ભારતીય સંસ્કૃતિ


અઢાર મહાપુરાણો

1. મત્સ્ય પુરાણ
2. માર્કન્ડેય પુરાણ
3. ભવિષ્ય પુરાણ
4. ભગવત પુરાણ
5. બ્રહ્માંડ પુરાણ
6. બ્રહમવૈવર્ત પુરાણ
7. બ્રહ્મપુરાણ
8. વામન પુરાણ
9. વરાહ પુરાણ
10. વિષ્ણુ પુરાણ
11. વાયુ પુરાણ
12. અગ્નિ પુરાણ
13. નારદ પુરાણ
14. પદ્મ પુરાણ
15. લિંગ પુરાણ
16. ગરુડ પુરાણ
17. કૂર્મ પુરાણ
18. સ્કંધ પુરાણ
ગીતા સાર
- કેમ ખોટી ચિંતા કરે છે ? કોનાથી ગભરાય છે ? કોન તને મારી શકે છે ? આત્મા ન તો જન્મે છે કે ન તો મરે છે.- જે થયુ તે સારુ થયુ, જે થઈ રહ્યુ છે તે પણ સારું થઈ રહ્યુ છે, જે થશે તે પણ સારુ જ થશે. તુ ભૂલનો પશ્વાતાપ ન કરીશ,ભવિષ્યની ચિંતા કરો.
- તારું શુ ગયુ તો તુ રડે છે ? તુ શુ લાવ્યો હતો, જે તે ગુમાવી દીધુ છે ? તે શુ ઉત્પન્ન કર્યુ જે નાશ પામશે ? ન તુ કશુ લઈને આવ્યો. જે લીધુ તેઅહીંથી જ લીધુ, જે આપ્યુ તે અહીં જ આપ્યુ. જે લીધુ તે પ્રભુ પાસેથી લીધુ,જે આપ્યુ તેને જ આપ્યુ. ખાલી હાથ આવ્યા હતા અને ખાલી હાથે જઈ રહ્યા છીએ. જે આજે તારું છે તે ગઈકાલે કોઈ બીજાનુ હતુ.પરમ દિવસે કોઈ બીજાનુ થઈ જશે. તુ આને પોતાનુ સમજીને મગ્ન થઈ રહ્યો છે. બસ આ જ પ્રસન્નતા તારા દુ:ખનુ કારણ છે.

- પરિવર્તન સંસારનો નિયમ છે, જેને તુ મૃત્યુ કહે છે એ જ જીવન છે. એક ક્ષણમાં તુ કરોડોનો માલિક બની જાય છે, બીજી જ ક્ષણે તુ ગરીબ બની જાય છે. મારું-તારું, નાનુ-મોટુ પોતાનુ પારકું મનમાંથી બધુ જ મિટાવી દો. વિચારમાંથી હટાવી દો, પછી બધુ તમારુ છુ અને તમે બધાના છો.

- ન આ શરીર તમારુ, ન તમે શરીરના છો. આ અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશથી બનેલુ છે અને એમાં જ મળી જશે. પરંતુ આત્મા સ્થિર છે,પછી તુ ક્યા છે ? તુ પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરી દે. આ જ સૌથી ઉત્તમ સહારો છે. જે આને સહારે જીવે છે, તે ભય, ચિંતા, શોકથી હંમેશા મુક્ત છે.

- જે કાંઈ પણ તુ કરે છે, તેને ભગવાનને અર્પિત કરતો જા. આવુ કરવાથી તુ હંમેશા જીવન-મુક્તનો અનુભવ કરીશ.






અહિંસા વિશે મહાવીર સ્વામીના ઉપદેશ
जावन्ति लोए पाणा तसा अदुव थावरा।
ते जाणमजाणं वा न हणे नो विघायए॥

