશ
- જેવો સંગ તેવો રંગ
- જોશીના પાટલે અને વૈદના ખાટલે
- જ્યાં ગોળ હોય ત્યાં માખી બમણતી આવે જ
- જ્યાં ચાહ ત્યાં રાહ
- જ્યાં સંપ ત્યાં જંપ
- જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ
- ઝાઝા રસોઈયા રસોઈ બગાડે
- ઝાઝા હાથ રળિયામણા
- ઝાઝા હાંડલા ભેગા થાય તો ખખડે પણ ખરા
- ઝાઝી કીડી સાપને ખાઈ જાય
- ઝાઝી સૂયાણી વિયાંતર બગાડે
- ઝેરના પારખા ન હોય
- ટકાની ડોશી અને ઢબુનું મૂંડામણ
- ટલ્લે ચડાવવું
- ટહેલ નાખવી
- ટાઢા પહોરની તોપ ફોડવી
- ટાઢા પાણીએ ખસ ગઈ
- ટાઢું પાણી રેડી દેવું
- ટાઢો ડામ દેવો
- ટાયલાવેડાં કરવાં
- ટાલિયા નર કો'ક નિર્ધન
- ટાંટીયાની કઢી થઈ જવી
- ટાંટિયો ટળવો
- ટાંડી મૂકવી
- ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય
- ટૂંકું ને ટચ
- ટેભા ટૂટી જવા
- ટોટો પીસવો
- ટોણો મારવો
- ટોપી પહેરાવી દેવી
- ટોપી ફેરવી નાખવી
- ઠણઠણગોપાલ
- ઠરડ કાઢી નાખવી
- ઠરીને ઠામ થવું
- ઠરીને ઠીંકરું થઈ જવું
- ઠાગાઠૈયા કરવા
- ઠેકાણે પડવું
- ઠેરના ઠેર
- ઠોઠ નિશાળિયાને વૈતરણા ઝાઝા
- ઠોકર વાગે ત્યારે જ અક્કલ આવે
- ડબ્બો ગુલ કરી નાખવો
- ડહાપણની દાઢ ઊગવી
- ડાકણેય એક ઘર તો છોડે
- ડાગળી ખસવી
- ડાચામાં બાળવું
- ડાચું વકાસીને બેસવું
- ડાફરિયાં દેવા
- ડાબા હાથની વાત જમણાને ખબર ન પડે
- ડાબા હાથનો ખેલ
- ડાબા હાથે ચીજ મુકી દેવી
- ડારો દેવો
- ડાહીબાઈને બોલાવો ને ખીરમાં મીઠું નખાવો
- ડાંગે માર્યા પાણી જુદા ન પડે
- ડાંફાં મારવા
- ડીંગ હાંકવી
- ડીંડવાણું ચલાવવું
- ડુંગર દૂરથી રળિયામણા
- ડૂબતો માણસ તરણું પકડે
- ડોશી મરે તેનો ભો નથી, જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે
- ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મર
- ઢાંકો-ઢૂંબો કરવો
- તમાચો મારી ગાલ લાલ રાખવો
- તમાશાને તેડું ન હોય
- તલપાપડ થવું
- તલમાં તેલ નથી
- તલવારની ધાર ઉપર ચાલવું
- ત્રણ સાથે જાય તો થાય ત્રેખડ ને માથે પડે ભેખડ
- ત્રાગું કરવું
- ત્રેવડ એટલે ત્રીજો ભાઈ
- તારા જેવા તાંબિયાના તેર મળે છે
- તારા બાપનું કપાળ
- તારી અક્કલ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી?
- તારું મારું સહિયારું ને મારું મારા બાપનું
- તાલમેલ ને તાશેરો
- તાંબિયાની તોલડી તેર વાના માંગે
- તીરથે જઈએ તો મૂંડાવું તો પડે જ
- તીસમારખાં
- તુંબડીમાં કાંકરા
- તેજીને ટકોરો, ગધેડાને ડફણાં
- તેલ જુઓ તેલની ધાર જુઓ
- તેલ પાઈને એરંડિયું કાઢવું
- તોબા પોકારવી
- તોળી તોળીને બોલવું
- થાક્યાના ગાઉ છેટા હોય
- થાબડભાણા કરવા
- થાય તેવા થઈએ ને ગામ વચ્ચે રહીએ
- થૂંકના સાંધા કેટલા દી ટકે?
- થૂંકેલું પાછું ગળવું
- દયા ડાકણને ખાય
- દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે
- દળી, દળીને ઢાંકણીમાં
- દશેરાના દિવસે જ ઘોડુ ન દોડે
- દાઝ્યા પર ડામ
- દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી
- દાણો દબાવી/ચાંપી જોવો
- દાધારિંગો
- દાનત ખોરા ટોપરા જેવી
- દામ કરે કામ અને બીબી કરે સલામ
- દાળમાં કાળું
- દાંત કાઢવા
- દાંત ખાટા કરી નાખવા
- દાંતે તરણું પકડવું
- દી ફરવો
- દી ભરાઈ ગયા છે
- દી વળવો
- દીકરી એટલે સાપનો ભારો
- દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
- દીવા તળે અંધારું
- દીવાલને પણ કાન હોય
- દુકાળમાં અધિક માસ
- દુ:ખતી રગ દબાવવી
- દુ:ખનું ઓસડ દહાડા
- દુ:ખે છે પેટ અને કૂટે છે માથું
- દુબળાં ઢોરને બગાં ઝાઝી
- દૂઝણી ગાયની લાત ભલી
- દૂધ પાઈને સાપ ઉછેરવો
- દૂધ, સાકર, એલચી, વરીઆળી ને દ્રાક્ષ
જો કંઠનો ખપ હોય તો પાંચેય વસ્તુ રાખ
- દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખવું
- દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ
- દૂધમાં અને દહીંમાં પગ રાખવો
- દૂધમાંથી પોરા કાઢવા
- દે દામોદર દાળમાં પાણી
- દેખવું નહિ અને દાઝવું નહિ
- દેવ દેવલા સમાતા ન હોય ત્યાં પૂજારાને ક્યાં બેસાડવા
- દોડવું હતું ને ઢાળ મળ્યો
- દોમ દોમ સાયબી
- દોરડી બળે પણ વળ ન છૂટે
- દ્રાક્ષ ખાટી છે
- ધકેલ પંચા દોઢસો
- ધણીની નજર એક, ચોરની નજર ચાર
- ધનોત-પનોત કાઢી નાખવું
- ધરતીનો છેડો ઘર
- ધરમ કરતાં ધાડ પડી
- ધરમ ધક્કો
- ધરમના કામમાં ઢીલ ન હોય
- ધરમની ગાયના દાંત ન જોવાય
- ધાર્યું ધણીનું થાય
- ધીરજના ફળ મીઠા હોય
- ધુમાડાને બાચકા ભર્યે દહાડો ન વળે
- ધૂળ ઉપર લીંપણ ન કરાય
- ધૂળ કાઢી નાખવી
- ધોકે નાર પાંસરી
- ધોલધપાટ કરવી
- ધોબીનો કૂતરો, નહિ ઘરનો નહિ ઘાટનો
- ધોયેલ મૂળા જેવો
- ધોળા દિવસે તારા દેખાવા
- ધોળામાં ધૂળ પડી
- ધોળિયા સાથે કાળિયો રહે, વાન ન આવે, સાન તો આવે
- ધોળે ધરમે
- ન આવડે ભીખ તો વૈદું શીખ
- ન ત્રણમાં, ન તેરમાં, ન છપ્પનના મેળમાં
- ન બોલ્યામાં નવ ગુણ
- ન મળી નારી એટલે સહેજે બાવા બ્રહ્મચારી
- ન મામા કરતા કહેણો મામો સારો
- નકલમાં અક્કલ ન હોય
- નગારખાનામાં પીપૂડીનો અવાજ ક્યાંથી સંભળાય?
- નજર ઉતારવી
- નજર બગાડવી
- નજર લાગવી
- નજરે ચડી જવું
- નજરે જોયાનું ઝેર છે
- નથ ઘાલવી
- નદીના મૂળ અને ઋષિના કુળ ન શોધાય
- નબળો ધણી બૈરી પર શૂરો
- નમાજ પડતા મસીદ કોટે વળગી
- નરમ ઘેંશ જેવો
- નવ ગજના નમસ્કાર
- નવરો ધૂપ
- નવરો બેઠો નખ્ખોદ કાઢે
- નવાણિયો કૂટાઈ ગયો
- નવાણુંનો ધક્કો લાગવો
- નવી ગિલ્લી નવો દાવ
- નવી વહુ નવ દહાડા
- નવે નાકે દિવાળી
- નવો મુલ્લો બાંગ વધુ જોરથી પોકારે
- નવો મુસલમાન નવ વાર નમાજ પઢે
- નસીબ અવળા હોય તો ભોંયમાંથી ભાલા વાગે
- નસીબ બેઠેલાનું બેઠું રહે, દોડતાનું દોડતું રહે
- નસીબનો બળિયો
- નાક ઊંચું રાખવું
- નાક કપાઈ જવું
- નાક કપાવી અપશુકન ન કરાવાય
- નાક લીટી તાણવી
- નાકે છી ગંધાતી નથી
- નાગાની પાનશેરી ભારે હોય
- નાગાને નાવું શું અને નીચોવવું શું ?