હિંસાના વિશે મહાવીરજીએ કહ્યું છે કે દુનિયાની અંદર જેટલા પણ જીવો (બે, ત્રણ, ચાર અને પાંચ ઈંદ્રિયાવાળા જીવો પોતાની ઈચ્છાથી ચાલી શકે છે, ડરે છે, ભાગી શકે છે, ખાઈ શકે છે) અને સ્થાવર જીવો (એક ઈંદ્રીયવાળા જીવો , સ્પર્શ ઈંદ્રિયવાળા જીવો આ જન્મ લે છે, વધે છે, મરે છે પરંતુ પોતાની જાતે ફરી નથી શકતાં. જેવા કે જળ, વાયુ, અગ્નિ, વનસ્પતિ વગેરે) તેમની જાણીને કે અજાણતાં પણ હિંસા ન કરશો.બીજાની પાસે પણ હિંસા ન કરાવશો.
-----------------------------------------------------------------
जगनिस्सिएहिं भूएहि तसनामेहिं थावरेहिं च।
नो तेसिमारभे दंडं मणसा वयसा कायसा चेव॥

સંસારની અંદર જેટલા પણ સ્થાવર જીવ છે તેમને ના તો શરીરથી, ન વચનથી કે મનથી પણ દંડ ન આપશો.
-----------------------------------------------------------------
अज्झत्थं सव्वओ सव्वं दिस्स पाणे पियायए।
न हणे पाणिणो पाणे भयवेराओ उवरए॥
બધાની અંદર એક જ આત્મા છે, આપણી જેમ બધાને જીવ વ્હાલો છે. આટલુ વિચારીને કોઈ પણ પ્રાણીની હિંસા ન કરશો.
-----------------------------------------------------------------
सयं तिवायए पाणे अदुवाऽन्नेहिं घायए।
हणन्तं वाऽणुजाणाइ वेरं वड्ढई अप्पणो॥

જે પરિગ્રહી માણસ પોતે હિંસા કરે છે, બીજાઓની પાસે હિંસા કરાવે છે અને બીજાની હિંસાનું અનુમોદન કરે છે તે પોતાને માટે વેર જ વધારે છે.
-----------------------------------------------------------------
एयं खु नाणिणो सारं जं न हिंसइ किंचण।
अहिंसा समयं चेव एयावन्तं वियाणिया॥

જ્ઞાની હોવાનો સાર તે છે કે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરો.અહિંસાનું આટલુ જ જ્ઞાન ઘણું છે. આ જ અહિંસાનું વિજ્ઞાન છે.
-----------------------------------------------------------------
सव्वे पाणा पियाउया सुहसाया दुक्ख पडिकूला।
अप्पियवहा पियजीविणो, जीविउकामा सव्वेसिं जीवियं पियं॥

બધા જ પ્રાણીઓને પોતાના જીવ વહાલા હોય છે. બધાને સુખ સારૂ લાગે છે, દુ:ખ સારૂ નથી લાગતું. હિંસા બધાને ખરાબ લાગે છે. જીવવાનું બધાને ગમે છે. બધા જ જીવવાનું પસંદ કરે છે. બધાને જીવન પ્રિય છે.
-----------------------------------------------------------------
नाइवाइज्जकिंचण।

કોઈ પણ પ્રાણીની હિંસા ન કરશો.
-----------------------------------------------------------------
आयातुले पयासु।

પ્રાણીઓ પ્રત્યે પણ એવો જ ભાવ રાખો જેવો પોતાની આત્મા તરફ રાખો છો.
-----------------------------------------------------------------
तेसिं अच्छणजोंएण निच्चं होंयव्वयं सिया।
मणसा कायवक्केण एवं हवइ संजए॥

બધા જ જીવો પ્રત્યે અહિંસક થઈને રહેવું જોઈએ. સાચો સંયમી તે જ છે જે મન, વચન અને શરીરથી કોઈની પણ હિંસા નથી કરતો.
-----------------------------------------------------------------
अजयं चरमाणो उ पाणभूयाइं हिंसइ।
बंधइ पावयं कम्मं तं से होइ कडुयं फलं॥

જે માણસ ચાલવામાં અસાધાની રાખે છે, જોયા વિના ચાલે છે, તે સ્થાવર જીવોની હિંસા કરે છે. આવો માણસ કર્મબંધનમા ફસાય છે. તેનું ફળ પણ કડવું હોય છે.
-----------------------------------------------------------------
अजयं आसमाणो उ पाढभूयाइं हिंसइ।
बंधइ पावयं कम्मं तं से होइ कडुयं फलं॥

જે માણસ બેસવામાં અસાવધાની રાખે છે , કંઈ પણ જોયા વિના બોલે છે તે સ્થાવર જીવોની હિંસા કરે છે, આવો માણસ કર્મબંધનની અંદર ફસાય છે.તેનું ફળ કડવું હોય છે.
-----------------------------------------------------------------
अजयं भुज्जमाणो उ पाणभूयाइं हिंसइ।
बंधइ पावयं कम्मं तं से होइ कडुयं फलं॥