- નાચવું ન હોય તો આંગણું વાંકુ
- નાણા વગરનો નાથીયો, નાણે નાથાલાલ
- નાણું મળશે પણ ટાણું નહિ મળે
- નાતનો માલ નાત જમે, મુસાભાઈના વા ને પાણી
- નાના મોઢે મોટી વાત
- નાનો પણ રાઈનો દાણો
- નામું માંડવું
- નીર-ક્ષીર વિવેક
- નેવાના પાણી મોભે ના ચડે
- નોકર ખાય તો નફો જાય, શેઠ ખાય તો મૂડી જાય
- પઈની પેદાશ નહિ ને ઘડીની ફુરસદ નહિ
- પગ કુંડાળામાં પડી જવો
- પગ ન ઊપડવો
- પગ લપસી જવો
- પગચંપી કરવી
- પગપેસારો કરવો
- પગભર થવું
- પગલાં પાડવા/પગલાં ઓળખવા
- પડતો બોલ ઝીલવો
- પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહિ
- પડ્યા પર પાટું
- પડ્યો પોદળો ધૂળ ઉપાડે
- પઢાવેલો પોપટ
- પત્તર ખાંડવી
- પથારો પાથરવો
- પથ્થર ઉપર પાણી
- પરચો આપવો/દેખાડવો
- પરણ્યા નથી પણ પાટલે તો બેઠા છો ને?
- પલાળ્યું છે એટલે મૂંડાવવું તો પડશે જ ને
- પવન પ્રમાણે સઢ ફેરવવો
- પહેલું સુખ તે જાતે નર્યા
- પહેલો ઘા પરમેશ્વરનો
- પહેલો સગો પાડોશી
- પહોંચેલ માયા/બુટ્ટી
- પ્રસાદી ચખાડવી
- પ્રીત પરાણે ન થાય
- પંચ કહે તે પરમેશ્વર
- પાકા ઘડે કાંઠા ન ચડે
- પાઘડી ફેરવી નાખવી
- પાઘડીનો વળ છેડે આવે
- પાટિયાં બેસી જવાં
- પાટો બાઝવો
- પાઠ ભણાવવો
- પાડા ઉપર પાણી
- પાડા મૂંડવાં
- પાણી ઉતારવું
- પાણી ચડાવવું
- પાણી દેખાડવું
- પાણી પહેલા પાળ બાંધી લેવી સારી
- પાણી પાણી કરી નાખવું
- પાણી પીને ઘર પૂછવું
- પાણી ફેરવવું
- પાણી માપવું
- પાણીચું આપવું
- પાણીમાં બેસી જવું
- પાણીમાં રહીને મગર સાથે વેર ન બંધાય
- પાણીમાંથી પોરા કાઢવા
- પાનો ચડાવવો
- પાપ છાપરે ચડીને પોકારે
- પાપડતોડ પહેલવાન
- પાપડી ભેગી ઈયળ બફાય
- પાપનો ઘડો ભરાઈ જવો
- પાપી પેટનો સવાલ છે
- પારકા કજિયા ઉછીના ન લેવાય
- પારકા છોકરાને જતિ કરવા સૌ તૈયાર હોય
- પારકી આશ સદા નિરાશ
- પારકી છઠ્ઠીનો જાગતલ
- પારકી પંચાતમાં શું કામ પડવું
- પારકી મા જ કાન વિંધે
- પારકી લેખણ, પારકી શાહી, મત્તું મારે માવજીભાઈ
- પારકે પાદર પહોળા થવું
- પારકે પૈસે દિવાળી
- પારકે પૈસે પરમાનંદ
- પારકે ભાણે લાડુ મોટો દેખાય
- પાશેરામાં પહેલી પૂણી છે
- પાંચમની છઠ્ઠ ક્યારે ન થાય
- પાંચમાં પૂછાય તેવો
- પાંચે ય આંગળી ઘીમાં
- પાંચે ય આંગળી સરખી ન હોય
- પાંચે ય આંગળીએ દેવ પૂજવા
- પાંસરુંદોર કરી નાખવું/થઈ જવું
- પિયરની પાલખી કરતાં સાસરિયાની સૂળી સારી
- પીઠ પાછળ ઘા
- પીળું તેટલું સોનું નહિ, ઊજળું તેટલું દૂધ નહિ
- પુણ્ય પરવારી જવું
- પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી
- પુરાણ માંડવું
- પેટ કરાવે વેઠ
- પેટ ચોળીને શૂળ ઊભું ન કરાય
- પેટ છે કે પાતાળ ?
- પેટ ઠારવું/પેટ બાળવું
- પેટ પકડીને હસવું
- પેટ પર પાટું મારવું
- પેટ મોટું રાખવું
- પેટછૂટી વાત કરવી
- પેટનું પાણી ન હલવું
- પેટનો ખાડો પૂરવો
- પેટનો બળ્યો ગામ બાળે
- પેટપૂજા કરવી
- પેટમાં ઘુસી જવું
- પેટમાં પેસીને પગ પહોળા કરવા
- પેટમાં ફાળ પડવી
- પેટિયું રળી લેવું
- પેટે પાટા બાંધવા
- પૈસા તો ડાબા હાથનો મેલ છે
- પૈસાનું પાણી કરવું
- પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ
- પોચું ભાળી જવું
- પોત પ્રકાશવું
- પોતાના પગ નીચે રેલો આવે ત્યારે જ ખબર પડે
- પોતાની ગલીમાં કુતરો પણ સિંહ
- પોતાનો કક્કો જ ખરો કરવો
- પોતિયા ઢીલા થઈ જવા
- પોતિયું કાઢીને ઊભા રહેવું
- પોથી માંહેના રીંગણા
- પોદળામાં સાંઠો
- પોપટીયું જ્ઞાન
- પોપાબાઈનું રાજ
- પોબારા ગણી જવા
- પોલ ખૂલી ગઈ
- ફઈને મૂછ ઉગે તો તેને કાકો કહેવાય
- ફના- ફાતિયા થઈ જવા
- ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે
- ફસકી જવું
- ફટકો પડવો
- ફણગો ફૂટવો
- ફનાફાતિયા થઈ જવું/કરી નાખવું
- ફાચર મારવી
- ફાટીને ધુમાડે જવું
- ફાવ્યો વખણાય
- ફાળિયું ખંખેરી નાખવું
- ફિશિયારી મારવી
- ફીંફાં ખાંડવાં
- ફુલ નહિ તો ફુલની પાંખડી
- ફૂલાઈને ફાળકો થઈ જવું
- ફૂટી બદામના ભાવે
- ફોદેફોદા ઊડી જવા
- ફાંકો રાખવો
- ફૂંકી ફૂંકીને પગ મૂકવો
- બકરું કાઢતા ઊંટ પેઠું
- બગભગત-ઠગભગત
- બગાસું ખાતા પતાસું મળ્યું
- બત્રીસ કોઠે દીવા પ્રગટ્યા
- બધો ભાર અંતે કન્યાની કેડ પર આવે
- બલિદાનનો બકરો
- બળતાંમાં ઘી હોમવું
- બળતું ઘર કૃષ્ણાર્પણ કરવું
- બળિયાના બે ભાગ
- બક્ષિસ લાખની પણ હિસાબ કોડીનો
- બાઈ બાઈ ચારણી
- બાઈને કોઈ લે નહિ ને ભાઈને કોઈ આપે નહિ
- બાડા ગામમાં બે બારશ
- બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા
- બાપ શેર તો દીકરો સવા શેર
- બાપના કૂવામાં ડુબી ન મરાય
- બાપના પૈસે તાગડધીન્ના
- બાપનું વહાણ ને બેસવાની તાણ
- બાપે માર્યા વેર
- બાફી મારવું
- બાર ગાઉએ બોલી બદલાય
- બાર બાવા ને તેર ચોકા
- બાર વરસે બાવો બોલ્યો, જા બેટા દુકાળ પડશે
- બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી
- બારે મેઘ ખાંગા થવા
- બારે વહાણ ડૂબી જવા
- બાવળ વાવો તો કાંટા ઉગે અને આંબો વાવો તો કેરી મળે
- બાવા બાર ને લાડવા ચાર
- બાવાના બેઉ બગડ્યા
- બાવો ઉઠ્યો બગલમાં હાથ
- બાંધી મુઠ્ઠી લાખની, ઉઘાડી વા ખાય
- બિલાડીના કીધે શીંકુ ન ટૂટે
- બિલાડીના પેટમાં ખીર ન ટકે, બૈરાંના પેટમાં વાત ન ટકે
- બિલાડીની ડોકે ઘંટ બાંધે કોણ?