જે માણસ ભોજન કરવામાં અસાવધાની રાખે છે , સરખી રીતે જોયા વિના ખાઈ લે છે તે સ્થાવર જીવોની હિંસા કરે છે, આવો માણસ કર્મબંધનની અંદર ફસાય છે. તેનું ફળ કડવું હોય છે.
-----------------------------------------------------------------
अजयं भासमाणो उ पाणभूयाइं हिंसइ।
बंधइ पावयं कम्मं तं से होइ कडुयं फलं॥

જે માણસ બોલવામાં અસાવધાની રાખે છે ,તે સ્થાવર જીવોની હિંસા કરે છે, આવો માણસ કર્મબંધનની અંદર ફસાય છે.તેનું ફળ કડવું હોય છે.
-----------------------------------------------------------------
सव्वे अक्कन्तदुक्खा य अओ सव्वे न हिंसया॥
દુ:ખથી બધા જ જીવો ગભરાય છે. આવુ માનીને કોઈ પણ જીવની હત્યા ન કરવી.













ગીતાજીનાં અઢાર નામ

ગીતા ગંગા ચ ગાયત્રી, સીતા સત્યા સરસ્વતી ;
બ્રહ્મવિદ્યા બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા મુક્તિગેહિની .
અર્ધમાત્રા ચિદાનંદા, ભવન્ધી, ભયનાશિની ;
વેદત્રયિ પરાનંતા , તત્વાર્થ જ્ઞાન મંજરી.
ઈત્યેતાનિ જયેનિત્યં, નરો નિશ્ચલ-માનસં ;
જ્ઞાન સિધ્ધમ લભેચ્છધ્ર્મ, તથાન્તે પરમં પદમ્



દશ અવતારો

૧.મત્સ્યાવતાર





૨.કુર્માવતાર


3.વરાહાવતાર



૪.નૃસિંહાવતાર



૫.વામનાવતાર



૬.પરશુરામાવતાર



૭.શ્રી રામાવતાર



૮.શ્રી કૃષ્ણાવતાર



૯.બુદ્ધાવતાર



૧૦.કલ્કી અવતાર













ધર્મમાં પાંચ નું મહત્વ

} પાંચ વિષય
1.        શબ્દ
2.        સ્પર્શ
3.        રૂપ
4.        રસ
5.        ગંધ
} પાંચ કલેશ
1.        અવિદ્યા
2.        અસ્મિતા
3.        રાગ
4.        દ્રેષ
5.        અભિનિવેશ
}પાંચ જ્ઞાનઇન્દ્રિય
1.        શ્રોત
2.        ત્વચા
3.        ચક્ષુ
4.        જીભ
5.        નાસિકા
} પાંચ કર્મ
1.        નિત્ય
2.        નૈમિતિક
3.        કામ્ય
4.        પ્રાયશ્ચિત
5.        નિષીદ્ધ
} પાંચ કોષ
1.        અન્નમય
2.        પ્રાણમય
3.        મનોમય
4.        વિજ્ઞાનમય
5.        આનંદમય
} પાંચપ્રાણ
1.        પ્રાણ
2.        અપાન
3.        વ્યાન
4.        ઉદાન
5.        અમાન
} પંચભૂત
1.        આકાશ
2.        તેજ
3.        વાયુ
4.        જળ
5.        પૃથ્વી
ભગવાન બુદ્ધ ની વાણી
ચાર આર્ય સત્ય
1.        દુખ છે.
2.        દુખ નું કારણ છે.
3.        દુઃખનું નિવારણ છે.
4.        દુખના નિવારણ નો માર્ગ છે.
ઉપદેશ
  • હત્યા ના કરો.
    ચોરી ના કરો.
    વ્યભિચાર ના કરો.
    અસત્ય ના બોલો.
    નિંદા ના કરો.
    કર્કશ વાણી ના બોલો.
    વ્યર્થ વાતો ના કરો.
    બીજાની સંપત્તિ પર નજર ના રાખો.
    તિરસ્કાર ના કરો.
    ન્યાયપૂવર્ક વિચારો.



No comments:

Post a Comment