- બિલાડીનું બચ્ચું સાત ઘેર ફરે
- બિલાડીને દૂધ ભળાવો તો પછી શું થાય ?
- બીજાની ચિતા પર પોતાની ભાખરી શેકી લેવી
- બીડું ઝડપવું
- બે ઘરનો પરોણો ભૂખે મરે
- બે પાડા લડે તેમાં ઝાડનો ખો નીકળે
- બે પાંદડે થવું
- બે બદામનો માણસ
- બે બાજુની ઢોલકી વગાડવી
- બેઉ હાથમાં લાડવા
- બેઠાં બેઠાં ખાધે તો કુબેરના ભંડાર પણ ખૂટી જાય
- બૈરાંની બુદ્ધિ પગની પાનીએ
- બોકડો વધેરવો
- બોડી-બામણીનું ખેતર
- બોલીને ફરી જવું
- બોલે તેના બોર વેંચાય
- બંધ બેસતી પાઘડી પહેરી લેવી
- બ્રાહ્મણી વંઠે તો તરકડે જાય
- ભડનો દીકરો
- ભણેલા ભીંત ભૂલે
- ભરડી મારવું
- ભરાઈ પડવું
- ભલભલાને ભૂ પાઈ દેવું
- ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ
- ભાગતા ભૂતની ચોટલી ભલી
- ભાગ્યશાળીને ભૂત રળે
- ભાંગરો વાટવો
- ભાંગ્યાનો ભેરુ
- ભાંગ્યું તો ય ભરુચ
- ભાંડો ફૂટી ગયો
- ભીખના હાંલ્લા શીંકે ન ચડે
- ભીંતને પણ કાન હોય છે
- ભુવો ધૂણે પણ નાળિયેર તો ઘર ભણી જ ફેંકે
- ભૂત ગયું ને પલિત આવ્યું
- ભૂતનું સ્થાનક પીપળો
- ભૂતોભાઈ પણ ઓળખતો નથી
- ભૂલ્યા ત્યાંથી ફરી ગણો
- ભૂંડાથી ભૂત ભાગે
- ભૂંડાને પણ સારો કહેવડાવે તેવો છે
- ભેખડે ભરાવી દેવો
- ભેજાગેપ
- ભેજાનું દહીં કરવું
- ભેંશ આગળ ભાગવત
- ભેંશ ભાગોળે, છાશ છાગોળે અને ઘેર ધમાધમ
- ભેંશના શીંગડા ભેંશને ભારી
- ભોઈની પટલાઈ
- મગ જે પાણીએ ચડતા હોય તે પાણીએ જ ચડાવાય
- મગજમાં રાઈ ભરાઈ જવી
- મગનું નામ મરી ન પાડે
- મગરનાં આંસુ સારવા
- મણ મણની ચોપડાવવી
- મણનું માથું ભલે જાય પણ નવટાંકનું નાક ન જાય
- મન ઊતરી જવું
- મન ઢચુપચુ થઈ જવું
- મન દઈને કામ કરવું
- મન મનાવવું/મારીને રહેવું
- મન મોટું કરવું
- મન હોય તો માળવે જવાય
- મન, મોતી ને કાચ, ભાંગ્યા સંધાય નહિ
- મનનો ઊભરો ઠાલવવો
- મનમાં પરણવું ને મનમાં રાંડવું
- મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા
- મરચા લાગવા
- મરચાં લેવા
- મરચાં વાટવા
- મરચું-મીઠું ભભરાવવું
- મરતાને સૌ મારે
- મરતો ગયો ને મારતો ગયો
- મસાણમાંથી મડા બેઠા કરવા
- મસીદમાં ગયું'તું જ કોણ?
- મહેતો મારે ય નહિ અને ભણાવે ય નહિ
- મળે તો ઈદ, ન મળે તો રોજા
- મંકોડી પહેલવાન
- મા કરતાં માસી વહાલી લાગે
- મા તે મા, બીજા બધા વગડાના વા
- મા તેવી દીકરી, ઘડો તેવી ઠીકરી
- મા મૂળો ને બાપ ગાજર
- માખણ લગાવવું
- માગુ દીકરીનું હોય - માગુ વહુનું ન હોય
- માણસ માત્ર ભૂલને પાત્ર
- માણસ વહાલો નથી માણસનું કામ વહાલું છે
- માથા માથે માથું ન રહેવું
- માથાનો ફરેલ
- માથાનો મળી ગયો
- માથે દુખનાં ઝાડ ઉગવા
- માથે પડેલા મફતલાલ
- માથે હાથ રાખવો
- માના પેટમાંય સખણો નહિ રહ્યો હોય
- માનો તો દેવ નહિ તો પથ્થર
- મામા બનાવવા
- મામો રોજ લાડવો ન આપે
- માપમાં રહેવું
- મારવો તો મીર
- મારા છગન-મગન બે સોનાના, ગામનાં છોકરાં ગારાના
- મારીને મુસલમાન કરવો
- મારે મીર ને ફૂલાય પીંજારો
- માલ પચી જવો
- માશીબાનું રાજ નથી
- માંકડને મોં આવવું
- માંગ્યા વિના મા પણ ન પીરસે
- માંડીવાળેલ
- મિયાં ચોરે મૂઠે ને અલ્લા ચોરે ઊંટે
- મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી
- મિયાં મહાદેવનો મેળ કેમ મળે
- મિયાંની મીંદડી
- મીઠા ઝાડના મૂળ ન ખવાય
- મુલ્લાની દોડ મસીદ સુધી
- મુવા નહિ ને પાછા થયા
- મુસાભાઈના વા ને પાણી
- મૂઈ ભેંશના ડોળા મોટા
- મૂછે વળ આપવો
- મૂડી કરતાં વ્યાજ વધુ વહાલું હોય
- મૂરખ મિત્ર કરતાં દાનો દુશ્મન સારો
- મૂરખના ગાડાં ન ભરાય
- મૂરખની માથે શિંગડા ન ઉગે
- મેથીપાક ચખાડવો
- મેદાન મારવું
- મેરી બિલ્લી મૂઝસે મ્યાઉં
- મેલ કરવત મોચીના મોચી
- મોટું પેટ રાખવું
- મોઢાનો મોળો
- મોઢામાં મગ ભર્યા છે?
- મોઢું જોઈને ચાંદલો કરાય
- મોઢું કટાણું કરવું/બગાડવું
- મોતિયા મરી જવા
- મોરના ઈંડાને ચીતરવા ન પડે
- મોસાળમાં જમણ અને મા પીરસનાર
- મોં કાળું કરવું
- મોં ચડાવવું
- મોં તોડી લેવું
- મોં બંધ કરવું
- મોં પરથી માંખી ઉડતી નથી
- મોં માથાના મેળ વિનાની વાત
- મોંકાણના સમાચાર
- યથા રાજા તથા પ્રજા
- રમત રમવી
- રમતવાતમાં
- રંગ ગયા પણ ઢંગ ન ગયા
- રાઈના પડ રાતે ગયા
- રાજા, વાજા ને વાંદરા, ત્રણેય સરખા
- રાજાને ગમી તે રાણી, છાણા વીણતી આણી
- રાત ગઈ અને વાત ગઈ
- રાત થોડી ને વેશ ઝાઝા
- રાતે પાણીએ રોવાનો વખત
- રામ રમાડી દેવા
- રામ રાખે તેને કોણ ચાખે
- રામ બોલો ભાઈ રામ થઈ જવું/રામશરણ પહોંચવું
- રામના નામે પથ્થર તરે
- રામનું રાજ
- રામબાણ ઈલાજ
- રામબાણ વાગ્યા હોય તે જાણે
- રામાયણ માંડવી
- રાંડ્યા પછીનું ડહાપણ
- રાંધવા ગયા કંસાર અને થઈ ગયું થૂલું
- રાંધેલ ધાન રઝળી પડ્યા
- રીંગણાં જોખવા
- રૂપ રૂપનો અંબાર
- રેતીમાં વહાણ ચલાવવું
- રેવડી દાણાદાણ કરી નાખવી
- રોકડું પરખાવવું
- રોગ ને શત્રુ ઉગતાં જ ડામવા પડે
- રોજ મરે એને કોણ રોવે
- રોજની રામાયણ
- રોટલાથી કામ કે ટપટપથી
- રોટલો મળે પણ ઓટલો ન મળે
- રોતો રોતો જાય તે મુવાની ખબર લઈ આવે
- રોદણા રોવા
- લખણ ન બદલે લાખા
- લગને લગને કુંવારા લાલ
- લમણાંઝીક કરવી
- લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય
- લંકાની લાડી ને ઘોઘાનો વર
- લંગોટીયો યાર
- લાકડાના લાડુ ખાય તે પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય
- લાકડાની તલવાર ચલાવવી
- લાકડે માંકડું વળગાવી દેવું
- લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો
- લાગ્યું તો તીર, નહિ તો તુક્કો
- લાજવાને બદલે ગાજવું
- લાલો લાભ વિના ન લોટે
- લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય
- લીલા લહેર કરવા
- લે લાકડી ને કર મેરાયું
- લેતાં લાજે ને આપતાં ગાજે
- લોઢાના ચણા ચાવવા
- લોઢું લોઢાને કાપે
- લોભને થોભ ન હોય
- લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે
- લોભે લક્ષણ જાય
- વખાણેલી ખીચડી દાઢે વળગે
- વટનો કટકો
- વઢકણી વહુ ને દીકરો જણ્યો
- વર મરો કે કન્યા મરો, ગોરનું તરભાણું ભરો
- વર રહ્યો વાસી ને કન્યા ગઈ નાસી
- વરને કોણ વખાણે? વરની મા!
- વરસના વચલા દહાડે
- વહેતા પાણી નિર્મળા
- પહેતા પાણીમાં હાથ ધોઈ લેવા
- વહેતી ગંગામાં ડુબકી લગાવવી
- વહેમનું કોઈ ઓસડ નથી
- વહોરાવાળું નાડું પકડી ન રખાય
- વા વાતને લઈ જાય
- વાઘ પર સવારી કરવી સહેલી છે પણ નીચે ઉતરવું અઘરું છે
- વાઘને કોણ કહે કે તારુ મોં ગંધાય છે
- વાડ ચીભડા ગળે
- વાડ વિના વેલો ન ચડે
- વાણિયા વાણિયા ફેરવી તોળ
- વાણિયા વિદ્યા કરવી
- વાણિયાની મૂછ નીચી તો કહે સાત વાર નીચી
- વાણિયો પેટમાં પેસીને પગ પહોળા કરે
- વાણિયો રીઝે તો તાળી આપે
- વાત ગળે ઉતરવી
- વાતનું વતેસર કરવું
- વાતમાં કોઈ દમ નથી
- વારા ફરતો વારો, મારા પછી તારો, મે પછી ગારો
- વાર્યા ન વળે તે હાર્યા વળે
- વાવડી ચસ્કી
- વાવો તેવું લણો, કરો તેવું પામો
- વાળંદના વાંકા હોય તો કોથળીમાંથી કરડે
- વાંઢાને કન્યા જોવા ન મોકલાય
- વાંદરાને સીડી ન અપાય
- વાંદરો ઘરડો થાય પણ ગુલાંટ ન ભૂલે
- વિદ્યા વિનયથી શોભે
- વિના ચમત્કાર નહિ નમસ્કાર
- વિનાશકાળે વિપરીત બુદ્ધિ
- વિશ્વાસે વહાણ તરે
- વીસનખી વાઘણ
- વીંછીના દાબડામાં હાથ નાખીએ તો પરિણામ શું આવે?
- વેંત એકની જીભ
- શંકા ભૂત અને મંછા ડાકણ
- શાંત પાણી ઊંડા હોય
- શાંતિ પમાડે તે સંત
- શિયા-વિયા થઈ જવું
- શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી
- શિયાળો ભોગીનો ઉનાળો જોગીનો
- શીરા માટે શ્રાવક થવું
- શીંગડા, પૂંછડા વિનાનો આખલો
- શેક્યો પાપડ ભાંગવાની તાકાત નથી
- શેઠ કરતાં વાણોતર ડાહ્યાં
- શેઠની શિખામણ ઝાંપા સુધી
- શેર માટીની ખોટ
- શેરના માથે સવા શેર
- શેહ ખાઈ જવી
- શોભાનો ગાંઠિયો
- શ્રી ગણેશાય નમઃ કરવું
- સઈ, સોની ને સાળવી ન મૂકે સગી બેનને જાળવી
- સઈની સાંજ ને મોચીની સવાર ક્યારે ય ન પડે
- સક્કરવાર વળવો
- સગપણમાં સાઢુ ને જમણમાં લાડુ
- સત્તર પંચા પંચાણું ને બે મૂક્યા છૂટના, લાવો પટેલ સોમાં બે ઓછા
- સત્તા આગળ શાણપણ નકામું
- સતી શાપ આપે નહિ અને શંખણીના શાપ લાગે નહિ
- સદાનો રમતારામ છે
- સસ્તુ ભાડું ને સિદ્ધપુરની જાત્રા
- સળગતામાં હાથ ઘાલો તો હાથ તો દાઝે જ ને
- સળગતું લાકડું ઘરમાં ન ઘલાય
- સંઘર્યો સાપ પણ કામ આવે
- સંતોષી નર સદા સુખી
- સંસાર છે ચાલ્યા કરે
- સાચને આંચ ન આવે
- સાજા ખાય અન્ન ને માંદા ખાય ધન
- સાન ઠેકાણે આવવી
- સાનમાં સમજે તો સારું
- સાપ ગયા અને લીસોટા રહ્યા
- સાપના દરમાં હાથ નાખવો
- સાપને ઘેર સાપ પરોણો
- સાપે છછુંદર ગળ્યા જેવી હાલત
- સારા કામમાં સો વિઘન
- સાંઠે બુદ્ધિ નાઠી
- સીદીભાઈને સીદકાં વહાલાં
- સીદીભાઈનો ડાબો કાન
- સીધી આંગળીએ ઘી ન નીકળે
- સીંદરી બળે પણ વળ ન મૂકે
- સુખમાં સાંભરે સોની ને દુ:ખમાં સાંભરે રામ
- સુતારનું મન બાવળિયે
- સુરતનું જમણ ને કાશીનું મરણ
- સૂકા ભેગુ લીલું બળે
- સૂપડાં સાફ થઈ ગયાં
- સૂળીનો ઘા સોયથી સર્યો
- સેવા કરે તેને મેવા મળે
- સો દવા એક હવા
- સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો
- સો વાતની એક વાત
- સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રૂમઝૂમ
- સોના કરતાં ઘડામણ મોંઘું
- સોનાની જાળને પાણીમાં ન ફેંકાય
- સોનાની થાળીમાં લોઢાનો મેખ
- સોનાનો સૂરજ ઉગવો
- સોનામાં સુગંધ મળે
- સોનીના સો ઘા તો લુહારનો એક ઘા
- સોનું સડે નહિ ને વાણિયો વટલાય નહિ
- સોળે સાન, વીસે વાન
- સ્ત્રી ચરિત્રને કોણ પામી શકે ?
- સ્ત્રી રહે તો આપથી અને જાય તો સગા બાપથી
- હરામના હાડકાં
- હલકું લોહી હવાલદારનું
- હવનમાં હાડકાં હોમવા
- હવેલી લેતા ગુજરાત ખોઈ
- હસવામાંથી ખસવું થવું
- હસવું અને લોટ ફાકવો બન્ને સાથે ન થાય
- હસે તેનું ઘર વસે
- હળદરના ગાંઠીયે ગાંધી ન થવાય
- હળાહળ કળજુગ
- હા જી હા કરવું
- હાકલા-પડકારા કરવા
- હાજાં ગગડી જવા
- હાડકાં ખોખરાં કરવા/રંગી નાખવાં
- હાડહાડ થવું
- હાથ અજમાવવો/સાફ કરવો
- હાથ ઊંચા કરી દેવા
- હાથ દેખાડવો
- હાથ ધોઈ નાખવા
- હાથ ભીડમાં હોવો
- હાથતાળી આપવી
- હાથના કર્યા હૈયે વાગ્યા
- હાથનો ચોખ્ખો
- હાથમાં આવ્યું તે હથિયાર
- હાથી જીવે તો લાખનો, મરે તો સવા લાખનો
- હાથીઘોડાનો ફરક
- હાથીના દાંત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા
- હાથીની અંબાડીએ ચડી છાણાં ન વિણાય
- હાથીની પાછળ કૂતરા ભસે
- હાર્યો જુગારી બમણું રમે
- હિંમતે મર્દા તો મદદે ખુદા
- હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો
- હું પહોળી ને શેરી સાંકડી
- હું મરું પણ તને રાંડ કરું
- હું રાણી, તું રાણી તો કોણ ભરે પાણી ?
- હુતો ને હુતી બે જણ
- હૈયા ઉકલત
- હૈયું બાળવું તેના કરતા હાથ બાળવા સારા
- હૈયે છે પણ હોઠે નથી
- હૈયે રામ વસવા
- હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
- હોળીનું નાળિયેર
- ક્ષમા વીરનું ભૂષણ છે
|
No comments:
Post a Comment